આપણા ગુજરાતમાં નર્મદા નદી ના પટ પર સરદાર વલ્લભભાઈ પટેલ ની વિશાળ પ્રતિમા ના અનાવરણ પછી હવે રાજસ્થાનમાં નાથદ્વારામાં ભગવાન શિવની 351 ફૂટ ઊંચી પ્રતિમા બની રહી છે. આ દુનિયાની સૌથી ઊંચી શિવ મૂર્તિ હશે. આગળના વર્ષમાં માર્ચ સુધીમાં બની જવાની સંભાવના છે. ઉદયપુર થી 50 કિલોમીટર દૂર નાથદ્વારા માં ગણેશ ટેકરી પાસે સિમેન્ટ કાંક્રીટ થી વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા 85% કામ પૂરું થઇ ગયું છે.
મિરાજ ગ્રુપ એ આ ડ્રિમ પ્રોજેક્ટનું 85% કામકાજ પૂર્ણ કરી દીધું છે અને માર્ચ 2019 સુધી માં પૂરું થવાની સંભાવના છે. 351 ફૂટ ની વિશાળ મૂર્તિ ઉદયપુર જયપુર રાજમાર્ગ પર ગણેશ ટેકરીમાં 16 એકર વિસ્તારની પહાડી પર કરાઈ રહ્યું છે.
મળતી માહિતી આપી અનુસાર આશરે સિમેન્ટની 3 લાખ થેલી, 2500 ટન સળિયા, 2500 ટન એંગલ નો ઉપયોગ થયો છે અને આશરે 800 જેટલા કારીગર અને મજૂરો દરરોજ કામ કરે છે.
પ્રતિમામાં ભગવાન શિવ ધ્યાન અને આરામની મુદ્રામાં છે. 351 ફૂટ ઊંચી પ્રતિમામાં પર્યટકોની સુવિધા માટે ચાર લિફ્ટ અને ત્રણ સીડીને પ્રાવધાન રાખવામાં આવ્યું છે.ટુરિસ્ટ 280 ફૂટની ઊંચાઈ સુધી જઈ શકશે. પ્રતિમાને 20 કિમીની દૂર સ્થિત કાંકરોલી ફ્લાઈઓવર પરથી જોઈ શકાય છે. આટલે જ દૂરથી રાત્રે પણ પ્રતિમાને સ્પષ્ટપણે જોવા માટે તેમાં ખાસ લાઈટ લગાવાઈ રહી છે, જેને અમેરિકાથી મંગાવાઈ છે.
શિવ સ્ટેચ્યુ ના ઊંચા પહાડ પર પ્રતિમા સ્થાપિત માટે ઓસ્ટ્રેલિયાની એક કંપની પાસે હવાની ઝડપ અને વાતાવરણ વિશે ટેક્નિકલ જાણકારી લેવાયેલી છે પછી જ નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. રાજસ્થાન સ્ટેટમાં ટુરિઝમ ખુબ જ છે.
વિદેશ થી લોકો આપણા રાજા મહારાજા એ બનાવેલા કિલ્લાઓ જોવા આવે છે. બધા ટુરીસ્ટને હવે શ્રીનાથજી મંદિર સાથે સાથે વિશ્વની સૌથી ઊંચી સિમેન્ટ કોંક્રીટથી બનેલી પ્રતિમા અને અહીંયા બનેલા થિયેટર, બાગબગીચાનો આનંદ લઈ શકશે.
“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…