તડકામાં બેસવાથી કોરોના સામે લડી શકાય છે? જાણો ‘વિટામિન ડી’ સાથે તેના સંબંધ

કોરોના વાયરસ આજકાલ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. લગભગ દરેક દેશમાં તેના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે ત્રણ લાખથી વધુ લોકો જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, 16 લાખથી વધુ લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે. દરમિયાન, એક નવા અધ્યયનમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ પ્રમાણે, જો તમને વિટામિન ડીની ઉણપ હોય તો COVID-19 થી બીમાર થવાની સંભાવના વધી જાય છે. બીજી બાજુ, જો તમારામાં વિટામિન ડીનો પૂરતો પ્રમાણ છે, તો પછી કોરોના સામે લડવાની શક્તિ પણ વધે છે. તો આ વિટામિન ડી અને કોરોના વચ્ચે શું સંબંધ છે? ચાલો જાણીએ.

આ લોકોએ કર્યો અભ્યાસ

વિટામિન ડી અને COVID-19 વચ્ચે નો સંબંધ જાણવા માટે નો અભ્યાસ યુનાઈટેડ કિંગડમ ની એંજિલ રસ્કિન યુનિવર્સિટિ ( Anglia Ruskin University, ARU) અને ક્વીન એલીઝાબેથ હોસ્પિટલ કિંગ ( Queen Elizabeth Hospital King) ના એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ (Lynn NHS Foundation Trust) ના વિજ્ઞાનિકોએ કર્યો છે. આ અભ્યાસ એક જનરલ માં પ્રકાશિત પણ થઈ ચૂક્યો છે.

વિટામિન ડી શું છે?

વિટામિન ડી એ ખોરાકમાં મળતું પોષક તત્વો છે જે તમારા સ્વાસ્થ્યને જાળવવામાં અને તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વિટામિન ડીને લીધે, આપણું શરીર ખોરાક માંથી કેલ્શિયમને યોગ્ય રીતે શોષી શકે છે. વિટામિન ડી આપણા શરીરના શ્વેત રક્તકણોને સરળતાથી કામ કરવામાં મદદ કરે છે. આનાથી શ્વેત રક્તકણો વધારે સંખ્યામાં ઇન્ફ્લેમેટ્રી સાઇટોકાઈનીસ (inflammatory cytokines) મુક્ત કરતા નથી. ઇન્ફ્લેમેટ્રી સાઇટોકાઈનીસ શરીરની રોગપ્રતિકારક શક્તિના તે ભાગો છે જે ચેપ સામે લડવાનું કામ કરે છે.

વિટામિન ડી અને COVID-19 વચ્ચેનો સંબંધ

કોરોના વાયરસ ના કારણે ઇન્ફ્લેમેટ્રી સાઇટોકાઈનીસ નો વિસ્ફોટ થઈ જાય છે, જેને સાઇટોકાઈનીસ સ્ટોર્મ (cytokine storm) કહેવામાં આવે છે. સરળ ભાષામાં, રોગપ્રતિકારક શક્તિનો આ ભાગ, કોરોના વાયરસ ચેપ સામે લડવા માટે, મોટી માત્રામાં છૂટા પડે છે. આથી લાંબા સમયે તમે વાઇરસ સામે લડવામાં અસફળ રહો છો. તેથી, વિટામિન ડીનું સેવન આ ઇન્ફ્લેમેટ્રી સાઇટોકાઈનીસને  મર્યાદિત માત્રામાં મુક્ત કરશે અને તમારી રોગપ્રતિકારક શક્તિને લાંબા સમય સુધી મજબૂત રાખશે. આ જ કારણ છે કે કોરોના વાયરસ એવા વૃદ્ધ લોકોને અસર કરે છે જેમને વિટામિન ડીની ઉણપ હોય છે.

આ રીતે તમને વિટામિન ડી મળશે

સૂર્યપ્રકાશ એ વિટામિન ડી નો શ્રેષ્ઠ સ્રોત માનવામાં આવે છે. ડોકટરોના મતે શ્વસન ચેપ સામે રક્ષણ આપવામાં પણ વિટામિન ડી ફાયદાકારક છે. સૂર્યપ્રકાશ ઉપરાંત, તમે ચરબીયુક્ત માછલી, સીફૂડ (દરિયાઈ આહાર), મશરૂમ્સ અને ઇંડા પીરંગી (ઇંડાનો પીળો ભાગ) ખાવાથી તમારા શરીરમાં વિટામિન ડીની માત્રામાં વધારો કરી શકો છો. આ સિવાય તમે વિટામિન ડી ની સપ્લિમેન્ટ્સ (ગોળીઓ) પણ ખાઈ શકો છો.

જો તમારા શરીરમાં વિટામિન ડીની કમી છે, તો પછી તમારૂ સ્વાસ્થ્ય વધુ જોખમ માં હોઈ શકે છે. તેથી મહત્તમ વિટામિન ડી લો અને તમારી જાતને સુરક્ષિત રાખો.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ We Gujjus ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here