તમારા બાળકને અહીં અપાવો ફક્ત 15 દિવસની ટ્રેનિંગ..

સુરતમાં જે દુર્ઘટના બની એમને સૌથી પેહલા શ્રદ્ધાંજલિ આપીએ..ભગવાન એ બાળકોને પોતાના ચરણોમાં સ્થાન આપે…

હવે આજ વાત કરીએ..

આપના બાળકની સેફટીની ચિંતા કોને વધારે હોઈ આપણા ને કે સરકાર ને ? સ્વાભાવિક બંને ને…

ત્યારે આપણા બાળકને આપણે કરાટે કલાસ-જીમમાં મોકલીએ ડ્રોઇંગ માં મોકલીએ એ એક સારી વાત છે, પરંતુ મારુ અંગત માનવું છે, કે એક 15 દિવસની ટ્રેનિંગ આપણે એને માઉન્ટ આબુ ના પર્વતો ઉપર ગુજરાત સરકારના હસ્તક એક સંસ્થા આવેલ છે જેને (સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટનિરિંગ) આવી છે ત્યાં પણ વેકેશન માં મોકલવો પડશે.

અહીં છોકરા-છોકરીઓ બેવ ને રહેવા માટે ઉત્તમ સગવડ છે, અહીં તેમને ટ્રેકીંગ, પર્વતારોહણ, ઉપરાંત આકસ્મિક કોઈપણ સિચ્યુએશન સામે લડવાની ટ્રેનિંગ આપવામાં આવે છે.

કેટલા દિવસના કોર્સ હોઈ ?

આમ તો પર્વતારોહણ નો બેઝિક કોર્સ 10 દિવસનો હોઈ છે, બેઝિક કર્યા બાદ એડવાન્સમાં એડમીશન મળે જે 15 દિવસનો હોઈ છે.

અને એડવાન્સ કર્યા બાદ 30 દિવસનો કોચિંગ કરવાનો ચાન્સ મળે છે.

શુ લાભ મળશે ?

અહીં સૌ પ્રથમ તો તમને આત્મવિશ્વાસમાં વધારો થશે, શરીર મજબૂત થશે, સાથે કોઇપણ સિચ્યુએશન માં તમે કોઈપણ પરિસ્થિતિ સામે લડવા માટે ટ્રેન હશો.

કોણ કરી શકે છે એપ્લાય? ગુજરાત ના તમામ લોકો એપ્લાય કરી શકે છે.

13 વર્ષથી મોટી ઉંમરના અને 45 વર્ષથી નાની ઉંમર ના લોકો એપ્લાય કરી શકે છે.

ફેસિલિટી: અહીં ગુજરાત સરકાર તરફથી 2 ટાઈમ જમવાનું ઉપરાંત 2 ટાઈમ ચા-નાસતો ઉપલબ્ધ કરવામાં આવે છૅ. જો તમારું સિલેક્શન ગર્વમેન્ટ કોર્સ માં ના થાય તો તમે પ્રાઇવેટ માં કોર્ષ કરી શકો છો, જેની ફી એક દમ નોમીનમ હોઈ છે. દિવસના 100 થી 150 જેટલી.

શુ તૈયારી કરી ને જવું ?

નોર્મલ રીતે થોડુંક શરીર ને કસરત માટે ટ્રેન કરી ને જવું, થોડુંક રનિંગ 2 વિક પેહલા કરતા થઈ જવું, થોડુંક મેંટલી પ્રિપેર થઈ જવું.

કોણ ના જઇ શકે ?

જે લોકો મેંટલી ફિટ નથી તેવા ના જઈ શકે, જે લોકોને હાઈટથી ડર લાગે તે ના જઈ શકે.

અહીં શુ હોઈ છે દિવસની કાર્યક્રમ

સવારે 5-6 વાગ્યાની આસપાસ ઉઠવાનું ત્યારબાદ 1-2- અથવા 5 કિલોમીટર દોડ લગાવી ને કસરત કરવાની હોય છે. ત્યારબાદ 7-8 વાગે નાસ્તો કરી પવર્ત ઉપર ચડવા-માટે અલગ અલગ રીતો શીખવાડવા માં આવે છે, અને તે કરાવવામાં આવે છે.

લગભગ 11 વાગ્યા સુધી આ ચાલે છે, બપોરે જમી ને લેક્ચર હોઈ છે જેમાં અલગ અલગ માહિતીઓ આપવામાં આવે છે, અથવા કોઈવાર મુવી બતાવવામાં આવે છે જેમાં ઍવરેસ્ટ જેવા મુવી જ હોઈ છે.

ત્યારબાદ 3 વાગે ફરિવાર ચા પીને પર્વતરોહન માં પર્વત થી નીચે ઉતરવા અલગ અલગ રીતો શીખવાડવા માં આવે છે.

જે 6 વાગ્યા સુધી હોઈ, એક વાર નાઇટમાં જંગલ માં ટ્રેકીંગ હોઈ છે. એક વાર રાત્રે નાઈટ કેમ્પ જંગલ માં હોઈ છે. ઉપરાંત અલગ અલગ કાર્યક્રમ રાત્રે 10 વાગ્યા સુધી હોઈ છે જેમાં ઘણીવાર સારીએવી માહિતી મળે છે

આ વિશે વધુ માહિતી તમને Gujmount.com વેબસાઈટ ઉપરથી મળી જશે. એક વાર આપના બાળક ને 10 દિવસનો કોર્ષ કરાવશો ત્યારે આ ફરક તમને તમારા બાળકમાં જોવા મળશે.

આના વિશે વધુ માહિતી તમે Nirat Bhatt Sir જોડે મેળવી શકો છો, જેમને કોન્ટેકટ નંબર જોઈતો હોઈ તો કમેન્ટ કરજો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here