100 વર્ષ પહેલા આજના દવિસે એટલે કે 22 જુલાઇએ એક એવા નીડર પાયલટે દુનિયાને અલવિદા કહ્યું હતું, જેમના નામ ઉપર અનેક રેકોર્ડ નોંધાયેલા છે. આઝાદી પહેલા જ આ ફાયટર પાયલટના પરાક્રમની કહાની આખી દુનિયામાં પ્રખ્યાત થઇ હતી. આ કહાની બ્રિટિશ શાસન દરમિયાન પહેલા વિશ્વ યુદ્ધમાં લડનાર પાયલટ ઇન્દ્ર લાલ રોયની છે.
2 ડિસેમ્બર 1898માં કોલકત્તામાં જન્મેલા ઇન્દ્ર લાલ રોય એપ્રિલ 1917માં રોયલ ફ્લાઇંગ કોર્સનો ભાગ બન્યા હતા. તેઓ 18 વર્ષની ઉંમરે બ્રિટિશ એરફોર્સમાં જોડાયા હતા. લંડનની સેન્ટ પોલ સ્કૂલમાં અભ્યાસ કરવાની સાથે જ નોકરી લાગી હતી. તેઓ માત્ર ત્રણ મહિનામાં જ પ્રમોશન મેળવીને સેંકડ લેફ્ટનેન્ટ બની ગયા હતા. જેના પરથી તેમની પ્રતિભાનો અંદાજ લગાવી શકાય.
ઇંગ્લેન્ડની રોયલ ફ્લાઇંગ કોર્પ્સ તરફથી પહેલા વિશ્વ યુદ્ધમાં લડતી વખતે ઇન્દ્ર લાલ રોયે જર્મનીની વાયુસેનાને નષ્ટ કરી દીધું હતું. આ લડાઇમાં તેમણે 170 કલાકની ઉડાન ભરી હતી. આ દરમિયાન તેમણે માત્ર 14 દિવસની અંદર 9 ફાઇટર પ્લેનને હવામાં જ નષ્ટ કરી દીધા હતા. જર્મની સામે લડતી વખતે તેમની ઉમર માત્ર 19 વર્ષની જ હતી.
ઇન્દ્ર લાલ રોયને તેમના પરાક્રમ અને વીરતા માટે ડિસ્ટિંગુઇશ્ડ ફ્લાઇંગ ક્રોર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ તેઓ આ એવોર્ડ મેળવનાર પહેલા ભારતીય બન્યા હતા.
21 ડિસેમ્બર 1918ના ધ લંડને ગેજેટમાં તેમના વિશે એક લેખ છપાયો હતો. આ લેખમાં તેમને સારા અને નિડર પાયલટનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમની વીરતાનો ઉલ્લેખ કરતા લેખમાં જણાવ્યું હતું કે, એક જ ઉડાનમાં તેમણે દુશ્મનોના બે વિમાનને નષ્ટ કર્યા હતા.
ઇન્દ્ર લાલ રોયના ભત્રીજા સુબ્રતો મુખર્જી ભારતીય વાયુ સેનાના પહેલા પ્રમુખ હતા. ઇન્દ્ર લાલ રોયનું મૃત્યું માત્ર 19 વર્ષની ઉંમરમાં 22 જુલાઇ 1918ના દિવસે થયું હતું.