શું તમે જાણો છો? ભગવાન વિષ્ણુ ને સુદર્શન ચક્ર કોણે આપ્યું હતું? જાણો તેના પાછળની કથા,ધાર્મિક વાતો બીજાને શેર કરી જણાવો

આપણા ધાર્મિક ગ્રંથોમાં ભગવાન વિષ્ણુનું ખુબ જ વર્ણન કરવામાં આવે ત્યારે તેની સાથે સુદર્શન ચક્ર હોય છે. તેની પાસે એક એવું ચક્ર હતું કે કોઈપણ શસ્ત્ર સુદર્શન ની સામે ટકી ન શકે. સુદર્શન ચક્રે ભગવાન વિષ્ણુનું હથિયાર હતું. સુદર્શન ચક્ર દ્વારા દેવતાઓની રક્ષા કરવામાં આવે છે. સાથે સાથે રાક્ષસનો સંહાર પણ કરવામાં આવે છે. આ ચક્ર જ્યારે કોઈના પર છોડવામાં આવે તો તે ભાગી જાય તો તેમ છતાં પણ આ ચક્ર તેની પાછળ પીછો કરીને તેનો વધ કરીને જ પાછુ આવે છે.

શું તમે જાણો છો કે ભગવાન વિષ્ણુ પાસે રહેલા આ સુદર્શન ચક્ર કેવી રીતે તેની પાસે આવ્યું અને તેને ક્યાંથી મળ્યું હતું? તો ચાલો આજે આપણે તેના વિશે જાણીએ. એવું કહેવામાં આવે છે કે, જ્યારે દાનવોનો અત્યાચાર ખૂબ જ વધી ગયો હતો. ત્યારે દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેની આરાધના કરવા લાગ્યા. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને સર્વે દેવો મળીને ભગવાન શંકર પાસે ગયા અને તેની આરાધના કરી.

ભગવાન વિષ્ણુ શંકર ને ખૂબ જ શ્રદ્ધાથી કમળના ફૂલ અર્પણ કર્યા હતા. ત્યારબાદ ભગવાન શંકરે વિષ્ણુની પરીક્ષા કરવા માટે જ્યારે તે કમળનું ફૂલ લાવ્યા હતા તેમાંથી એક ફૂલ લઈને સંતાડી દીધુ. પરંતુ ભગવાન વિષ્ણુ શંકર ની આ માયા ને સમજી ન શક્યા અને આ એક ફૂલની ખોટને પૂરી કરવા માટે વિષ્ણુએ પોતાની એક આંખ ભગવાન શંકરના ચરણોમાં અર્પણ કરી દીધી.

આ જોઈને શંકર ભગવાન ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. અને મહાન સુદર્શનચક્ર ભેટ આપ્યું. ભગવાન શિવે કહ્યું કે આ ચક્ર એ ખૂબ જ સર્વશ્રેષ્ઠ છે. અને ખૂબ જ ધારવાળું છે. બે યુગોથી આ યુક્ત છે. અને દરેક શસ્ત્રો કરતા આ શાસ્ત્ર ઉચ્ચ માનવામાં આવે છે. દરેક અસ્ત્રોના નાશ કરે છે. આ ઉપરાંત સજ્જન રક્ષા માટે આ શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આ શસ્ત્ર ની અંદર દેવતાઓ, રાશિઓ, ઋતુ, અગ્નિ, સોમ, મિત્ર, વરુણ, હનુમાન, ધન્વંતરી, ટોપ અને પ્રજાપતિ દરેક આની અંદર રહેલા છે.

આ દરેક વ્યક્તિઓ સાથે મળીને સામે જો કોઈ શત્રુ હોય તો તેનો નિર્ભય રીતે નાશ કરે છે. અને આપણી રક્ષા કરે છે. આ સુદર્શન ચક્ર સૃષ્ટિ પર સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રને ધારણ કરીને અનેક દેવતાઓના અને શત્રુઓનો સંહાર કર્યો હતો. અને દેવતા ને બચાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here