તમે સાંભળ્યું જ હશે કે રાત્રે ઓછો ખોરાક લેવો સ્વાસ્થ્ય માટે સારો છે. પરંતુ કેટલાક લોકો વધારે મગજ વાપરીને રાત્રિ ભોજન કર્યા વગર સૂઈ જાય છે. અમુક લોકો આવું વજન ઘટાડવા માટે કરે છે, તો અમુક લોકો કામ કર્યા પછી થકી જવાના કારણે ભૂખ્યા પેટે સૂઈ જાય છે. જો તમે આવું કંઇક કરો છો, તો સાવચેત રહો. રાત્રે ખાલી પેટ સુઈ જવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. આના કારણે તમારા શરીરમાં એવા ઘણા પરિવર્તન આવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે સારા નથી. આને વધુ વિગતવાર રીતે જાણવા માટે, ચાલો આપણે રાત્રે ભૂખ્યા પેટે સૂવાથી શરીર પર થતા પ્રભાવો વિગતવાર જાણીએ.
કુપોષણ
જો તમે રાત્રે જમ્યા વિના સૂઈ જાઓ છો, તો પછી તમારા શરીરમાં પોષક તત્વોનો અભાવ શરૂ થાય છે. આથી તમને સુક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપનું જોખમ રાહે છે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે આપણા શરીરને દરરોજ મેગ્નેશિયમ, વિટામિન બી 13 અને વિટામિન ડી 3 જેવા પોષક તત્વોની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ રાત્રે ખાલી પેટે સૂઈ જાય છે, તો તે કુપોષણ તરફ આગળ વધવાનું શરૂ કરે છે.
બીમારીઓને આમંત્રણ
ખાલી પેટે સૂવું એ ઘણા રોગોનું જોખમ છે. રાત્રે ખોરાક ન લેવાથી શરીરના ચયાપચય પર નકારાત્મક અસર પડે છે. પરિણામે, તમારા શરીરના ઇન્સ્યુલિન, કોલેસ્ટરોલ અને થાઇરોઇડનું સ્તર ગડબડ થવા લાગે છે. યોગ્ય સમયે જમવું પણ જરૂરી છે, નહીં તો તમારા હોર્મોન્સ પ્રભાવિત થાય છે અને રોગો જન્મ લેવાનું શરૂ કરે છે.
ઉંઘ ના આવવી
મેદસ્વીપણાને ઓછું કરવા માટે ઘણા લોકો રાત્રે ખાલી પેટે સૂવાનું પસંદ કરે છે, પરંતુ અધ્યયન મુજબ આમ કરવાથી તમારું વજન વધી જાય છે. ખાલી પેટને લીધે, શરીરની ચરબી સંગ્રહવા લાગે છે. તે શરીરની ઊર્જા ને એકત્રિત કરે છે, જેના કારણે વજન વધવા લાગે છે. તેથી, કોઈએ રાત્રે થોડું ખાવું, પણ ખોરાક લેવો જ જોઇએ.
ચીડિયાપણું
ભૂખ્યા પેટે ને કારણે માણસો ચીડિયા થઈ જાય છે. રાત્રે જમ્યા વગર સૂઈ જવાથી અને બીજા દિવસે સવારનો નાસ્તો ન કરવાથી તમારો આખો દિવસ ખરાબ જાય છે.
આ કરવું જોઈએ
રાતનું ભોજન સંપૂર્ણ પણે અવગનું એ એક સારો વિચાર નથી. આ માટે તમે સૂતા પહેલા કંઇક હલવો ખોરાક જમી લ્યો. પ્રયત્ન કરો કે ભોજન કર્યા ના ત્રણ કલાક બાદ જ સૂવું. ભોજન કર્યા પછી બને તો થોડું ચાલવું જોઈએ. એથી ખોરાક સારીરીતે પચી જાય છે. જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો દરરોજ ઉપવાસ ના કરવો જોઈએ. ક્યારેક ક્યારેક જ કરવો. પરંતુ તેમાં પણ રાત્રે એક સમય ભોજન કરવું અથવા કંઇક ફળાહાર કે પીણું પીવું જોઈએ.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ We Gujjus ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.