નવરાત્રિમાં ચાલી રહેલા ટ્રેન્ડ પ્રમાણે વેસ્ટર્ન અને લાઇટ વેઇટ ચણિયા ચોળીની ડિમાન્ડ છે. જોકે, સુરતની જેની સાંડિસના આ 25 કિલોનાં ટ્રેડિશનલ ઘાઘરા-ચોળી પહેરીને ગરબે રમે છે. આ ઘાઘરા-ચોળી સોનિકા ભિંગરાડિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ ઘાઘરા-ચોળીમાં 7 લેયર હેન્ડમેડ ફેબ્રિક યુઝ કરવામાં આવ્યુ છે. ઘાઘરાનાં આગળનાં ભાગમાં 8 કિલોનું મિરર વર્ક કરવામાં આવ્યું છે તેમજ કોટન, પર્લ, નાયલોન થ્રેડનાં કુલ 25 હેંગીંગ છે. અને સાથે સાથે નાની નાની 10 કથપુતળીનાં હેંગીંગ વાપર્યા છે. આ ડિઝાઇનની વિશેષતા છે કે પહેર્યા પછી એનું વજન લાગતું નથી અને રમતી વખતે પર્ફોમન્સ પર પણ કોઇ ફરક પડતો નથી.
ઘાઘરાની વિશેષતા
આ 25 કિલોના ઘાઘરા-ચોળીમાં 22 મીટર ફેબ્રિક વાપરવામાં આવ્યુ છે જેમાં 7 લેયર હેન્ડમેડ કોટન, રેઓન, જુથ, સિલ્ક, કેનકેન નેટ જેવા ફેબ્રિકનો યુઝ કરવામાં આવ્યો છે જેનું કુલ વજન 10 કિલો છે. જેનાં કારણે 20 મીટરનો ઘેર થાય છે જેનાથી ગરબે ઘુમવાનો ગ્રેસ વધે છે. ઘાઘરાનાં આગળનાં ભાગમાં 8 કિલોનું કચ્છી વર્ક, કલમકારી, બ્લોક પ્રિન્ટ, મધુબની આર્ટ અને મિરર વર્ક, એપલિક, કાનગરી, ક્વીંટિગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 150 મિરર પીસ, કોડી, પલ, ઊંટ, હાથીનાં ઓક્સિડાઇઝ હેંગીંગ વાપર્યા છે. કચ્છી વર્કમાં વપરાયેલી એંકર થ્રેડનું કુલ વજન 2 કિલો છે. તેમજ પાછળનાં ભાગમાં 110 મિરર પીસ વાપરવામાં આવ્યા છે. જેનાં પર હેન્ડ પેઇન્ટીંગથી આ ઘાઘરાને ડેકોરેટ કરવામાં આવ્યો છે.
ગરબા રમવામાં સરળતા રહે તેવું મિટિરિયલ યુઝ કરવામાં આવ્યું
ચોળની ડિઝાઇનમાં અંદર, આગળ અને પાછળનાં ભાગમાં કચ્છ વર્ક, મિરર વર્ક, એપ્લિક વર્ક કરવામાં આવ્યુ છે અને પેપ્લન સ્ટાઇલમાં બ્લાઉઝ રેડી કરવામાં આવ્યુ છે. જેની સ્વિલમાં કિહોલ અને સરક્યુલર પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડિઝાઇનમાં એવા જ મિટિરિયલ યુઝ કરવામાં આવ્યા છે જેથી ગરબા રમવામાં સરળતા રહે.

શરીર 15માં ભાગ જેટલુ વજન ઉંચકી શકે
ફિઝિયોથેરપિસ્ટ ડો.અંજલી ભોજાવાલાએ જણાવ્યું હતું કે, લેગ્ઝ પર વજન આવે છે. જેનાથી ઘુંટણ ઇન્જર થાય છે જેમાં ટ્વિસ્ટીંગ ઇંજરી
25 કિલોના ઘાઘરા-ચોળીમાં 22 મીટર ફેબ્રિક વાપરવામાં આવ્યું છે
