ચારણો ની હજાર હજૂર દેવી માતા આઈ સોનલનો સંપૂર્ણ ઈતિહાસ, આઈ દરેક ની ઈચ્છા પૂરી કરે છે ,જાણો સોનલમાં નો મહિમા અને ઈતિહાસ

ગુજરાતની ભૂમિ એટલે સંતોની ભૂમિ એવું કહેવાય છે.ગુજરાતમાં અનેક જગ્યા ઉપર માતાજી બિરાજમાન છે. અને ગુજરાતીઓ તો ખૂબ જ શ્રદ્ધાળુ હોય છે. તેમાં પણ પોતાના જીવન અને કાર્યથી પોતાનો ધર્મ અને ઉત્કૃષ્ટ કરવા માટે જેણે બલિદાન આપ્યું હતું. તે વીરપુરના બાપા જલારામ અને સતાધાર ના બાપા સીતારામ, ભગુડા વાળી મોગલ માં જેવા અનેક સંતો અને મહંતો થઈ ગયા તેમાં પણ આજે આપણે મઢડા માં બિરાજમાન સોનલબા આઈ તેના વિશે જાણીશું.

જુનાગઢ નજીક માંધાદમાં બેઠેલી માં સોનલ તે જુનાગઢ થી ૩૦ કિલોમીટર દૂર મઢડા માં બિરાજમાન છે. આ ગામમાં સોનલ આઈ ના ઘણા બધા પરચાઓ જોવા મળે છે. લોકો માટે આ એક આસ્થાનું સ્થાન છે. ૧૯૮૦માં હમીરભાઇ મોર અને રાણી આઈના પુત્રી સોનલ બાઈ તેણે જન્મ ધારણ કરીને ઘણા બધા કુળને પાવન કર્યા. સોનલ બાઈ ના પિતા હમીર બાપુ ને એક વાર સોનબાઇને કહ્યું હતું કે હમીર બેટા હું તારા ઉપર પ્રસન્ન થાઉં છું અને મારું સંભાળું તરીકે હું તારા ઘરે પાંચ દીકરી તરીકે આવીશ. અને તેને મારું નામ આપજે એટલે અમે બાપુએ પાંચમી દીકરીનું નામ સોનલ આઈ રાખ્યું.

જુનાગઢ  ના મઢડા ગામમાં 700 માણસોની વસ્તી ધરાવતો નાનકડું ગામ છે. ભક્તો સોનલ ધામ માં ના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે. આ ગામમાં વર્ષોથી સદાવ્રત ચાલે છે. કોઈ ભૂખ્યું જતું નથી અને કોઈને કશું જ દુઃખ પણ હોતું નથી. સુદ બીજના દિવસે માતા નો જન્મ થયો અને કારણે આ દિવસે લોકો સોનલ બીજ તરીકે ઉજવે છે. સોનલ બીજ ના દિવસે ભક્તો દૂરદૂરથી આ મઢડામાં આવીને તેના દર્શન કરે છે.

આપણા ધાર્મિક ગ્રંથોમાં ચારણોને દેવી શક્તિને ઉચ્ચ સિદ્ધિઓ હોવાના જોવા મળે છે. એવું કહેવાય છે કે જે સાચા ચારણ છે તે ક્યારે પણ ખોટું બોલતા નથી. ઘણી વખત આપણે લોકડાયરામાં ચારણ છંદ વિશે સાંભળ્યું છે. આઇ શ્રી સોનલ માતાજી ની આરતી શક્તિ ખૂબ જ સારી હતી. તેઓ જન્મથી જ મનસ્વી હતા એટલે તે પોતાનું ધાર્યું જ કરતા હતા. અને સમાજના હિત માટે ગીતો અને દોહા બોલતા હતા. સાંભળીને દરેક લોકો મંત્રમુગ્ધ બની જતા હતા.

સોનલ બાઈ ની ઉંમર થતા તેમની માતા રાણી ના આગ્રહ ને વશ થઇને તેણે લગ્ન કર્યા પણ લગ્નના દિવસે જ તેણે બ્રહ્મચર્યની જાહેરાત કરી. સમગ્ર જીવન ચારણ જાતિ ને લોકોનો ઉદ્ધાર કરવા માટે જ માતાએ સોનલ માતાએ ઘણા બધા પરચાઓ પુરા પડયા છે જ્યારે ભક્તો માતાને સાદ કરે એટલે માતા નો પોકાર સાંભળીને તરત જ હાજર થઈ જાય છે અને તરત જ તેના દુઃખને દૂર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here