સુરતઃ વિદેશની ધરતી પર ભારતીય સ્ત્રીઓ દેશનું નામ રોશન કરી રહી છે. સ્પોર્ટસ, વિજ્ઞાન અને કળાના ક્ષેત્રમાં અદભૂત કામ કરી રહી છે ત્યારે કૃષ્ણની પ્રેમ દિવાની મીરાની સંપૂર્ણ કથાને અંગ્રેજી ભાષામાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર 350 લોકોની ટીમ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેની પાછળ સિંહ ફાળો સુરતની આરતી બજાજનો રહ્યો હતો. વિદેશી ધરતી પર આશરે એક હજારથી વધુ દર્શકો સામે કરાયેલા બે કલાકના આર્ટને જોઈ વિદેશીઓ પણ મંત્ર મુગ્ધ બની ગયા હતા. આ પરફોર્મન્સ જોઈને ઘણાં લોકો ભાવુક બની ગયા હતા.
2ડી અને થ્રીડી ઈફેક્ટસનો કર્યો ઉપયોગ
15મી સદીમાં જે રીતે કૃષ્ણની ભક્તિ અને પ્રેમમાં મીરા મગ્ન થઈ હતી, તે જ રીતે મીરાના જીવન ઉપર આધારિત ‘મીરા ગોલ્ડકોસ્ટ ડ્રામા’ જ્યારે ઓસ્ટ્રેલિયામાં રજૂ કરાયો ત્યારે તેને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સુરતની આરતી પવન બજાજ દ્વારા તૈયાર કરાયેલા આ ડ્રામા ને 350 થી વધુ લોકોની ટીમ દ્વારા ઓસ્ટ્રેલિયામાં રજૂ કરવામાં આવ્યો હતો. વિદેશીઓ પણ મીરાના વ્યક્તિત્વથી ખાસા પ્રભાવિત થઈ ગયા હતા જેમાં ઓસ્ટ્રેલિયામાં આશરે 1000 થી વધુ દર્શકો જ્યાં અડધા થી વધુ વિદેશીઓ હતા. મીરા પર આધારિત આ ડ્રામા જોઈને વિદેશીઓ એટલા પ્રભાવિત થયા કે પુરા શો દરમિયાન કોઈ પણ પોતાની ખુરશી છોડી ઉઠી ન શક્યા. લોકોને મીરાંનો પ્રેમ અદભુત અને અકલ્પનિય લાગ્યો. આ ડ્રામાને આકર્ષક બનાવવા માટે 2D અને 3D ઈફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
યુનેસ્કોમાં કર્યું દેશનું પ્રતિનિધિત્વ
નાગોરની દીકરી આરતીએ વર્ષ 2004માં કેનેડામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં પ્રતિનિધિત્વ કરી ચુકી છે. સુરતમાં અને મુંબઈમાં અભ્યાસ કરનાર આરતીએ મેડિકલ ક્ષેત્રની સાથે સાથે ભરતનાટ્યમમાં પણ માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. ભારતમાં રાષ્ટ્રીય લેવલની સ્પર્ધાઓમાં જીતી ચુકી છે.
આરતી છે બે બાળકોની માતા
ભંવરલાલ બજાજની પુત્રવધુ ડો. આરતી પવન બજાજ વ્યવસાયે ફિજીયોથેરાપીસ્ટ અને સોનોગ્રાફર છે. સાથે બે બાળકોની માતા આરતી છે. સાથે જ તેણી ભારતીય અને ઓસ્ટ્રેલિયન સમાજની મહિલાઓને સાથએ રાખીને રંગમંચના પ્રવાસે નીકળી પડી છે. આરતીને કળા પ્રત્યે અનેરો અનુરાગ છે.જેના લીધે જ આરતી ફિજીયોથેરાપીસ્ટ-સોનોગ્રાફરની સાથે સાથે એક કલાકાર પણ છે.

કેવી રીતે બન્યું ઈન્ટરનેશનલ ડ્રામા?
આરતીએ જણાવ્યું હતું કે, આ ડ્રામામાં માત્ર ઇન્ડિયન ક્લાસિકલ અને કન્ટેમપ્રરી જ નથી. આ ઉપરાંત એરિયલ, જૈસ, પોલ, પેપે, આફ્રિકન, બેલે અનેક ગ્લોબલ ડાન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે ભારતીય સંગીત અને ઓપેરા મ્યુઝિક તેમજ ગીતોને પણ સામેલ કરવામાં આવ્યું હતું. આ ડ્રામામાં તમામ કલાકારો 15મી સદીની વેશભૂષા, સંગીત તેમજ નૃત્યમાં જોવા મળશે. જે વિદેશમાં રહેતા લોકોને ખૂબ જ પસંદ આવ્યું.
‘મીરા ગોલ્ડકોસ્ટ ડ્રામા’ હવે કેલિફોર્નિયામાં જોવા મળશે

આરતીના નેતૃત્વમાં આ ડ્રામા ફરી એક વખત આંતરાષ્ટ્રીય ફલક ઉપર જોવા મળશે. વર્લ્ડ ચેમ્પિયનશીપ પર્ફોર્મિંગ આર્ટસ કોમ્પિટિશન આંતરાષ્ટ્રીય આયોજન આવતા વર્ષે જુલાઈ