સુરજ આથમ્યા પછી જો ભૂલથી પણ કરો છો આ કામ, તરત જ બંધ કરી દો, નહિ તો ભોગવવું પડશે મોટું નુકશાન

આપણા દિવસ ની શરૂઆત સૂરજ ઉગતાની સાથે જ થાય છે. આખો દિવસ કામ કરવા છતાં પણ દિવસ આથમ્યા આથમી જાય તો પણ કામ અટકતું નથી. આપણે સૌ જાણીએ છીએ કે ઘરની અંદર માત્ર લક્ષ્મીની કૃપા વરસે છે એટલે ક્યારેય દુઃખ દર્દ આવતું નથી. જો માતા લક્ષ્મી નારાજ થઈ જાય અને તેને ના ગમે એવી વસ્તુ કરવામાં આવે તો તે નારાજ થઈ જાય છે. જેના કારણે ઘરમાં સમૃદ્ધિ શાંતિ દૂર થઈ જાય છે.

જ્યોતિષ અને પૌરાણિક કથાઓ અનુસાર સૂરજ આથમ્યા પછી અમુક કામ ન કરવા જોઈએ. આજની વ્યસ્ત ભરેલી જિંદગીમાં ઘણા લોકો કામ પૂરું કરવા માટે સૂરજ આથમ્યા પછી પણ કામ કરતા હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે કયા કયા કામ સૂરજ આથમ્યા પછી ના કરવા જોઇએ.

ઘણા બધા એવા કામ હોય છે કે આપણે સૂર્યના આથમ્યા પછી બંધ કરતા નથી અને સતત ને સતત મુશ્કેલી ઊભી થાય છે. સમસ્યાઓ બંધ થવાનું નામ જ લેતી નથી જો આવું થઈ રહ્યું છે તો તમે તમારી આ ભૂલ ન કરે તો સુધારી લો.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂરજ આથમ્યા પછી ક્યારેક કપડાં ધોવા નહીં. કપડા ધોવા માટે યોગ્ય સમય ફક્ત સવારનો જ છે. રાત્રી દરમિયાન કપડાં ધોવા નહીં એવી માન્યતા છે કે ખુલ્લા આકાશમાં સૂરજ આથમ્યા પછી કપડાં ફેલાવાથી અથવા તો સુક્વવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે.

સૂર્યાસ્ત પછી તુલસીના પાન તોડવા નહીં. ઘણા લોકો સૂરજ આથમ્યા પછી પણ તુલસીના પાન તોડતા હોય છે. પરંતુ આમ કરવાથી માતા તુલસી નારાજ થાય છે માતા તુલસી સાક્ષાત લક્ષ્મીજી નો અવતાર છે. પથારીમાં બેસીને જમવું એ પણ એક ખરાબ થયું છે સાંજના સમયે સૂતી વખતે પથારીમાં બેસીને જમવાથી નકારાત્મક ઉર્જા આવે છે. અને ઘણીવાર તો ખરાબ સપના પણ આવે છે.

સૂર્યાસ્ત સમયે કે પછી ક્યારે કચરો વાળવો નહિ. એવું કહેવાય છે કે સૂર્ય આથમી જાય પછી ઘર માં થી જાડુ મારવામાં આવે તો આવેલી ઘરની લક્ષ્મી ઘરમાંથી દૂર થઈ જાય છે. સૂર્ય આથમ્યા પછી કોઈ વ્યક્તિને ઉધાર આપવું નહીં આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ છે અને નસીબનું શુભ ફળ બીજા વ્યક્તિને મળી જાય છે.

સુર્યાસ્ત પછી કોઈ પણ ભૂલથી કોઈ વૃક્ષનું પાંદડું તોડવું જોઈએ નહિ. જો કોઈ ફૂલ છોડ નું પાન કરવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. શાસ્ત્રો અનુસાર રાત્રે વૃક્ષો આરામ કરતા હોય છે. તો તેને ખલેલ પહોંચાડવી નહીં અને સૂર્ય આથમતી વખતે ક્યારેય પણ સુવું ન જોઈએ.

જો રાત્રે ખોરાક વધ્યો હોય તો તેને ક્યારેક ખુલ્લો રાખવો નહિ. તેને હંમેશા ઢાંકીને જ રાખવો જોઈએ. જો ખોરાક અથવા દૂધ ખુલ્લા મૂકશો તો નકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે. સૂર્યાસ્ત પછી ક્યારેય વાળ કપાવવા ન જોઈએ. જો સાંજ પછી તમે વાળ કપાવવો છો તેનાથી શરીરમાં નકારાત્મક શક્તિ નો પ્રવેશ થાય છે. સૂર્યાસ્ત સમયે ભોજન ન કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here