મોટી શેઠાણી – નો કામ કરનારી નોકરાણી પ્રત્યે પ્રેમ, વાંચો એક સત્યઘટના આધારિત પ્રેરક પ્રસંગ

કુમુદ વર્ષોથી કૈલાશ શેઠાણીને ત્યાં કામ કરતી પણ કુમુદ હજુ 22 વર્ષની જ હતી. આનો ઇતિહાસ સમજવા આજથી 20 વર્ષ પાછળ જઇયે.

કૈલાશ શેઠાણી ના વરનો દિલ્હીમાં મોટો બિઝનેશ, કરોડોની રોજની આવક જાવક પણ કૈલાશ શેઠાણી ને દિલ્હીમાં મજા ના આવી એટલે એ અહીં અમદાવાદ જ રહેતા.

કૈલાશ શેઠાણી ખુબજ ચોક્સાઇ તમામ વાતોમાં રાખતા આથી તેમણે ત્યાં કામ કરવા આવેલ પૂનમ-અને પુનિતા ને પણ બોવજ ચોક્સાઇ રાખીને લીધેલા. સમય જતાં પૂનમ-પુનિતાને એક બાળકી આવી,પણ કૈલાસ શેઠાણીને હજુ કોઈ સંતાન નહોતું. લગ્ન ને એમને 12 વર્ષ વીતી ગયા પણ કોઈ સંતાન ના હોવાથી તેઓ પૂનમ-પુનિતાના સંતાન ને પોતીકું જ માનતા.

કુમુદના માતાપિતા પૂનમ પુનિતા બિહારના રેહવાસી હોઈ એક વાર છઠ વખતે ઘરે જઈ રહ્યા હતા. ગુજરાત થી ટ્રેન માં ગયા,પટના ઉતર્યા પછી બસ માં જઇ રહ્યા હતા અને સંજોગે બસ ન અકસ્માત નડ્યો. જેમાં પૂનમ પુનિતા સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા પણ નાનકડી 2 વર્ષની કુમુદને ભગવાને એક નાનકડી ઇજા ના પહોંચવા દીધી.

આ અકસ્માત થયા બાદ 2 દિવસ પછી કૈલાશ શેઠાણીને ખબર પડી કે આવું થયુ છે અને કુમુદ એકલી બચી છે.

કૈલાશ શેઠાણીએ બીજે દિવસે સીધી ફ્લાઇટ પટના ની પકડી અને મોટા શેઠ એ ત્યાં ગાડીની વ્યવસ્થા કરી એટલે એરપોર્ટ થી નીકળી ને સીધા પૂનમ ના ગામે પહોંચ્યા.

ત્યાં પહોચી ને જોયુ તો પૂનમના ઘરમાં પૂનમના ભાઈ ભાભી સિવાય કોઈ નહોતું. અને એમને ભગવાને 5 બાળક આપ્યા હતા. (કર્મ જોવો જે કરોડપતિ ને જરૂર છે ત્યાં 1 નથી, જેને જોઈતા નથી તેને 5 છે) અને કુમુદ હવે 6 ઠી.

કૈલાસ શેઠાણીએ વાત કરી બધાને અને એક ખૂબજ સુંદર નિર્ણય લીધો કે હું કુમુદ ને દત્તક લવ છું.

અમુક એ વિરોધ પણ કર્યો પણ એના ભાઈ-ભાભી પરિસ્થિતિ સામે વાકેફ હતા એટલે એમને સંમતિ આપી, દસ્તાવેજી કાગળ તૈયાર થઈ ગયા. શેઠ પોતાનો એક દિવસ કામ છોડીને બિહાર આવ્યા અને આખું ગામને જમાડી ને શેઠાણીએ જાહેર કર્યું કે હું કુમુદ ને દત્તક લવ છું.

હવે શેઠાણી અમદાવાદ આવ્યા, અને કુમુદ ની સંભાળ લેવા લાગ્યા, થોડાં વર્ષો બાદ કુમુદ ને અમદાવાદની સૌથી સારી અંગ્રેજી માધ્યમ માં એડમિશન કરાવ્યું. કુમુદ ભણવામાં પણ હોશિયાર હવે સમય જતાં કુમુદ મોટી થઈ લગભગ 17-18 વર્ષ ની થતાં અમુક નોકરો જે કામ કરતા એ એને શેઠાણી વિરુદ્ધ ચડાવતા અને કેહતા કે શેઠાણી તારી માતા નથી તને તો દત્તક લાવ્યા છે અને બીજું પણ બોવ કેહતા.

પણ કુમુદ કોઈ દિવસ આવું માથે નહોતી લેતી. કેમ કે કૈલાશ શેઠાણી એને ક્યારેય નહોતા લાગવા દેતા કે એ એના માતા નહોતા.

હવે કુમુદ મોટી થઈ કોલેજ પુરી કરયા બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અમદાવાદની ખ્યાતનામ સંસ્થા માં એડમિશન લીધું હવે કૈલાશ શેઠાણી અને શેઠ એ કુમુદ માટે છોકરાંઓ જોવાના પણ ચાલુ કરી (ક્યાં માં બાપ ને ઈચ્છા ના હોઈ કે કન્યાદાન કરવાનું ?).

એક સારા બિઝનેશ કુટુંબીમાં શેઠ શેઠાણી ને યોગ્ય લાગ્યું એટલે એમને કુમુદ માટે છોકરો જોયો. કુમુદને પણ ગમ્યું, અને નક્કી કર્યું તારીખ આવી વસંતપંચમી ની શેઠ-શેઠાણીએ જાતે જઈને બિહાર ના એ નાનકડા ગામ માં તમામ ને ઘરે ફરી ફરી ને ઈનવીતેશન આપ્યું ઉપરાંત તેમના આવવા-જવા માટે આખી ટ્રેન ની બોગી નક્કી કરી ને રિઝર્વ કરાવી.

હવે લગ્ન નો દિવસ આવી ગયો, એટલે લગ્ન ન 1 દિવસ અગાવ શેઠાણી એ તમામ વાત કુમુદ ને જાતે કહી કે તારા માતાપિતા ના અવસાન બાદ હું તને અમદાવાદ લાવી હતી, ત્યારે ખુદ કુમુદ ને આ વાત સાચી નહોતી લાગતી કેમ કે કુમુદ ખુદ ને શેઠાણીનું સંતાન સમજતી, અને શેઠાણી એ કોઈ દિવસ એવું રાખ્યુ પણ નહોતું જેથી કુમુદને દુઃખ થાય.

લગ્નની વાળી શેઠએ અમદાવાદ ની સૌથી મોટી રાખી હતી,શેઠ શેઠાની એ એમના તમામ સગાંવહાલાં ને બોલાવ્યા હતા લગભગ લગભગ શેઠે પોતાની 50% જિંદગી ની રકમ આ લગ્ન માં વાપરી.

કુમુદ ને પણ આખી સોને મઢી એમ કહી શકાય. બિહારથી તમામ આવી ગયા હતા, જેમને પણ હોટેલ માં રાખ્યા, અમુકને તો એમની જિંદગીમાં પેહલી વાર આવી હોટેલ જોઈ હશે.

જાન આવી માંડવે ને તૈયાર હતી, હવે સમય હતો કન્યાદાન નો.

ત્યારે કૈલાશ શેઠાણીએ માઇક ઉપર જઈ ને કહ્યું કે મારી દિકરી કુમુદનું કન્યાદાન ખાસ એના બિહારથી આવેલા પરિવારના સભ્યો કરશે. ખાસ એના કાકા-કાકી અને ભાઈઓ કરશે.

ત્યારે અર્ધા લોકો ચોકી ગયા કેમ કે મોટાભાગના ને એવું હતું કે કુમુદ શેઠાણીની છોકરી જ છે.

પણ તેજ વખત કુમુદના કાકા-કાકી આગડ આવ્યા અને કહ્યું શેઠાણી આને આખી જિંદગી તમે સાચવી, પાલવી,ભણાવી, ગણાવી અને મોટી કરી પણ અમે એના પરિવારજનો છે જ્યારે તમે એના પરિવાર ના ખાસ સદસ્યો છો માટે આ કન્યાદાન આપે કરવાનું.

શેઠ શેઠાણીએ પણ હા પાડી પણ તેઓ કુમુદના માતાપિતા નો એક ફોટો સાથે લઈને બેઠા કુમુદનું કન્યાદાન કરવા, અને આખો પરિવાર એક થઈ ને કુમુદનું લગ્ન પતાવ્યું.

કુમુદ આજે પણ પોતાનું પિયર કૈલાશ શેઠાણીને ત્યાંજ ગણે છે. કૈલાશ શેઠાણી આજે પણ પોતાની દીકરી સમજી ને કુમુદને આવકારે છે. કુમુદ પણ પોતાના માતાપિતા શેઠ-શેઠાની નેજ ગણે છે.

આજની તારીખમાં પણ આવા સંબંધો ભારતમાં છે, આવી કહાનીઓ અમદાવાદ ના ખુણે ખૂણે છે, કદાચ તમારા આસપાસ પણ હશે.

તમને આ સ્ટોરી કેવી લાગી ? કમેન્ટ માં જરૂર જણાવજો. ટૂંક સમયમાં બીજી સ્ટોરી પણ આવશે જેથી પેજ લાઈક કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here