શુક્રએ કર્યો મેષ રાશિ માં પ્રવેશ, આ 5 રાશિઓ ના સુધરી જશે હાલ, આ 2 મહિના માં મળશે સારા સમાચાર…

શુક્રને ભૌતિક સુખ-સુવિધાઓનો કારક માનવામાં આવે છે.શુક્ર ગ્રહનો સંબંધ વૈવાહિક અને રોમાટિંગ જીવન સાથે પણ છે. જો વ્યક્તિની કુંડળીમાં શુક્રની સ્થિતિ સારી હોય તો આ ખુબજ શુભ ફળ આપે છે. શુક્ર એક રાશિમાં લગભગ 2 મહિના સુધી રહે છે અને ત્યારબાદ આ બીજી રાશિમાં ભ્રમણ કરે છે.તો તમને જણાવી એ કે આ પરિવર્તન દરમિયાન શુક્ર આ 12 રાશિ માંથી કઈ રાશિઓ ને આપશે સાથ.

મેષ

સામાજિક કાર્યો અંગેની બાબતો માટે સાનુકૂળતા સર્જાય, નાણાભીડ હજી મૂંઝવતી લાગે, આરોગ્ય સચવાય, થોડું સંભાળીને રહેવુ.આ સમયમાં તો ખાસ તમારે આરોગ્ય સાચવવું અને પૈસા આવશે પરંતુ વધુ ખર્ચ થવાથી નાણાભીડ રહેશે જો સાચવીને બચાવવા તમે સક્ષમ હોઈ તો જીવન બદલાઈ જશે.શુક્ર પોતાના રાશિના પ્રથમ ભાવ એટલે લગ્ન ભાવમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. આ દરમિયાન લોકો પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમની ભાવના અનુભવાશે. દામ્પત્ય જીવનના સુખોનો આનંદ લેશો.

વૃષભ રાશિ

કમાણીના સાધનો વધશે.આ ગોચર તમારા માટે સારા સમાચાર લઈને આવશે. સામાજિક કામકાજ પ્રવૃત્તિમાં સફળતા પ્રાપ્ત થાય, મનોરંજન, પ્રવાસ-મુલાકાતો અંગે સાનુકૂળતા વર્તાય.શુક્ર તમારી રાશિના 12મા ભાવમાં ગોચર કરવાનો છે. આ દરમિયાન તમારા ખર્ચામાં વધારો થતો જોવા મળશે. સાથે જ કેટલાક લોકો વિદેશ જઈને વેકેશન માણી શકે છે. તમે કોઈ મોબાઈલ અથવા અન્ય ગેજેટ ખરીદી શકો છો. કોઈ અનિચ્છિત પ્રવાસ તમારો ખર્ચ વધારી શકે છે.

મિથુન રાશિ

વિવાદથી બચવુ. વિષાદ-અશાંતિના વિચારોને દૂર કરી શકશો અને વધુ રચનાત્મક કાર્યોમાં મન પરોવી શકશો. નવા કામ હમણાં ના કરશો, સોનુ ચાંદી ખરીદવા ઉત્તમ તક છે,વાહન નવું ખરીદી શકાશે.શુક્ર તમારી રાશિના 11મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશનના યોગ છે અને વિદેશી સ્ત્રોતોથી પણ ધન પ્રાપ્તિના સાધનો તમને મળશે. સંતાનનું સુખ મળશે. પોતાના કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધ બનશે, જે તમને ઘણા લાભ આપશે. જમીન-મિલકત મામલે વાત બની શકે છે.

કર્ક રાશિ

શુક્ર તમારી રાશિના 10મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન પોતાનો વ્યવહાર યોગ્ય બનાવો અને બધા સાથે સારી રીતે વાતચીત કરો. સાથે જ તમે શેરમાં રોકાણ કરી શકો છો અને બિઝનેસ સંબંધિત પ્રવાસ પણ કરશો, જેનાથી લાભ થશે. સંપત્તિની લેવડ-દેવડમાં પણ લાભ મળી શકે છે. જેઓ ઘર કે ગાડી ખરીદવા માગે છે, તેમના માટે આ શુભ અવસર છે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમને સકારાત્મક જવાબ મળે તેવી શક્યતા છે.

સિંહ રાશિ

આ દરમિયાન નોકરીમાં ટ્રાન્સફરના પ્રબળ યોગ છે.સુંદર સ્થળોએ જવાના યોગ બનશે. પરિવાર સાથે પિકનિક મનાવવા પણ જઈ શકો છો.બિઝનેસ સંબંધિત પ્રવાસથી તમને લાભ થશે. તમારા માન-સન્માનમાં વધારો થશે અને તમે સામાજિક રીતે પણ સ્થાપિત થશો. જો તમે સખત મહેનત કરી છે તો આ સમયમાં તમને ફળ મળી શકે છે.શુક્ર તમારી રાશિના નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.વધુ પડતાં સ્વપ્નસેવી બનવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર રહી ચાલશો તો લાભ છે.

કન્યા રાશિ

પ્રવાસ-મિલન-મુલાકાત અંગે ઠીક રૂપિયા તો મધ્યમ આવશે પણ તમે સટ્ટા-જુગારથી દુર રહેજો આ મહિનામાં તમને સટ્ટા જુગારમાં વધુ નુકસાન ભોગવવું પડશે નહીં તો, આરોગ્ય પ્રત્યે સંભાડ રાખજો,બહારનું ખાવા પ્રત્યે ધ્યાન રાખજો.સાસરી પક્ષ તરફથી કેટલાક લાભ મળવાની આશા રાખી શકો છો. આર્થિક રીતે મજબૂત મજબૂત બનશો. વ્યાપારમાં લાભ થશે અને જનતાની વચ્ચે તમારી ઈમેજ પણ વધુ સારી બનશે.શુક્ર તમારી રાશિના આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારા ખર્ચામાં અચાનક વધારો જોવા મળશે.

તુલા રાશિ

આ દરમિયાન તમારા દામ્પત્ય જીવનમાં પ્રેમની ગંગા વહેશે. કોઈ જૂના ચાલી આવતી બીમારીથી પણ મુક્તિ મળશે. વ્યવસાયિકપણે તમે તમારા કામને વધારી શકો છો. નોકરી કરનારા પ્રમોશનની આશા પણ રાખી શકે છે. આ સમયે તમે તમારા આત્મબળને મજબૂત કરો અને નકારાત્મક વિચારોથી દૂર રહો.શુક્ર તમારી રાશિના સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે ર્ચા વધતા જણાય, જમવામાં ધ્યાન રાખજો, બીમાર પડવાના ચાન્સ પણ છે જેથી બહારનું આરોગ્યા કરતા બને ત્યા સુધી ઘરનું ખાવાનું ખાજો અને હનુમાનજીને પ્રાર્થના કરજો.

વૃશ્ચિક રાશિ

મારી કદર ભલે થતી ન જણાય, પરંતુ સૌને તમારો ખપ પડશે, વિવાદ અટકે, નાણાભીડ વર્તાય. પણ આ નાણાભીડમાં ક્યાંય લોભ કે લાલચમાં ના પડશો અને સમસ્યાને જલ્દીથી જલ્દી પતાવવા માટે સમાધાન કરજો જેથી સમસ્યાઓ પતિ શકે.શુક્ર તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમારે સતર્ક રહેવું જોઈએ. તમને શિક્ષણમાં પણ સારા પરિણામો પ્રાપ્ત થશે. નવી જૉબની ઑફર પણ આવી શકે છે.

ધન રાશિ

જીવનસાથી સહયોગ આપશે.પ્રતિકૂળતાઓ ભરેલાં સંજોગોમાંથી માર્ગ મળતો જણાય. આશાઓને ફળીભૂત કરવા ધીરજ જરૂરી સમજવી.માં અંબાની ઉપાસનાં કરજો જેથી સમસ્યાઓ દૂર રહે.શુક્ર તમારી રાશિના પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમારી લવ લાઈફમાં ઘણા સારા પરિણામ મળશે. શિક્ષણમાં પણ સારા પરિણામ મળશે અને તમારી મહેનત સફળ થશે.વિવાહિત લોકોને સંતાન સુખ મળશે. તમારા કામને પ્રશંસા મળશે.તમારું દામ્પત્ય જીવન સુખદ રહેશે અને જીવનસાથીની સાથે મળીને ભવિષ્યની યોજનાઓ બનાવશો.

મકર રાશિ

શુક્રનું આ ગોચર તમારા માટે લાભદાયી રહેશે. આધ્યાત્મિક યાત્રા પર જઈ શકો છો. ગોચર દરમિયાન રોમાન્ટિક લાઈફમાં તમે બધું સારું ફીલ કરી શકો છો.તમારા મહત્વનાં કામકાજો અંગે જરૂરી સંજોગો ઊભાં થાય અને પ્રગતિનો માર્ગ મોકળો થાય. આરોગ્ય અને પ્રવાસ ખુબજ સાચવીને જાળવજો પહેલું અઠવાડિયામાં સાચવીને આ બે કામ કરજો જેથી કોઈ પ્રોબ્લેમ ના થાયશુક્ર તમારી રાશિના ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

કુંભ રાશિ

ઊંચી મંજિલ કરતાં ટૂંકી મંજિલ વધુ જલદી મળે તેમ સમજી ચાલશો તો મહેનત લેખે લાગશે. સ્નેહીથી મિલન-મદદ, રૂપિયા ખુબજ આવવાના છે પણ જુના દેવા ચૂકવવા માટે જે તમે ચૂકવિ દેજો આ મહિનો શ્રેષ્ઠ છે નવા વ્યાપાર ધંધા કરવા માટે.શુક્ર તમારી રાશિ ત્રીજા ભાવામાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન ભાગ્યમાં વધારો થશે, જેના કારણે તમારા કાર્યો બનવા લાગશે. તમે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેશો. પિતા દ્વારા લાભ થશે, સાથે જ કાર્યક્ષેત્રમાં મહેનત કરવા પર તમારી પ્રગતિ મળશે.

મીન રાશિ

શુક્ર તમારી રાશિના બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમને અચાનક ધન લાભ થશે. મહેમાનોનું આવન-જાવન રહેશે. પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહેશે. ગોચર દરમિયાન તમારા થોડા રૂપિયા ખરીદદારીમાં ખર્ચ થશે. વ્યાપારમાં લાભ થશે અને સામાજિક જીવનમાં તમારી છબિ વધુ સારી બનશે. નવી નોકરી કે બિઝનેસ શરૂ કરવા માટે શુભ સમય છે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here