આપણે ગુજરાતીઓ મીઠું ખાવામાં, અને મીઠું બોલવામાં ક્યાંય પાછા પડીએ ખરા ?
આ જ મીઠા ખોરાકના લીધે આજે ગુજરાતમાં દર 9મો વ્યક્તિ મધુપ્રમેહ નો શિકાર છે. ત્યારે આજે વાત કરીએ આપણે રોજ સવારે જે ચા-જોડે બિસ્કિટ ખાઈએ છે તેના વિશે, આપણે તો જાણે બિસ્કિટ વગર ચા જ ન ગળે થી ઉતરે એવી અમુકની હાલત હોઈ છે.
ચા-બિસ્કિટ ખાવાની આદત
મોટાભાગના લોકોને સવારે ઉઠતાની સાથે જ ચા પીવાની આદત હોય છે. ચા સાથે આપણે બિસ્કિટ, ભજીયા, પરોઠા કે ભાખરી ખાતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે જો ચા સાથે મીઠા બિસ્કિટ ખાઈએ તો તેનાથી સ્વાસ્થ્ય બગડી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મીઠી ચા સાથે મીઠા બિસ્કિટ પણ ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
શું છે નુકસાન
ખાંડનું વધારે પડતું સેવન રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરે છે. ખોરાકમાં વધારે પડતા ખાંડના ઉપયોગથી ત્વચા પર પણ અસર પડે છે. ચહેરા પર ખીલ થવા, કરચલી પડવી વગેરે જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
શું છે નુકસાન ?
ખાણી-પીણીમાં સુગરનું પ્રમાણ હંમેશા ઓછું રાખવુ જોઈએ, આનાથી પાચનક્રિયા પણ યોગ્ય રહેશે. વહેલા દાંત પડી, દાંત સડી જવા, મોઢામાં બેક્ટેરિયા ઉત્પન્ન થવા વગેરે નુકસાન થઈ શકે છે.
જો કાયમ ચા અને મીઠા બિસ્કિટ ખાવાની આદત રાખશો તો વજન પણ વધશે. અને શરીરમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ પણ વધશે. સવારે સવારે હાઈકેલરીનું સેવન અત્યંત નુકસાનકારક હોય છે.