રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા લીલા શાકભાજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેમાંપણ લીલા પાનવાળી ભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તેમાં ભાજીમાં પણ તાંદળજા ની ભાજીના તો અનેક ફાયદાઓ થાય છે. અને ઘણી બધી બીમારીઓને દૂર રાખે છે. ખાસ કરીને પેટને લગતી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તાંદળજા ની ભાજી ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
તાંદળજાની ભાજી કફ, પિત્ત અને ગેસને રોકવાનું કામ કરે છે. આ સિવાય પેટને લગતી કોઈપણ સમસ્યા હોય તેમાં આ ભાજી ખુબ જ લાભદાયક નીવડે છે. જે લોકોને ખૂબ લાંબા સમયનો કબજિયાત હોય તે લોકો માટે તાંદળજાની ભાજી ખુબ જ ફાયદાકારક ગણાય છે. તે આતરડા માં ચોંટેલો જુનો મળને સાફ કરીને બહાર કાઢવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. તાંદળજાની ભાજી આંખોને સ્વચ્છ રાખવા માટે અને સફેદ વાળ ખરતા અટકાવવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે.
તાંદલજામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ, આયર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે લોકોને આયર્નની કમી હોય તે લોકોએ તાંદળજાની ભાજીનો વધારે પડતો ઉપયોગ કરવો જોઇએ. તેને તાંદળજા ની ભાજી લોહી વધારવા, લોહીની સાફ કરવા અને શરીરમાં ઉર્જા બનાવવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. તાંદળજાની ભાજીમાં ના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ અને શરીરની ગરમી મટે છે. તાંદળજાનો રસ દાઝેલા ઘા પર ચોપડવાથી તરત જ આરામ મળે છે. તાંદલજાના પાનને પીસીને ગુમડા ઉપર બાંધવાથી ગુમડુ પાકીને જલ્દી જ ફૂટી જાય છે.
તાંદળજો ખરતા વાળને અટકાવે છે. આ માટે તાંદળજાના રસમાં રસવંતી અને નાગકેસર નાખી, નાની નાની ગોળી બનાવીને એક થી બે ગોળી દિવસમાં બેથી ત્રણ વખત લેવાથી ખૂબ જ ફાયદાકારક થાય છે. જે લોકોને ઉનવા થયું હોય અને તેના કારણે બળતરા થતી હોય તો તાંદળજો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ગર્ભની સ્થિર રાખવા માટે તેના મૂળને ચોખાના પાણીમાં નાખીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. પેટની ગરમી, એસીડીટી, પેટ નો દુખાવો વગેરે માં રાહત મેળવવા માટે તાંદળજો ખૂબ જ મદદરૂપ થાય છે.
જે લોકોને થોડા થોડા સમયે મગજ ગરમ થઈ જતું હોય એટલે કે ગુસ્સો આવતો હોય તો તાંદળજાની ભાજી ખાવાથી મગજ શાંત થાય છે. નાના બાળકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તો તાંદળજાની ભાજીનો રસ પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. તાંદલજામાં લાઇસીન નામનો એક એસિડ હોય છે જે શરીરમાં બનતું નથી. આ ઉપરાંત વાળની જડને મજબૂત બનાવવા તેમજ કુદરતી રીતે જ કાળા કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે.
તાંદળજો ગુણમાં ઠંડુ હોય છે. જે લોકોને મળની અટકાયત થઈ હોય તે લોકો માટે તો આ રામબાણ ઇલાજ છે. જે લોકોને વજન ઘટાડવો હોય તે લોકો માટે પણ તાંદળજો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે તેમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે. અને ડાયટમાં આ ખૂબ જ મદદરૂપ થાય છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. ઉંદર, વિછી કે કોઈ ઝેરી તત્વો નું ઝેર ચડી ગયું હોય તો તાંદળજાનો રસ મા કાળા મરીનો ભૂકો ભેળવીને પીવાથી તરત જ રાહત થાય છે. અને ઝેર શરીરમાં પ્રસરતું નથી.
તાંદળજાનો રસ માં સાકર ઉમેરીને પીવાથી હાથ-પગની બળતરા, પેશાબમાં બળતરા, કોઢ, ચામડીના વિકારો જેવી અનેક સમસ્યામાંથી રાહત મળે છે. સ્ત્રીઓના રોગમાં તાંદળજો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે. જે લોકોને ધાવણ ઓછું આવતું હોય તે લોકો માટે ફાયદો પણ વધારે છે. તાંદળજાની ભાજી ઠંડી હોય છે એટલે શરીરને ઠંડક આપે છે. આ ઉપરાંત તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે એટલે શરીરને મેટાબોલિઝમ પણ આપે છે.
આ ઉપરાંત વજનને કંટ્રોલ કરવા માટે પણ તાંદળજાની ભાજી ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. જે છોકરીઓને અનિયમિત માસિક હોય અથવા તો શરૂ થયો હોય તે લોકો માટે આ ખુબ જ ફાયદાકારક છે. જે લોકોને એનિમિયાની તકલીફ હોય તે લોકોએ તાંદળજાની ભાજીનું સેવન અવશ્ય કરવું જોઈએ.