આ કહાની તમારા બધા સમાપ્ત થઈ ગયેલ સંબંધો ને જીવંત બનાવશે

જીવન માં દરેક માણસ સુખ ની શોધ માં હોય છે તેથી જ માણસે સમાજ ની રચના કરી સમાજમાંથી આપણને મળતા સંબંધો ઘણી વાર આપણા જીવનનો આધાર બની જાય છે.

પરંતુ જો સંબંધો માં ખટાશ આવી જાય તો પછી જીવવું મુશ્કેલ થઈ જાય છે. એક ગામ હતું, નદીના કાંઠે વસેલું એક ખીલતું ગામ, જ્યાં બે ભાઈઓ રહેતા હતા બંને ભાઈઓ બાળપણથી ખૂબ જ આધ્યાત્મિક અને હૃદયથી સ્પષ્ટ હતા. તેમના સંબંધો જોઈને આખું ગામ તેમને દાખલો આપતો.

બન્ને ભાઈઓ ને આધ્યાત્મિક નું સારું જ્ઞાન હતું, અને એ ગામ માં વહેંચવાનો પ્રયત્ન કરતા હતા સમય પસાર થઈ રહ્યો હતો, અને બંનેનો પરિવાર એક સાથે જીવન પસાર કરી રહ્યા હતા.

એક દિવસ બન્ને ભાઈઓ વચ્ચે ધંધા ને લઈ ને ઝગડો થયો, નાના ભાઈએ મોટા ભાઈને કેટલાક કઠોર શબ્દો બોલ્યો અને મોટો ભાઈ પણ આ સહન ન કરી શક્યો અને તેણે પણ લડવાનું શરૂ કરી દીધું. આધ્યાત્મિકતા અને અભ્યાસ બંનેની સમજ અહીં એવી ને એવી જ રહી.

વર્ષો વીતી ગયા અને બંને ભાઈઓએ એક બીજાને જોયો પણ નહીં.એક દિવસ નાના ભાઈની દીકરીનાં લગ્ન નક્કી થયા, બધા ગામલોકોએ નાના ભાઈને સમજાવ્યું કે મોટા ભાઈ વિના લગ્ન કેવી રીતે શક્ય છે, તેથી નાના ભાઈને તેની ભૂલ સમજાઈ અને મોટા ભાઈ ની જોડે ગયો.

જતા જ એ એના મોટા ભાઈ ના પગ માં પડી ગયો અને પોતાના કૃત્ય માટે માફી માંગી. મોટો ભાઈ વર્ષો વીતી ગયા પછી પણ તે અપશબ્દો ને ભૂલી શક્યો ન હતો. તેણે નાના ભાઈને માફ ન કર્યો અને લગ્નમાં આવવાની ના પાડી. નિરાશ થઈને નાનો ભાઈ તેના ગુરુજી પાસે પહોંચ્યો. આ એ જ ગુરુજી હતા, જેમનું જ્ઞાન પ્રાપ્ત કરી ને બન્ને ભાઈ આધ્યાત્મિકની સરણમાં આવ્યા હતા.

બીજે દિવસે મોટો ભાઈ ગુરુજીને મળવા આવ્યો ત્યારે તેણે તેમને ગઈકાલની બધી વાતો વિશે પૂછ્યું ત્યારે મોટો ભાઈ ગુસ્સે થયો અને કહ્યું, ગુરુજી, એને મારુ અપમાન કર્યું છે.

એ હું ક્યારેય ભૂલી શકતો નથી. ગુરુજી એ હસી ને કહ્યું કે ના ભુલીસ પણ પંરતુ તું એતો જણાવ કે 10 દિવસ પહેલા જે મેં સત્સંગ કર્યું હતું એમ શું જ્ઞાન આપ્યું હતું. બિચારો મોટો ભાઈ વિચારમાં પડી ગયો અને માફી માંગતા કહ્યું કે મને યાદ નથી ત્યારે ગુરુજી એ કહ્યું કે.

જયારે તમે સારી વાત 10 દિવસ સુધી પણ યાદ નથી રહેતી તો ખરાબ વાત આટલા વર્ષો સુધી કેવી રીતે યાદ છે. ગુરુજી ની વાત સાંભળી ને એ એમના પગ માં પડી ને રડવા લાગ્યો અને એને અહેસાસ થયો કે આ ખોટું છે. તે તરત જ તેના ભાઈ પાસે પહોંચ્યો અને બંને ભાઈઓ ફરી એક સાથે રહેવા લાગ્યા.

આ કહાની બધા લોકો માટે બે પાઠ સમાન છે. પહેલું એ છે કે જો તમે તમારી જાતને આધ્યાત્મિક માનો છો, તો પછી તમે કેવી રીતે અહંકાર, નિરાશા અને ક્રોધ લાવી શકો છો.

આધ્યાત્મિકતા એ આપણા મન અને મગજને શાંત કરવાની પ્રક્રિયા છે.એની સરણ માં આવનારો ક્ષમા આપે છે ના કે ગુસ્સો, બીજો પાઠ એ છે કે જ્યારે આપણે પાછલા દિવસની સારી વસ્તુને પણ યાદ કરવામાં અક્ષમ છીએ, ત્યારે આપણે વર્ષો જૂની ખરાબ વસ્તુ પરના આપણા સંબંધોને કેવી રીતે સમાપ્ત કરી શકીએ.

જો કોઈએ તમારા હૃદયને નુકસાન પહોંચાડ્યું હોય, તો તમે તેના શબ્દોને યાદ કરો ત્યાં સુધી તમને ખરાબ લાગશે તમારા મગજમાં તે વસ્તુઓ બનાવો જે તમારી ખુશીનું કારણ બની છે, નહીં કે તમે જેની આસપાસ ગુસ્સો, દ્વેષ અને નિરાશાથી ઘેરાયેલા છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here