તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં નવો ખુલાસો આવ્યો સામે

સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં નવો ખુલાસો સામે આવ્યો છે. તક્ષશિલા આર્કેડમાં ફાયર સેફ્ટીના તમામ નિયમોનો ભંગ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, તક્ષશિલા આર્કેડમાં ટેરેસ પર ડોમમાં આ ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા. ડોમમાં ટ્યુશન ક્લાસમાં વિવિધ વાહનોના રબરના ટાયરો પણ રાખવામાં આવ્યા હતા.

જ્યારે શોર્ટ સર્કિટથી આગ લાગી ત્યારે આ રબરના ટાયરો પણ આગની લપેટમાં આવતા આગે વિકરાળ રૂપ લીધુ હતુ. ટાયરો સળગવાના કારણે આગ વધી અને વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં પણ તકલીફો પડતા આખરે કેટલાક વિદ્યાર્થીઓ ચોથા માળેથી છલાંગ પણ લગાવી. આ ટાયરો વિવિધ એક્ટિવીટી માટે રાખવામાં આવ્યા હતા.

ત્રીજાથી ચોથા માળે જવાની સીડી પણ લોખંડની હતી અને સીડીના પગથિયા લાકડાના હતા. જેથી લાકડાની સીડીઓ પણ આગની લપેટમાં આવી હતી. જેથી દાદરાના પેસેજમાં લાગેલી આગના કારણે વિદ્યાર્થીઓ સીડીઓ ઉતરી શક્યા નહીં અને બહાર આવી શક્યા નહીં. જે બાદ આ દુઃખદ હોનારત સર્જાઈ.

સુરતના સરથાણામાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં આગ લાગતા 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. સરથાણામાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી. જો કે હવે સારવાર દરમિયાન વધુ એક વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. હેપ્પી નામની વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત થયુ છે. કિરણ હોસ્પિટલમાં વિદ્યાર્થિનીની સારવાર ચાલી રહી હતી. આ સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનુ મોત થયુ છે. ટ્યુશન ક્લાસીસમાં અગ્નિકાંડમાં મૃત્યુઆંક 20 એ પહોંચ્યો છે.

જો કે એક મળતાં અહેવાલ મુજબ સુરતના સરથાણામાં તક્ષશિલા અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાંચે ટયુશન સંચાલક ભાર્ગવ  બુટાણીની ધરપકડ કરી છે.  જ્યારે સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ લગાવના મામલે બિલ્ડર અને ટયુશનના સંચાલક સામે ફોજદારી ફરિયાદ નોંધાઇ છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં આઇપીસી 304 કલમ મુજબ ગુનો નોંધાયો છે.

સુરતની દુર્ઘટના બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં તંત્ર દ્વારા ટ્યુશન ક્લાસિસના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તંત્રએ ડ્રોઈંગ ક્લાસિસના સંચાલક ભાર્ગવ બૂટાણી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જે બાળકો બચ્યાં એમણે કહ્યુંઃ મરવું તો નક્કી જ હતું, વિચાર્યું કે કૂદી જઇએ તો બચી જઇશું…

બધા કહેવા લાગ્યા, કૂદો..કૂદો… એટલે કૂદી ગયો, પણ બચી ગયો

હું અલોહા નામે ચાલતા માઇન્ડ ફ્રેશ એટલે કે મેન્ટલી ડેવલપ ક્લાસિસમાં હતો તે વખતે ધુમાડા દેખાયા. અમારા જેનીશા મેડમ સાથે હું પણ બહાર નીકળ્યો. ત્રીજા માળે પહોંચ્યો. ત્યાંથી મેડમ દેખાયા જ નહીં. મારી પાસે ત્રીજા માળેથી કૂદવાનો એક જ રસ્તો હતો. હું કૂદી ગયો બાદમાં નીચે એક મૃતક અને ઝીલવા માટે પણ લોકો હતાં. ભગવાને કર્યું ને મને લેશમાત્ર ઇજા થઈ નથી. – રામ વાઘાણી, 15 વર્ષ

મરવાનું જ હતું તો પછી કૂદીને બચવાનો વિકલ્પ પસંદ કર્યો

અમે વીસેક વિદ્યાર્થીઓ ક્લાસિસમાં હજુ તો બેઠા જ હતા ત્યાં ધુમાડા દેખાવા લાગ્યા. પહેલા તો કાગળિયા સળગ્યા હોવાની વાત માની પણ એક વ્યક્તિએ આગ મોટી હોવાની વાત કરતા જ બહાર નીકળીને જોયું તો આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

બારી બારણાં તોડી નીકળવાનો પ્રયાસ કર્યો પણ ક્યાંય જવાની જગ્યા ન હતી. પરિણામે ક્લાસિસમાં રહીને મરવા કરતા કૂદકો મારી ચાન્સ લેવા નિર્ણય કર્યો. કૂદકો મારી પણ દીધો. હાથમાં ને માથામાં ઇજા થઈ. – રુચિત વેકરિયા, વિદ્યાર્થી

ભગવાનનું રટણ કરતાં કૂદી પડી ને લોકોએ મને કેચ કરી લીધી…!

અમારી સાથે 3 વર્ષનો એક અને બાકીના 5 થી 6 વર્ષના નાના બાળકો પણ હતાં. કોમ્પલેક્ષમાં એન્ટ્રી- એક્ઝિટ એક જ છે અને ત્યાંથી જ ધૂમાડો આગ લપકારા લેતી હતી સ્વાસ પણ લઈ શકાઈ તેવી સ્થિતિ ન હતી બાળકોને બચાવવા પ્રયાસ કર્યો પણ બચવા માટેનો કોઈ રસ્તો જ ન હતો.

અમારા સાહેબો પણ કૂદી ગયાં હતાં. જીવ બચી જશે તેમ વિચારીને કૂદકો મારી દીધો..નીચે લોકોનું ટોળુ હતું તેઓએ મને કેચ કરી લેતાં જીવ બચી ગયો..પગમાં શરીરે ઈજાઓ થઈ છે. – રેન્સી પ્રકાશભાઈ રોય (18)

કાચ તોડીને નીચે ઝંપલાવી દીધું લોકોએ મને ઝીલી લીધી…!

ક્રિએટર ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનમાં અભ્યાસ કરું છું. ત્યાં અલોહા વૈદિક ગણીતના ક્લાસિસ પણ ચાલે છે ત્યાં 10 થી 15 વર્ષના બાળકો અભ્યાસ કરે છે. આગ ધુમાડાને લીધે બધા ખુબજ ડરી ગયા હતાં. બચાવોની બૂમાબૂમ ચિચિયારીઓ પાડતાં હતાં.

અમારી સાથે 20 જેટલા વિદ્યાર્થીઓ હતાં. બચાવા માટે અમે કાચ તોડી પાડ્યો હતો ત્યાર બાદ મેં નીચે ઝંપલાવી દીધું હતું. લોકોના ટોળાએ મને ઝીલી લીધી હતી તેથી જીવ બચી ગયો છે. – આરઝુ કિશોરભાઈ ખુંટ (18 )

સુરતમાં સળગતી બિલ્ડીંગ પરથી કુદકો લગાવનાર રામને લેશમાત્ર ઈજા ન થઈ

સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશીલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 10થી વધુ વિદ્યાર્થીઓએ કુદકા લગાવ્યા હતાં. જેમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં રામ વાઘણીએ પણ કુદકો લગાવ્યો હતો. જો કે સદનસીબે રામને જરા સરખી પણ ઈજા થઈ નહોતી.

છ મહિનાથી ક્લાસમાં આવતો

15 વર્ષિય રામ વાઘાણીએ જણાવ્યું હતું કે, તે છ મહિનાથી ક્લાસમાં આવતો હતો. સાડા ચારનો ટાઈમ હતો પરંતુ ચાર વાગ્યે આવી ગયેલો. ધુમાડા દેથતા બારીમાંથી નીચે જોયુ ત્યારે લોકો આમતેમ દોડતા હતાં. જેથી તે નીચે જાય તે પહેલાં આગના કારણે ઉપર જતો રહ્યો હતો.

કુદવાનો રસ્તો મળતા માર્યો કુદકો

‘હું આલોહા નામે ચાલતા માઇન્ડ ફ્રેશ એટલે કે મેન્ટલી ડેવલપ ક્લાસિસમાં હતો તે વખતે ઘુમડા દેખાયા. અમારા મેડમ જેનીશાબહેન સાથે હું પણ બહાર નીકળ્યો. ત્રીજા માળે પહોંચ્યો. ત્યાંથી મેડમ ગાયબ થઇ ગયા. મારી પાસે ત્રીજા માળેથી કૂદવાનો એક જ રસ્તો હતો. હું કૂદી ગયો. ભગવાને કર્યું ને મને લેશમાત્ર ઇજા થઈ નથી. આ રહ્યો હું તમારી સામે.’ -રામ વાઘાણી (ઉ.વ.૧૫)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here