સ્મોકીંગ આમ તો આપણા જીવન માટે સારું નથી,પરંતુ સ્મોકીંગ ની સૌથી વધુ અસર પેસિવ સ્મોકીંગ થી થાય છે ત્યારે પિતા સ્મોકીંગ કરતા હોય તો તેના આવનાર બાળકને પણ તકલીફ થઈ શકે છે..જાણો
પ્રેગ્નેન્સીમાં મહિલાને સ્મોક ન કરવાની સલાહ અપાય છે
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ધૂમ્રપાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. આનાથી આવનારા બાળકની હેલ્થ પર ખરાબ અસર થતી હોવાનું ઘણી રિસર્ચમાં સામે આવી ચૂક્યું છે પણ હવે એક નવી શોધમાં એવું તારણ પણ બહાર આવ્યું છે કે, પિતાના સ્મોકિંગ કરવાથી પણ આવનારા બાળકના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે.
પિતાએ પણ ન કરવું જોઈએ ધૂમ્રપાન
શોધ અનુસાર, પિતાના ધૂમ્રપાન કરવાથી બાળકો પર ખરાબ પ્રભાવ પડે છે. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર પ્રદીપ ભિડેએ કહ્યુ કે, ‘માતાએ ક્યારેય ધૂ્મ્રપાન ન કર્યું હોય તેમ છતા પિતાની સ્મોકિંગ હેબિટથી ન જન્મેલા બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસરો થાય છે. સામાન્યપણે ડૉક્ટર્સ આ વિશે જણાવતા નથી. અમારી શોધથી આ દિશામાં નવા રસ્તા ખુલશે.’
બાળક પર થાય છે આવી ગંભીર અસર
રિસર્ચમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, વર્તમાન પેઢીમાં સમજણ સાથે જોડાયેલી ઘણી તકલીફોની પાછળ તેમના પિતાની સ્મોકિંગની આદત જવાબદાર હોઈ શકે છે. અત્યારે ઉંદર પર રિચર્સ કર્યા બાદ આ તારણ કાઢવામાં આવ્યું છે.