ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્ધારા ગત મે માસમાં લેવાયેલી સી.એ. ફાઇનલની પરીક્ષામાં સુરતનો પ્રિત પ્રિતેશભાઇ શાહ દેશમાં પ્રથમ ક્રમે આવવાની સાથે જ ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યુ હતુ. ફાઇનલના રીવાઇઝ્ડ થયેલા કોર્સમાં પ્રિતે 542 માર્ક્સ સાથે દેશભરમાં ડંકો વગાડયો હતો. જૂના કોર્સમાં સુરતના 3 વિદ્યાર્થીઓ અનુરાગ બગરીયા, દેવાંશ શાહ, સૌરભ ગૌરીસરીયા અને રીવાઇઝ્ડ કોર્સમાં 2 વિદ્યાર્થીઓ પ્રિત શાહ, નમન કેજરીવાલ ઓલ ઇન્ડિયામાં ટોપ-૫માં ઝળક્યા હતા. સીપીટી, આઇપીસીસી જેવી સી.એ. કોર્સની પ્રથમ બે પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક ન મેળવી શકેલા અને ગુજરાત બોર્ડની શાળામાં ધો-12 સુધીનો અભ્યાસ કરનારા પ્રિત શાહે સી.એ. ફાઇનલમાં દેશમાં પ્રથમ ક્રમ મેળવવાની સાથે જ શહેર, રાજ્યનું નામ રોશન કર્યુ હતુ. દેશભરમાં ઝળહળતું પરિણામ મેળવ્યા બાદ હવે પ્રિત શાહને હવે આઇઆઇએમમાં પ્રવેશની મહેચ્છા સાથે કેટ એક્ઝામની તૈયારી કરવાની ખેવના છે.
(પ્રિત શાહના એજ્યુકેશનલ પેરામિટર)
ધો-10 ગુજરાત બોર્ડ : 91 ટકા, સી.સી.શાહ એક્સપરિમેન્ટલ સ્કૂલ. ધો-12 ગુજરાત બોર્ડ : 88 ટકા, સી.સી.શાહ એક્સપરિમેન્ટલ સ્કૂલ. ગ્રેજ્યુએશન : 66 ટકા(ફર્સ્ટ ક્લાસ), એસપીબી કોમર્સ કોલેજ. સીપીટી : 200માંથી 183 માર્ક્સ (સુરત સેકન્ડ રેન્ક) આઇપીસીસી : 700માંથી 485 માર્ક્સ ( સુરત 7મો રેન્ક) સી.એ. ફાઇનલ : 800માંથી 542 માર્ક્સ (દેશમાં પ્રથમ રેન્ક)
(પ્રિતની સ્કોરશીટ પર એક નજર)
ગ્રુપ-1
ફાઇનાન્સિયલ રિપોર્ટીંગ-78 માર્કસ
સ્ટ્રેટેજીક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ-86 માર્ક્સ
એડવાન્સ્ડ ઓડિટીંગ એન્ડ પ્રોફેશનલ એથીક્સ-56 માર્ક્સ
કોર્પોરેટ એન્ડ ઇકોનોમિક લો-62 માર્ક્સ
ગ્રુપ-2
સ્ટ્રેટેજીક કોસ્ટ મેનેજમેન્ટ એન્ડ પર્ફોમન્સ ઇવેલ્યુશન-66 માર્ક્સ
ગ્લોબલ ફાઇનાન્સિયલ રિપોર્ટીંગ સ્ટાન્ડર્ડ્સ-68 માર્ક્સ
ડાયરેક્ટ ટેક્સ લો એન્ડ ઇન્ટરનેશનલ ટેક્સેશન-૫3 માર્ક્સ
ઇનડાયરેક્ટ ટેક્સ લો-73 માર્ક્સ કુલ-542 માર્ક્સ
જીએસટી, રેરા માટે નવો કોર્સ પસંદ કર્યો
ફાઇનલના રીવાઇઝ્ડ કોર્સમાં છઠ્ઠું પેપર ઇલેક્ટીવ હોવાને કારણે અપડેટ વર્ઝન પસંદ કર્યુ હતુ. જીએસટી અને રેરા જેવા હાલના સમયમાં સાંપ્રત કહી શકાય એવા વિષયો નવા કોર્સમાં એડ થયા છે. તે સૌથી મોટો પાર્ટ છે. ફ્લેક્શિબલ શિડયુલ બનાવીને તૈયારી કરી હતી. હવે IIMમાં પ્રવેશ માટે કેટની તૈયારી કરવી છે. પરિવારમાં કોઇ સી.એ. નથી, પણ તેમના સપોર્ટને કારણે જ સી.એ. બનવાનું પસંદ કર્યુ હતુ. – પ્રિત શાહ