કેટલાક રોગો રામબાણ ઈલાજ છે જાવિત્રી મસાલા,આને ખાવાથી મૂળ માંથી સમાપ્ત થઇ જાય છે કેટલીક બીમારીઓ.

જાવિત્રી એક પ્રકારનો મસાલા છે, અને આને આયુર્વેદમાં ખૂબ લાભદાયક માનવામાં આવે છે. આયુર્વેદમાં,તેને જાતિસાસ્ય અથવા જાતિફાલા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આનો ઉપયોગ કેટલીક પ્રકાર ની દવા બનાવામાં કરવામાં આવે છે.

જાવિત્રી મસાલામાં ની અંદર ખનિજો,મેગ્નેશિયમ,કેલ્શિયમ અને ઘણાં પ્રકારના પોષક તત્વો હોય છે, જે આરોગ્ય માટે ફાયદાકારક છે. જાવિત્રી મસાલા ખાવાથી અનિદ્રા,અસ્થમા અને તણાવ સહિતના ઘણા રોગોથી રાહત મળે છે. આ મસાલા ને ખાવાથી શરીર ને બીજા કયા કયા ફાયદાઓ થાય છે એ આ પ્રકાર ના છે.

જાવિત્રી મસાલાના ફાયદા.

પાચન ક્રિયા સારી થાય છે.

જાવિત્રી ની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે,આ મસાલાને ખાવાથી પાચક ક્રિયા વધુ સારી રહે છે. જે લોકો જાવિત્રી મસાલા ખાય છે તેમને કબજિયાત,ગેસ, પેટ ફુલવું અને વગેરે જેવી સમસ્યાઓ નથી થતી. અને તેમનું પેટ તંદુરસ્ત રહે છે.

લોહી નો પ્રવાહ યોગ્ય રીતે થાય છે.

જાવિત્રી મસાલા ખાવાથી,શરીરમાં લોહી નો પરિભ્રમણ યોગ્ય થાય છે. અને તે લોહી સાફ કરવાનું પણ કામ કરે છે. જાવિત્રી મસાલાની અંદર હાજર મેંગેનીઝ શરીરમાં પણ હાજર ઝેરી તત્વોને દૂર કરે છે અને શરીરના લોહીના પરિભ્રમણમાં સુધારો કરે છે.

કિડની માટે લાભદાયી.

જાવિત્રી મસાલાને કિડની માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આ કિડની માં રહેલી પથરી ને નીકાળવામાં મદદ રૂપ થાય છે. પથરી ઉપરાંત,આ કિડની ની રક્ષા ઘણા પ્રકારના ચેપથી પણ કરે છે.

વજન વધારો.

ભૂખ ના લાગવાની સમસ્યાથી પરેશાન લોકો માટે જાવિત્રી મસાલા કોઈ જાદૂઈ દવાથી ઓછી નથી. જાવિત્રી મસાલામાં જિંક હોય છે,જેના કારણે તે ભૂખ વધારવામાં મદદ કરે છે. એટલા માટે જે લોકો પોતાનું વજન વધારવા માંગે છે અને જેને ભુખ ઓછી લાગે છે એ આ મસાલા ને ખાતા રહો.

દાંતને તંદુરસ્ત બનાવી રાખો.

જાવિત્રી મસાલા ને દાંત પર લગાવાથી દાંત મજબૂત રહે છે. સાથે જ તેનો ઉપયોગ કરવાથી મોં ની દુર્ગંધ અને મસૂઠો ના દુઃખવાથી છુટકારો મળે છે. તમે બસ રોજ થોડા જાવિત્રી મસાલા ને લઈ ને તેમાં પાણી ભેગુકરી ને તેને તમારા દાંત પર મંજન ની જેમ લગાવી દો અને પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો. જાવિત્રી મસાલા ને દાંત પર લગાવાથી તમને દાંત થી જોડેલી કેટલીક સમસ્યાઓથી રાહત મળશે.

કેવી રીતે કરવો જાવિત્રીનો વપરાશ.

શાકભાજી માં નાખીને ખાવ.

જાવિત્રી મસાલાની સ્વાદ જાયફળ અને લાલ મરચા જેવો જ હોય છે. એટલા માટે તમે શાકભાજીમાં નાખી શકો છો. શાકભાજી સિવાય,તમે તેને ઉપયોગ,સેન્ડવીચ અને સલાડમાં પણ કરી શકો છો.

દૂધ અને ચા ની સાથે.

કેટલાક લોકો જાવિત્રી ના મસાલા ને દૂધ વાળી ચા માં પણ નાખે છે. જ્યારે કેટલાક લોકો આનો ઉપયોગ દૂધ સાથે પણ કરે છે. એટલા માટે તમે જેમ ચાહો આ મસાલા ને ખાઈ શકો છો. જોકે તમે માત્ર આ વાત નું ધ્યાન રાખો કે આ મસાલા નો ઉપયોગ સંતુલિત માત્રામાં જ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here