સલમાનનો હેર સ્ટાઈલિસ્ટ વાળ કાપીને કરે છે 200 કરોડ રૂપિયાનો બિઝનેસ, હમણાંજ જોઈન કરી BJP

સલમાનનો હેર સ્ટાઈલિસ્ટ વાળ કાપીને કરે છે 200 કરોડ રૂપિયાનો બિઝનેસ ‘ધ જાવેદ હબીબ’ બ્રાન્ડના બેનર હેઠળ 110 શહેરોમાં 655 સલુન અને 15 લાખ ગ્રાહકો છે.

‘ધ જાવેદ હબીબ’ બ્રાન્ડના બેનર હેઠળ 110 શહેરોમાં 655 સલુન અને 15 લાખ ગ્રાહકો છે.

મુંબઈઃ સલમાનના હેર સ્ટાઈલિસ્ટ રહી ચૂકેલા અને ફ્રેન્ચ સાહિત્યમાં સ્નાતક કરનારા જાવેદ હબીબે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે,વાળ કાપવાના કામને પોતાની કરિયર બનાવશે. જોકે આ તેના વડવાઓનું કામ હતું. પરંતુ તેના પેરેન્ટ્સ તેની પાસે આ કામ કરાવવા માગતા નહોતા. આજે દેશભરમાં ‘ધ જાવેદ હબીબ’ બ્રાન્ડના બેનર હેઠળ 110 શહેરોમાં 655 સલુન અને 15 લાખ ગ્રાહકો છે. ફોર્બ્સ મુજબ હાલ તેઓ હેર સલુન દ્વારા લગભગ 200 કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે.

જેએનયુમાં થયા સ્નાતક

બાળપણથી સારી રીતે ઉછરેલા જાવેદે દેશની પ્રતિષ્ઠીત યુનિવર્સિટી જેએનયુમાં સ્નાતકની ડિગ્રી લીધી. ત્યાર બાદ તેણે પોતાના બાપ-દાદાના ધંધામાં જ કરિયર બનાવવાનો નિર્ણય કર્યો. આજે આ વ્યક્તિ હેર સ્ટાઈલિંગની દુનિયામાં ટોચનું નામ છે.

દેશના પ્રતિષ્ઠિત હેર એક્સપર્ટ જાવેદ હબીબે પોતાના અનુભવના આધારે વાળને મજબૂત રાખવા માટે કહ્યું હતું કે, ચહેરા પર સ્મિત અને હસમુખો ચહેરો રાખવાથી વાળને પૌષ્ટિકતા મળે છે તેમજ વાળમાં પ્રાકૃતિક ચમક આવે છે. સુંદર અને આકર્ષક વાળ મેળવવા માટે ખાણી-પીણી પર પણ પૂરતું ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત તમારા વાળને સ્વચ્છ રાખવા માટે ઠંડા પાણીનો જ ઉપયોગ કરો અને કન્ડિશનર કરવાથી વાળ ચમકદાર બનશે.

જાવેદ હબીબ ભાજપમાં જોડાયા, કહ્યું વાળના ચોકીદાર પછી હવે દેશનો ચોકીદાર. સેલિબ્રિટીના હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ સોમવારે દિલ્હી ખાતે ભાજપમાં જોડાઇ ગયા છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી તેમણે મીડિયા સાથે કરેલી વાતચીતમાં કહ્યું  હતું કે, અત્યાર સુધી હું વાળનો ચોકીદાર હતો હવે હું દેશનો ચોકીદાર બની ગયો છું.

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનના આગલે દિવસે જ તેમણે આ જાહેરાત કરી હતી. લોકસભાની ચૂંટણી સાત તબક્કાઑમાં થઇ રહી છે. જાવેદ હબીબના ૨૪ રાજ્ય અને ૧૧૦ શહેરોમાં સલૂન છે. તેમના કુલ ૮૪૬ આઉટ લેટ્સ છે અને ૧૫ લાખ ગ્રાહકો છે.

તમને જણાવી દઇએ કે, જાવેબ હબીબ એક ફેમસ સેલિબ્રિટી હેર ડ્રેસર છે. તેમણે લંડનની મોરિસ સ્કૂલ ઑફ હેર ડ્રેસિંગ અને લંડન સ્કૂલ ઑફ ફેશનમાંથી આર્ટ એન્ડ સાયન્સ ઑફ હેર સ્ટાઇલિંગ એન્ડ ગ્રુમિંગમાં ડિપ્લોમાં કર્યુ છે. તે સનસિલ્કના બ્રાન્ડ એમ્બેસડર પણ છે. દેશભરમાં જાવેદ હબીબના લગભગ 200 થી વધારે હેર સલૂન છે.

ભારત સિવાય જાવેદ હબીબના મલેશિયા અને નેપાળમાં પણ ઇન્સ્ટીટ્યૂટ્સ છે. જાવેદનું નામ લિમ્કા બુક ઑફ રેકર્ડોમાં પણ શામેલ છે, તેમણે એક દિવસમાં નૉન સ્ટોપ 410 લોકોના હેર કટ્સ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જાવેદ હબીબના દાદાજી નાઝિર અહમદ પોતાના સમયમાં જાણીતા હેરસ્ટાલિસ્ટ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here