સારું ખાઈને અને કસરત કરીને શરીરને હેલ્ધી રાખી શકાય છે. જેના માટે ઘણાં લોકો કેટલાક હેલ્ધી ફૂડ્સ પણ ખાતાં હોય છે. સારાં સ્વાસ્થ્ય માટે હેલ્ધી અને ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર ફૂડ્સ ખાવા ખૂબ જ જરૂરી છે. શિયાળો જાય તે પહેલાં જ કેટલાક હેલ્ધી ફૂડ્સ ખાઈ લેજો. જેનાથી આપણાં શરીરની નબળાઈ દૂર થાય છે, તાકાત મળે છે, ઈમ્યૂનિટી વધે છે, મેટાબોલિઝ્મ સારું રહે છે, વજન કંટ્રોલમાં રહે છે અને રોગો શરીરમાં પ્રવેશતા નથી. જેથી હમેશાં નિરોગી રહેવા તમે પણ અહીં જણાવેલા 10 સુપર ફૂડ્સને તમારી ડાયટમાં અવશ્ય સામેલ કરજો.
નટ્સ
આમાં પોટેશિયમ, મેગ્નેશિયમ હોય છે. જે બીપી નોર્મલ રાખે છે અને હાર્ટ પ્રોબ્લેમથી બચાવે છે.4-5 નટ્સ રોજ ખાઓ અથવા ફ્રૂડ સલાડમાં મિક્ષ કરી ખાઓ.
તલ
આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જે શિયાળામાં થતી બીમારીઓથી બચાવે છે. આ ડાઈજેશન ઈમ્પ્રૂવ કરે છે. તલના લાડુ અથવા ચટણી બનાવીને ખાઓ.
ગોળ
આની તાસીર ગરમ હોય છે. જેથી તેને ખાવાથી શરદી-ખાંસીમાં રાહત મળે છે. ગોળ ખાવાથી સ્કિનનું મોઈશ્ચર જળવાય છે. ગોળની ચા અથવા તલ-ગોળના લાડુ ખાઓ.
ગાજર
આમાં વિટામિન એ વધુ માત્રામાં હોય છે. જેથી તેને ખાવાથી ઈમ્યૂનિટી વધે છે અને બીમારીઓ દૂર થાય છે. ગાજરનો હલવો બનાવીને ખાઓ અથવા તેનો જ્યૂસ પીવો.
મેથીની ભાજી
આમાં પોટેશિયમ અને આયર્ન હોય છે. જેનાથી નબળાઈ અને હાર્ટ પ્રોબ્લેમ દૂર થાય છે. મેથીની ભાજી અથવા સૂકી મેથીના લાડુ બનાવીને ખાઓ.
શક્કરિયા
આમાં ફાયબર અને વિટામિન એ હોય છે. જે આંખો અને પાચનને હેલ્ધી રાખે છે. તેને બોઈલ કરીને અથવા રોસ્ટ કરી ખાઓ.
આદુ
આમાં જિન્જેરોલ હોય છે. જેનાથી ઈમ્યૂનિટી વધે છે અને બીમારીઓ સામે રક્ષણ મળે છે. આદુની ચા બનાવીને પીવો અથવા ભોજનમાં સામેલ કરો.
મગફળી
આ કોલેસ્ટ્રોલ ઓછું કરી હાર્ટ પ્રોબ્લેમથી બચાવે છે. આમાં ગુડ ફેટ હોય છે. જેનાથી સ્કિનનું મોઈશ્ચર જળવાય છે. તેની ચિક્કી અથવા ચટણી ખાઓ.
ઈંડા
આમાં ફોલિક એસિડ, વિટામિન ડી હોય છે. જેનાથી હાડકાં મજબૂત બને છે અને સ્ટેમિના વધે છે. બોઈલ ઈંડા અથવા સલાડમાં નાખીને ખાઓ.
ફિશ
આમાં ઝિંક, ઓમેગા-3 ફેટી એસિડ્સ હોય છે. જેનાથી બોડીને ગરમાવો મળે છે અને સ્કિનનો ગ્લો વધે છે. ગ્રિલ અથવા રોસ્ટ કરીને ખાઓ.
“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…