આ કુંડમાં સ્નાન કર્યા છી પ્રેમીઓને કોઈ છૂટા નથી કરી શકતું
આજકાલના લોકો ક્યારે પ્રેમમાં પડે અને ક્યારે છુટા પડે એજ નથી સમજાતું, 2-2 દિવસમાં બ્રેકઅપ અને નવા કનેક્શન બનતા જતાં હોય છે. ત્યારે આજે અમેં તમને એક કુંડ વિશે માહિતી આપીશું. જ્યાં નાહવા માત્રથી આજીવન લોકો સાથે રહેતા હોય છે તેવી માન્યતા છે. તો જાણો એ કુંડ વિશે…
સંબંધો અકબંધ રહે છે
ભારતીય માન્યતાઓમાં ઘણાં રિવાજો અને પરંપરાઓ છે જેમાં સંબંધોને જન્મ-જન્માંતરનો સાથ આપનારા માનવામાં આવ્યા છે. ત્યાં સુધી કે એક એવા કુંડ સાથે સામાન્યતા જોડાયેલા છે કે ત્યાં પ્રેમ-પ્રેમિકા કે પતિ-પત્ની સ્નાન કરી લે તો તેમને કોઈ અલગ નથી કરી શકતું.
પ્રેમી જોડાઓ માટે વરદાન
આ માન્યતા મધ્યપ્રદેશના (શિવપુરી) ના ભદૈયા કુંડના વોટર ફોલની છે, જ્યાં પ્રેમી જોડાને વરદાન મળે છે. આ કુંડ સાથે જોડાયેલી એક ધાર્મિક માન્યતા પ્રમાણે લગ્ન પછી પતિ-પત્ની આ પાણીથી નહાય તો તેમની વચ્ચે હંમેશા પ્રેમ અકબંધ રહે છે. તેમની વચ્ચે આ જીવન વિવાદ થતો નથી.
ભદૈયા કુંડની માન્યતા
આ માન્યતા લોકો વચ્ચે એટલી ઊંડી અને વિશ્વાસપાત્ર છે કે ઘણાં મેરિડ કપલ સહિત વૃદ્ધ દંપત્તી પણ ભદૈયા કુંડમાં નહાવા માટે આવે છે પોતાની વચ્ચે રહેલા અંતરને દૂર કરવાની કોશિશ કરે છે.
ભદૈયા કુંડનો ઇતિહાસ
શિવપુરી સિંધિયા રાજ્યની ઉનાળાની રાજધાની હતી. તે શિવપુરીમાં ગરમીના સમયમાં અહીં રહેવા માટે આવતા હતા. ભદૈયા કુંડની એક દંતકથા પ્રમાણે બે પ્રેમી અહીં તપસ્યા કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું કે આ કુંડમાં નહાનારા પ્રેમીનો પ્રેમ વધારે તાકાતવાળો બને. ત્યારથી અહીં મોટી સંખ્યામાં કપલ સ્નાના કરવા માટે પહોંચે છે.
પાણીનો ધોધ
આ ઝરણાના ચમત્કારનું મુખ્ય કારણ છે ખડકો વચ્ચેથી પાણી આવે છે. જ્યારે વરસાદ આવે છે તે પાણી ખડકોથી સરકીને એક પાણીનો ધોધ સ્વરુપ લે છે, અને એક મંદિર પર પડે છે અને તે કુંડમાં એકત્રિત થઈ જાય છે. આ પાણીમાં ઘણાં ગુણકારી તત્વો પણ મળે છે. આ પાણી રોગોને દૂર કરે છે તેવી પણ માન્યતા છે.
સ્નાન કરવાનો સારો સમય
આ કુંડમાં સ્નાન કરવાનો સારો સમય ચોમાસાનો માનવામાં છે કારણ કે આ સમયે કુંડમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. જેના કારણે તેના નીચેના ભાગમાં ગૌમુખ બનેલું છે ત્યાંથી પાણી નીકળે છે. કોઈને ખબર નથી કે આ ગૌમુખમાં પાણી આવવાનો શ્રોત શું છે. સ્થાનિકોનું માનવું છે કે ગૌમુખમાંથી નીકળતું પાણી ઠંડું અને સ્વાદિસ્ટ હોય છે.
ડાકુઓનો અડ્ડો
આ પ્રવાસ સ્થળ 1960 થી 1985 સુધી ડાકુઓનો અડ્ડો હતો અને તે દિવસોમાં અહીં લોકો એકલા આવતા ડરતા હતા. પણ હવે હોટલ અને અન્ય સુવિધાઓ હોવાથી લોકોનો ભય દૂર થઈ ગયો છે. અહીં આવનારા પ્રવાસીઓમાં સૌથી વધુ દંપત્તી હોય છે, જોકે વડીલોની સંખ્યા પણ ઓછી નથી હોતી.
નવદંપત્તી સુખી જીવનની ઈચ્છા
અહીં નવદંપત્તિ સુખી દાંપત્ય જીવનની શરુઆત કરવાની ઈચ્છાથી આવે છે. જ્યારે વડીલો વૈવાહિક જીવનમાં આવનારી નાની-મોટી ખટપટને દૂર કરવા માટેની આશ સાથે આવે છે.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…