ઘરમાં કોઈપણ કંપનીનું હોય DTH કનેક્શન, એક જ ડિશથી 2 ટીવીમાં અલગ-અલગ ચેનલ્સ જોઈ શકાશે

ટીવી / ઘરમાં કોઈપણ કંપનીનું હોય DTH કનેક્શન, એક જ ડિશથી 2 ટીવીમાં અલગ-અલગ ચેનલ્સ જોઈ શકાશે. આજે કેબલ કનેક્શન ના ભાવ વધ્યા છે જે અસહ્ય કહી શકાય કેમ કે આપણા ઘરમાં 5 લોકો હોઈ અને 5 એ 5 લોકો ની ચેનલ અલગ અલગ 20-25 ગમતી હોઈ તો જો આપણે 120 ચેનલ નું પેક કરાવવા જઇયે તો આપણા ને લગભગ 300 રુપિયા થી ઉપર પડે..હવે આ ઈન્ટરનેટ ના જમાના માં આ ભાવ પોસાય એવા તો નથી જ.

અને એમાં પણ ઘર માં 2 અલગ અલગ રૂમ માં ટીવી હોઈ તો 600 રૂપિયા મહિને આપવાના થઈ જાય ત્યારે આજે અમે આપને બચત કરવા માટે એક ટ્રિક બતાવીશુ જેની મદદ થી આપ એક જ ઘર માં 2 અલગ-અલગ TV ઉપર અલગ અલગ ચેનલ એક જ સેટઅપ બોક્સની મદદ થી તમે જોઈ શકશો.

તમારા ઘરમાં બે ટીવી છે. પરંતુ બંને માટે અલગ-અલગ ડિશ અથવા બે કનેક્શનનો ઉપયોગ કરતાં હો તો હવે આવું કરવાની જરૂર નથી. હવે તમે એક જ ડિશથી ઘરમાં બંને ટીવી ચલાવી શકશો. આ ઉપરાંત, બંને ટીવીમાં અલગ-અલગ ચેનલ્સ પણ જોઈ શકશો. આ ટ્રિકથી તમારે બે કનેક્શન માટે પૈસા પણ ચૂકવવા પડશે નહીં.

આ છે કનેક્શનની આખી પ્રોસેસ

જો તમારે એક DTH થી બે ટીવીમાં અલગ-અલગ ચેનલ્સ જોવી છે તો એક એક્સ્ટ્રા સેટ ટોપ બોક્સ હોવું જરૂરી છે. કારણ કે, એક સેટ ટોપ બોક્સથી ફક્ત એક ટીવીની ચેનલ જ ચેન્જ કરી શકાય છે. તેથી બે ટીવી માટે બે સેટ ટોપ બોક્સ હોવા જરૂરી છે.ધ્યાનમાં રાખવાની વાત એ છે કે સેટ ટોપ બોક્સમાં LNB IN પોર્ટ હોય છે. પરંતુ આપણે એક એવું સેટ ટોપ બોક્સ જોઇએ જેમાં LNB OUT પોર્ટ આપવામાં આવ્યો હોય. જો સેટ ટોપ બોક્સમાં આ પોર્ટ નહીં હોય તો ટીવી ચાલશે નહીં.

બે સેટ ટોપ બોક્સસમાં એક MPEG-4 અને બીજું MPEG-2 સેટ ટોપ હોવું જોઈએ. MPG2 સેટ ટોપ બોક્સમાં LNB IN અને LNB OUT બંને પોર્ટ હોય છે. DTHનો મુખ્ય કેબલ આ સેટ ટોપ બોક્સના આ પોર્ટમાં લગાવવાનો છે. જ્યારે તેના LNB Out પોર્ટથી બીજા કેબલનું કનેક્શન MPEG-4 ની LNB INમાં આપવાનું છે.MPEG-4 બોક્સ તમારે બીજા રૂમમાં રાખવાનું છે. હવે તમે બંને બોક્સમાં જુદી-જુદી ચેનલ્સ જોઈ શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here