અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ સુરેન્દ્ર સિંહના પાર્થિવ દેહને કાંધ આપી, પરિવારજનોને પણ મળ્યા

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ સુરેન્દ્ર સિંહના પાર્થિવ દેહને કાંધ આપી, પરિવારજનોને પણ મળ્યા

બરૌલિયા ગામના પૂર્વ સરપંચ હતા સુરેન્દ્ર સિંહ, આ ગામને પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરે દત્તક લીધુ હતુંસ્મૃતિ ઈરાનીએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આ જ ગામમાં જૂતા વહેંચ્યા હતા.

અમેઠી: ગૌરીગંજ વિસ્તારના બરૌલિયા ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્ર સિંહની શનિવારે મોડી રાતે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અમેઠીથી નવા ચૂંટાયેલા સાંસદ સુરેન્દ્ર સિંહ સ્મૃતિ ઈરાનીના ખાસ સહયોગી માનવામાં આવતા હતા. તેમણે સ્મૃતિની જીતમાં ખૂબ મોટી ભૂમિકા નીભાવી હતી. ઘટનાની માહિતી મળતાં જ સ્મૃતિ ઈરાની દિલ્હીથી અમેઠી પહોંચ્યાહતા. અહીં તેમણે મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. સ્મૃતિએ સુરેન્દ્ર સિંહની અરથીને કાંધ પણ આપી હતી. સ્મૃતિની સાથે યોગી સરકારના મંત્રી મોહસિન રઝા પણ હાજર હતા. સુરેન્દ્રના દીકરાએ આ કેસમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પર શંકા વ્યક્ત કરી છે.

પોલીસને આ વિશે પારિવારિક દુશ્મની હોવાની શંકા છે. ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપી સિંહે કહ્યું કે, સાત લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર્વ પ્રધાન સુરેન્દ્ર કુમારની હત્યાની નોંધ લીધી છે. તેમણે ડીજીપી ઓપી સિંહને 12 કલાકમાં હત્યાનો ખુલાસો કરવાનો આદેશ આપ્યો છે.

લખનઉ લઈ જતી વખતે રસ્તામાં મોત થયું:સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનિવારે રાતે સુરેન્દ્ર તેમના ઘરની બહાર ઉંઘી રહ્યા હતા ત્યારે તેમના પર ઉપરા-ઉપરી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ફાયરિંગ કર્યા પછી હુમલાખોરો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. સુરેન્દ્રને જીલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યાહતા. ત્યાંથી તેમને ટ્રોમા સેન્ટર લખનઉ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારે તેમનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું.

સુરેન્દ્રને સાથે લઈને સ્મૃતિ ઈરાની કરતા હતા પ્રચાર:બરૌલિયા ગામ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરે દત્તક લીધું હતું. સ્મૃતિએ પ્રચાર દરમિયાન આ જ ગામમાં જૂતા વહેંચ્યા હતા. લોકસભા ચૂંટણીમાં સુરેન્દ્ર સિંહે સ્મૃતિ ઈરાનીના પ્રચાર પ્રસારમાં મહત્વની ભૂમિકા નીભાવી હતી. સ્મૃતિ ઈરાની મોટાભાગે પ્રચાર-પ્રસાર વખતે સુરેન્દ્ર સિંહને તેમની સાથે જ રાખતા હતા. અમેઠીમાં સુરેન્દ્રનો પ્રભાવ ઘણાં ગામોમાં હતો અને તેનો ફાયદો સ્મૃતિ ઈરાનીને પ્રચાર પ્રસારમાં મળ્યો હતો.

વિસ્તારમાં તણાવ ફેલાયો:પોલીસે આશંકાના આધારે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે પરંતુ હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ ઘટનાથી વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. ઘટના સ્થળે મોટી  માત્રામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે.

અમેઠીમાં ચૂંટાયેલા સાંસદ સ્મૃતિ ઇરાનીના સહયોગી સુરેન્દ્ર પ્રતાપ સિંહની હત્યાથી ચકચાર મચી ગયો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની નવી દિલ્હીથી અમેઠી પહોચી તેમના પરિવારની મુલાકાત કરી અને સુરેન્દ્રના હત્યારાઓને જલ્દીથી ઝડપવાનું આશ્વાસન આપ્યું, તેમજ અંતિમયાત્રા દરમિયાન સ્મૃતિ ઇરાનીએ  સુરેન્દ્રસિંહના પાર્થિવ દેહને કાંધ આપી.

સુરેન્દ્ર સિંહની અંતિમયાત્રામાં રાજ્ય સરકારના મંત્રી અને ધારાસભ્યો પણ હાજર રહ્યાં. સુરેન્દ્રસિંહના પરિવારજનોએ હત્યા પાછળ રાજકિય દ્વેશ બતાવ્યો છે. સરેન્દ્રના પુત્ર અભયે આરોપ લગાવ્યો કે, સ્મૃતિ ઇરાનીની જીત અમે ઉજવી રહ્યાં હતા, જે ઘણાં કોંગ્રેસ સમર્થકોને સારુ લાગ્યું નહી, ક્યાંયને ક્યાય રાજકિય દ્વેશને કારણે પિતાની હત્યા કરવામાં આવી. અમે સ્મૃતિ ઇરાનીને અપીલ કરીએ છીએ કે, પિતાના હત્યારાઓને ઝડપથી ઝડપી સજા અપાવે.

નોંધનીય છે કે, સુરેન્દ્ર સિંહે 2019 લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઇરાનીના ચૂંટણી પ્રચારમાં ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની નજીકના લોકો પ્રમાણે, ઘણાં ગામોમાં તેમનો ખાસ પ્રભાવ હતો, જેનો તેને ફાયદો આ ચૂંટણીમાં મળ્યો. કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવાનો મોટાભાગનો શ્રેય સુરેન્દ્ર સિંહને જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here