હવે નહીં મળે 2 રૂપિયામાં રોટલી અને 65 રૂપિયામાં બિરયાની, જાણો સંસદની કેન્ટીનના નવા ભાવ…

સંસદ ભવનની કેન્ટીનમાં નવી દરની સૂચિ મુજબ, સૌથી સસ્તી રોટલી 3 રૂપિયામ થશે. સૌથી વધુ ખર્ચાળ વસ્તુ નોનવેજ બુફે લંચ, જેની કિંમત 700 રૂપિયા હશે. આ સિવાય વેજ બુફે લંચની કિંમત 500 રાખવામાં આવી છે.

સંસદ કેન્ટીનમાં સાંસદો અને અન્ય લોકોને સબસિડી પૂરી થયા બાદ હવે નવી દર યાદી જાહેર કરવામાં આવી છે. લોકસભા સચિવાલય એ નવી દરની સૂચિ બહાર પાડી છે જેમાં 3 રૂપિયાથી 700 રૂપિયા સુધીની ખાદ્ય ચીજોનો સમાવેશ થાય છે.

સંસદીય કેન્ટીનની નવી દર સૂચિનો અમલ 29 જાન્યુઆરીથી ચાલનારા બજેટ સત્ર પહેલા કરવામાં આવ્યો છે. એટલે કે, આ સત્રમાં, સાંસદોને નવી દર યાદીના આધારે ખોરાક મળશે.

સંસદ ભવનની કેન્ટીનમાં નવી દરની સૂચિ મુજબ, સૌથી સસ્તી રોટલી 3 રૂપિયામાં થશે અને સૌથી વધુ ખર્ચાળ વસ્તુ નોન-વેજ બુફે લંચ હશે, જેની કિંમત 700 રૂપિયા થશે. આ સિવાય વેજ બુફે લંચની કિંમત 500 રાખવામાં આવી છે, જે વેજ ખાવામાં સૌથી મોંઘુ છે.

જૂની દરની સૂચિની વાત કરીએ તો અગાઉ એક રોટલીનો ભાવ 2 રૂપિયા હતો અને હૈદરાબાદી ચિકન બિરયાનીનો ભાવ 65 રૂપિયા હતો. આ ઉપરાંત અગાઉના દર પ્રમાણે બટાટાના આલું બોંટા 6 રૂપિયામાં, ડોસા 10 રૂપિયામાં, કઠી પકોડા 10 રૂપિયામાં મળતા હતા.

સંસદ કેન્ટીન નવી દર યાદી

નવી દર યાદી મુજબ ચિકન બિરયાની, ચિકન કટલેટ, ચિકન ફ્રાય અને વેજ નો ભાવ 100 રૂપિયા નક્કી કરાયો છે. ચિકન કરી માટે 75 રૂપિયા ચૂકવવા પડશે.

આ સિવાય મટન બિરયાની અને મટન કટલેટ માટે 150 રૂપિયા અને મટન કરી માટે 125 રૂપિયા ચૂકવવા પડશે. અહીં બટાટાના બોંડા, બ્રેડ પકોડા, દહીં અને સમોસાના ભાવ 10 રૂપિયા રાખવામાં આવ્યા છે.

સંસદ કેન્ટીન નવી ભાવ યાદી

તમને જણાવી દઈએ કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદની કેન્ટીનમાં ખાદ્યપદાર્થો પર આપવામાં આવતી સબસિડીને સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે હવે આ નિર્ણયથી આ કેન્ટીનનો ખોરાક મોંઘો થશે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેનાથી અનેક કરોડો રૂપિયાની બચત થશે. તેમણે કહ્યું કે આનાથી ભાવમાં ચોક્કસ વધારો થશે પરંતુ તેમ છતાં તે બજારભાવ કરતા ઓછા રહેશે.

સંસદની કેન્ટિનની જૂની સૂચિ જુઓ …

સંસદની કેન્ટિનની જૂની સૂચિ

નવી ભાવ સૂચિને કારણે લોકસભા સચિવાલય વાર્ષિક રૂ .8 કરોડની બચત કરશે. સંસદ ભવનની કેન્ટિનની ખાદ્ય ચીજો માટેનું વાર્ષિક બિલ આશરે 20 કરોડ જેટલું આવે છે. આ કેન્ટીન મુખ્યત્વે રસોડાઓ દ્વારા ચલાવવામાં આવે છે, જેમાંથી એક મુખ્ય સંસદ ભવન, બીજું પુસ્તકાલય અને ત્રીજુ સંસદ મકાન આવેલું છે.

સંસદની કેન્ટિનની જૂની સૂચિ

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ એ પણ માહિતી આપી હતી કે હવે ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઇન્ડિયા (આઈટીડીસી) ઉત્તર રેલ્વેને બદલે સંસદની કેન્ટિન ચલાવશે. રેલ્વે 52 વર્ષથી સાંસદોને અન્ન આપતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here