લવ ટિપ્સ: 10 વાતો જે છોકરીઓને સાંભળવી ગમે છે, આ કહેશો તો છોકરી સામેથી I LOVE YOU કહેશે

લવ ટિપ્સ 143: 10 વાતો જે છોકરીઓને સાંભળવી ગમે છે.

જો કોઈ છોકરાને છોકરી વિશે જાણવુ હોય તો તેને એ વા સમજી લેવી ખૂબ જરૂરી છે કે છોકરીઓને શુ સાંભળવુ ખૂબ ગમે છે. જ્યારે તએમ કોઈ છોકરીના વખાણ કરો છો તો એ સત્ય છે કે તેને ખૂબ ગમે છે અને તે ખુશીથી ફૂલી નથી સમાતી. ભલે આપ કોઈ રિલેશનશિપમાં બંધાય ગયા હોય કે પછી કોઈ નવા સંબંધની શરૂઆત કરી રહ્યા હોય, હંમેશા આ નિયમોનો ખ્યાલ કરીને તમારી ગર્લફ્રેંડના વખાણ કરો.

તેને આટલુ જરૂર કહો: આઈ લવ યૂ

આ ત્રણ શબ્દ સાંભળવા માટે છોકઈઓ બેકરાર રહે છે. પણ આ વાતનો હંમેશા ખ્યાલ રાખો કે જેટલીવાર તમે આ શબ્દ બોલી રહ્યા હોય ત્યારે દિલથી બોલો, માત્ર તમારી ડ્યુટી પૂરી કરવા નહી.

ભલે તમે બીજા શહેર કે દેશ કે પછી જુદી જુદી ઓફિસમાં હોય તો આ તક જવા ન દેશો. તમારી ગર્લફ્રેંડને એહસાસ અપાવો કે તમે તેને ખૂબ જ મિસ કરી રહ્યા છો. તેને કહેવ માટે તમે એસએમએસ કે મેલ પણ કરી શકો છો.

તારા વાળ સુંદર છે

આ લાઈન રોજ બોલવા માટે નથી. જ્યારે પણ તમે તેને કયાક બહાર લઈ રહ્યા હોય જેવુ કે ડેટ, મૂવી કે ડિનર માટે ત્યારે વાળને લઈને તેના વખાણ કરો. આ વાક્યોને સાંભળીન તેનુ દિલ જરૂર ધડકશે.

તુ ખૂબ સરસ મહેંકે છે 

વગર કોઈ મહેનતે જો તમે તેના ચહેરા પર હાસ્ય જોવા માંગતા હોય તો તેને આ શબ્દ બોલો. આનાથી તેની અંદર તમારી આસપાસ રહેવાનો વિશ્વાસ ઉભો થશે.

તારા પગ ખૂબ સેક્સી છે 

જો જો સંભાળજો. આ વાક્ય દરેક એ છોકરી માટે નથી જેના પગ સેક્સી ન હોય અને કામુક પણ ન હોય. સત્ય કહીએ તો એ જ છોકરીના આવા વખાણ કરવા જેના પગ સાચે જ સેક્સી હોય.

મને તારી સાથે રહેવુ ગમે છે. જ્યારે તમે કોઈ દિવસ તેની સાથે ખૂબ સારી સાંજ વિતાવી રહ્યા હોય તો આ વાક્ય બોલો. આ વાક્યને સાંભળીને તેને તમારી નજરમાં સ્પેશ્યલ હોવાનો અહેસાસ થશે.

તારી સ્માઈલ અદ્દભૂત છે

ભલે તેનુ હાસ્ય સુંદર ન હોય, પણ છતા તેને આ વાક્ય જરૂર બોલો, કારણ કે તેનાથી તમારી રિલેશનશિપમાં જીવ ફૂંકાશે. આવુ કહેતા તમે તેના ચહેરા પર સાચેજ એક સુંદર સ્માઈલ જોઈ શકશો.

હુ તારા વગરની મારી જીંદગી નથી વિચારી શકતો – જો તમારી રિલેશનશીપ ખૂબ આગળ વધી ગઈ હોય તો આ વાક્ય તેને તમારી વધુ નિકટ લાવશે જેનાથી તમારો સંબંધ વધુ પ્રગાઢ બનશે.

તુ મારી બેસ્ટ ફ્રેંડ છે

મિત્રતા એ એક ખૂબ ઊંડો સંબંધ હોય છે. જેનુ મૂલ્ય દરેકને નથી ખબર. તમે તેન યૌનના સંદર્ભથી બહુ ઉપરનુ સ્થાન આપી રહ્યા છો. તેને એવો અહેસાસ કરાવી રહ્યા છો, જે મોટાભાગના છોકરા પોતાની પ્રેમિકાને નથી કરાવતા.

હુ તારી સાથે જ વૃદ્ધ થવા માંગુ છુ

આ અંતિમ પંક્તિ છે જે તેના દિલમાં પ્રેમ અને આંખોમાં આંસુ લાવી દેશે. જો તમે તેને સાચો પ્રેમ કરો છો ઓ આ લાઈન જરૂર થી કહેજો.

લવ ટિપ્સ – જીવનસાથી કે લવબર્ડસ વચ્ચે પ્રેમ કાયમ રાખવાની ટિપ્સ…

આજની જીવનશૈલીમાં સંબંધોમાં તણાવ બહુ સામાન્ય વાત છે. પણ જ્યારે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય ત્યારે તેને સામાન્ય ન ગણાવી શકાય. કહેવાનો અર્થ એ છે કે દરેક સંબંધમાં ઝઘડા થતા હોય છે પછી તે પતિ-પત્નીનો સંબંધ હોય કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો કે મિત્ર-મિત્ર વચ્ચેનો. જરૂરી નથી કે તમે તમારા સંબંધને બચાવવાનો બિલકુલ પ્રયાસ જ ન કરો. જો દિલથી સંબંધ બચાવવાની કોશિશ કરશો તો કામ બહુ સરળ બની જશે અને સફળતા પણ મળશે. તમે તમારા જીવનસાથી સાથેના સંબંધને મજબૂત અને ઉત્તમ બનાવવા માટે અનેક એવા ફંડા અજમાવી શકો છો જેની મદદથી તમારી વચ્ચે સર્જાયેલી ખટપટ કે ઝઘડા બાદ પણ તમે એકબીજા સાથે જોડાયેલા રહેશો. જાણીએ સંબંધ બચાવી રાખવાની આવી 5 યુક્તિઓ વિષે…

પરસ્પર વિશ્વાસ કરો

કોઇપણ સંબંધનો પાયો વિશ્વાસ પર ટકેલો હોય છે. જો તમારા બંને વચ્ચે વિશ્વાસ છે, એકબીજા પર વિશ્વાસ કરો છો તો કોઇપણ ત્રીજી વ્યક્તિ તમારા સંબંધમાં તિરાડ નહીં પાડી શકે. એકબીજા પર વિશ્વાસ જાળવી રાખવા માટે જરૂરી છે કે તમે પરસ્પર શંકા ન કરો, પણ દરેક વાતની ઊંડાઇ સુધી જવાનો પ્રયાસ કરો. કોઇની કહેલી વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો.

એકબીજાને સમય આપો 

ઘણીવાર પરસ્પર વધી ગયેલું અંતર પણ સંબંધોમાં તિરાડ પાડવાનું કામ કરે છે. જો તમે ઇચ્છો છો કે તમારા સંબંધ લાંબા સમય સુધી જળવાઇ રહે તો એકબીજાને પૂરતો સમય આપો. શક્ય હોય તો વચ્ચે-વચ્ચે પિકનિક પર જાઓ. તમે લોન્ગ ડ્રાઇવ પર પણ જઇ શકો છો અને ત્રણ-ચાર દિવસની ટ્રિપ પર પણ. એટલું જ નહીં તમે ઇચ્છો તો કોઇ ગિફ્ટ આપીને કે સરપ્રાઇઝ પાર્ટી અરેન્જ કરી તમારા પાર્ટનરે ખુશ કરી શકો છો. આમ કરવાથી તમારી વચ્ચેનું અંતર ઓછું થશે અને તમે જોશો કે તમે પહેલા કરતા પણ વધુ નિકટ આવી ગયા છો.

એકબીજાને સમજો

તમારે તમારા પાર્ટનરને સમય આપવાની સાથે તેની ભાવનાઓને પણ સમજવી પડશે. આના માટે તમારે તમારા પાર્ટનરને એ હદ સુધી સમજવો પડશે કે તેના વગર કહ્યે જ તેની વાતો તમે આરામથી સમજી જાઓ. ઘણીવાર તમારો પાર્ટનર પરેશાન હોય છે જેનાથી તે પોતાની વાતો શેર નથી કરી શકતો. આવામાં જરૂરી છે કે તમે તેણે ન કહેલી વાત પણ સમજી લો.

એકબીજાનું સન્માન કરો 

જો તમે એકબીજાનો આદર કરશો અને એકબીજાના કામને મહત્વ આપશો તો અચૂક તમારા સંબંધો વધુ ઊંડા બનશે. ઘણીવાર તો સંબંધમાં ખટાશનું કારણ એ હોય છે કે તમે એકબીજાની કાર્યશૈલીને નથી સમજી શકતા અને તેને મહત્વ નથી આપતા. એટલું જ નહીં તમારા પાર્ટનરના કામમાં તેની મદદ કરી શકો છો. આનાથી તમને તેની વધુ નિકટ જવાનો મોકો મળશે.

સંવાદ જરૂરી છે

કોઇપણ સંબંધને બચાવવા માટે જરૂરી છે પરસ્પરનો સંવાદ. જો તમારી વચ્ચે કમ્યુનિકેશન ગેપ રહેશે તો તમારી વચ્ચે ગેરસમજણ જન્મ લઇ શકે છે પણ જો તમે સતત એકબીજા સાથે વાત કરતા રહેશો અને એકબીજાના સુખ-દુખમાં પૂરી ભાગીદારી નોંધાવશો તો તમારી વચ્ચે ક્યારેય કડવાશ નહીં વ્યાપે અને જો આવું કંઇ થયું પણ હશે તો બહુ જલ્દી દૂર થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here