સુરત અગ્નિકાંડમાં બાળકોનો જીવ બચાવનાર જતીન જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે

સુરત અગ્નિકાંડમાં બાળકોનો જીવ બચાવનાર જતીન જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. જતીન નાકરાણીની ફાઈલ તસવીર.

જતીન હાલ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છેઓફિસ સ્ટાફ અને ત્રણ બાળકોને બચાવ્યા.

સુરતઃ સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગી ત્યારે જીવ બચાવવાની દોડાદોડી સાથે મદદના પોકાર વચ્ચે મોતની ચીસો સંભળાતી હતી. આ અંતિમ ક્ષણોમાં આંગણીના વેઢે ગણી શકાય તેટલા જ હતા જે આગમાં ફસાયેલાઓનો જીવ બચાવી રહ્યા હતા. જેમાં લસકાણામાં રહેતા જતીન નાકરાણીનો પણ સમાવેશ થાય છે. જતીને ત્રીજા માળે ફસાયેલા વિદ્યાર્થીઓનો જીવ બચાવ્યો હતો.

જોકે, આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લેતા બહાર નીકળવાનું મુશ્કેલ લાગતા અને શ્વાસ રૂંધાવા લાગતા બીજા વિદ્યાર્થીઓની જેમ તેણે પણ કૂદવો મારવો પડ્યો હતો. જેથી તેને માથામાં ગંભીર ઈજાઓ થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જતીન સ્ટાફ સાથે ઓફિસમાં હાજર હતા.

મૂળ અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામનો વતની જતીન ભરતભાઈ નાકરાણી (ઉ.વ.24) પરિવાર સાથે લસકાણામાં આવેલા બજરંગ રો હાઉસમાં રહે છે. જતીન તક્ષશીલા આર્કેડના બીજા માળે ક્રિએટર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઈન ચલાવે છે. તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ સર્જાવા સમયે જતીન સ્ટાફ મેમ્બર સાથે ઓફિસમાં જ હાજર હતો. શોર્ટસર્કિટ બાદ સામાન્ય તણખામાંથી આગે વિકરાણ રૂપ ધારણ કરી લીધું હોવાની જાણ થતા જતીન સૌપ્રથન પોતાના સ્ટાફની સલામતીની કાળજી લીધી હતી.

ઈમરજન્સી વિન્ડોમાંથી ખએલી બચાવ કર્યો

તક્ષશિલા આર્કેડના દાદર તરફના ભાગ સુધી આગની જ્વાળા પ્રસતી જતા જતીને ઓફિસની ઈમરજન્સી વિન્ડોમાંથી સ્ટાફ મેમ્બર અને અલોહા ક્લાસિસના ત્રણ વિદ્યાર્થીઓને લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. ઉપરના માળે બનાવાયેલા ડોમમાં ચાલતા ક્લાસીસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફસાયા હોવાની જાણ થતા જતીન લોબીમાં પડેલું ફાયર ઈસ્ટિંગ્યૂશર લઈ દાદરમાં ભભૂકેલી આગ કંટ્રોલ કરતો ઉપરના માળે પહોંચ્યો હતો.

ધુમાડાઓના ગોટેગાટો વચ્ચે ગૂંગળામણ અનુભવતા વિદ્યાર્થીઓને રાહત અપાવવા માટે બારીનો કાચ તોડી નાખ્યો હતો. જોકે, આગ બેકાબુ બની હોય તેની પાસે તોડેલી બારીમાંથી કૂદવા સિવાય કોઈ રસ્તો નહીં દેખાતા કૂદકો મારી દીધો હતો.

ચોથા માળેથી કૂદકો માર્યો

જતીને શ્વાસ રૂંધાવા સુધી મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. અને ત્યારબાદ કૂદકો માર્યો હતો. જેમાં તેને માથા, હાથ અને પાંસળીઓમાં ગંભીર ઈજાઓ થઈ હતી. હાલ જતીન ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. બે બહેનોનો એકનો એક ભાઈ જતીન વહેલી તકે સાજો થઈ જાય એવી પ્રાર્થના મિત્રવર્તુળ કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here