ગુજરાત સહિત દુનિયાના યુવાનોને ગાંડા કરનાર PUBG ગેમ્સની રોચક વાતો

હાલ ગુજરાત સહિત સમગ્ર દુનિયામાં એક ગેમ્સ વિશે ખૂબ જ ચર્ચાઓ થઇ છે. આ ગેમ્સનું નામ છે પબજી, ટૂંક સમયમાં જ આ ગેમ્સે ગેમિંગની દુનિયામાં અનેક રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ફેસબૂકથી લઇને ઇંસ્ટાગ્રામ સુધી સોશિયલ મીડિયા પર પણ પબજીના વીડિયો અને ફોટો વાયરલ થઇ રહ્યાં છે, કેટલાક લોકો તો આખી રાત પબજી જ રમે છે. ત્યારે આવો જાણીએ પબજી ગેમ્સ વિશે કેટલીક રોચક વાતો.

પબજી ગેમ્સ હવે પ્લે સ્ટોર પર સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન બની ગઇ છે. 50 મિલિયનથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. પબજીનું આખું નામ પ્લેયર્સ અનનોન બેટલ ગ્રાઉન્ડ છે. બધાનું માનવું છે કે આ ગેમ ચાઇનાએ બનાવી છે, પરંતુ હકીકતમાં આ ગેમ બ્લૂ હોલ નામની એક કોરિયન કંપનીએ ડેવલપ કરી છે. આ ગેમને ડેવલપ કરનાર વ્યક્તિ આયર્લેન્ડનો રહેવાસી છે, જેનું નામ બ્રેન્ડન ગ્રીને છે. મિલી બ્રેન્ડન નામના એક પ્રોફેશનલ ફોટોગ્રાફરે પણ બ્રેન્ડન ગ્રીનેને આ ગેમ બનાવવામાં મદદ કરી છે. બાદમાં બ્રેન્ડન ગ્રીને કોરિયન કંપની બ્લૂ હોલના સીઇઓ સાથે મુલાકાત કરી પબજી ડેવલપ કરી.

હવે વાત કરીએ આ ગેમ્સ આટલી પોપ્યૂલર કેવી રીતે થઇ ?

સામાન્ય રીતે ફિલ્મથી લઇને કોઇ નવી પ્રોડક્ટનું પ્રમોશન કરવા માટે સોશિયલ મીડિયાથી લઇને અનેક જગ્યાએ પ્રમોશન કરવામાં આવે છે. પરંતુ પબજી બનાવનારા લોકોએ ગેમ્સનું ક્યાંય પ્રમોશન કર્યું નથી, ગેમ્સના ફિચર્સ અને ગ્રાફિક એટલા જબરજસ્ત છે કે તે જાતે જ ફેમશ થઇ ગઇ છે. લોકોએ ગેમ્સના ફોટો, વીડિયો અને જીએફએક્સ બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું.

હવે વાત કરીએ પબજીના રેકોર્ડ્સની

પબજી ગેમ્સ 2017ના માર્ચમાં રીલિઝ થઇ હતી અને ટૂંક સમયમાં જ ગેમની 2 મિલિયન કોપી વેચાઇ ગઇ હતી. એટલું જ નહીં શરૂઆતના 3 દિવસમાં જ ગેમ્સે 70 કરોડ રૂપિયા કમાઇ લીધા હતા. આ ગેમ એક વર્ષમાં જ દુનિયાની 5 બેસ્ટ સેલિંગ ગેમ્સમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. કોમ્પ્યટરમાં રમાતી ગેમ્સમાં પબજી બીજા નંબર પર છે.

કેવી રીતે કમાય છે પૈસા ?

પબજી ગેમ્સ બનાવનારી કંપનીએ હાલ પોતાની આવક જાહેર કરી નથી, પરંતુ આ વર્ષે ફેબ્રૂઆરી મહિનાની આવક તેણે જાહેર કરી હતી, જે અંદાજે 103 મિલિયન હતી એટલે કે અંદાજે 721 કરોડ રૂપિયા. પબજીમાં કોઇ જાહેરાત તો નથી તો કંપનીને આવક કેવી રીતે થતી હશે ? પબજીએ મોબાઇલ વર્જન ફ્રી રાખ્યું છે, પરંતુ તેમાં તે કોસ્મેટીક જેવા કે કપડાં, બંદૂક વગેરે વેચીને પૈસા કમાય છે. આ સિવાય કોમ્પ્યૂટરમાં રમવા માટે તમારે ગેમનું કંસોલ તો ખરીદવું જ પડે છે.

અન્ય કેટલીક રોચક વાતો જાણીલો

પબજી ગેમ્સને એક જાપાનીઝ ફિલ્મ બેટલ રોયલમાંથી પ્રેરણા લઇને બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં એક આઇલેન્ડ પર કેટલાક સ્ટુડન્ટ્સને ખોરાક અને હથિયારો સાથે ઉતારવામાં આવે છે, આ સ્ટુડન્ટ્સ એકબીજાની હત્યા કરે છે અને છેલ્લે એક સ્ટુડન્ટ્સ જ જીવીત રહે છે. પબજીમાં આવતો બ્લૂ ઝોન પહેલા ચોરસ રાખવાનું નક્કી થયું હતું પરંતુ તેમાં કોડિંગમાં પ્રોબ્લેમ્સ આવ્યો હતો. બ્લૂ ઝોનનો આઇડિયા સોવિયત સંઘની સેના પરથી લેવામાં આવ્યો છે, સોવિયત સંઘની સેના દ્વારા આઇેન્ડમાંથી ઘૂસણખોરોને ભગાડવા માટે વીજળીના કરંટ દોડતા મશીનોની મદદથી જમીનમાં ફેલાવવામાં આવતો. જે સમગ્ર આઇલેન્ડમાં ફેલાઇ જતો. પબજીમાં વિજેતા થનાર ખેલાડી માટે વિનર વિનર ચિકન ડિનરનો મેસેજ આવે છે, આ મેસેજ અનેક ગેમ્સમાં આવે છે. આ મેસેજનો ઉપયોગ સદીઓ પહેલા કરવામાં આવતો જ્યારે લોકો પૈસાથી રમાતી ગેમ્સ જીતતા તો આ પૈસાથી ચિકન ડિનર કરતાં હતા. પબજી ગેમ બનાવનારી ટીમમાં શરૂઆતમાં 30 લોકો હતા, હાલ આ ગેમ્સ પર કામ કરનારી ટીમના સભ્યોની સંખ્યા 150થી વધુ થઇ ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here