આજે જોવા જઈએ તો દરેક સ્ત્રી ઈચ્છે છે એનો ચહેરો બીજા ની સામે ખૂબ સુંદર દેખાય, પણ એમના ચહેરા પર ના વાળ થી ખૂબ કંટાળે છે અને એ વાળ ની દૂર કરવા ઘણી ક્રિમો નો ઉપયોગ કરે છે.
પણ કોઈ ફરક નથી પડતો અને આજે તમને જાણ હશે કે તમારા ચહેરા ને સુંદર બનાવ વા માટે ઘણી ક્રિમો બજાર માં મળે છે પણ એ ક્રિમો તમારા ચહેરા ને આડ અસર પણ ક રી શકે છે કારણ કે એમાં મોટા પ્રમાણ માં કેમિકલ નો ઉપયોગ થતો હોય છે.
અને તમારા ચહેરા પર ઉગેલા અણગમતા વાળ ચહેરાની રોનક બગાડે છે. તો આજે અમે તમને જણાવી શુ કે તમારા ચહેરા પર ના વાળ ને કેવી રીતે દૂર કરી શકાય અને એ પણ ઘરેલુ ઉપચાર થી.
હળદર અને અડદની દાળ નું મિશ્રણ.
જો તમે પણ તમારા ચહેરા ના વાળ ને સરળ રીતે દૂર કરવા માંગો છો તો પહેલા તમે અડદની દાળ નું મિશ્રન બનાવી લો, અને ત્યાર બાદ આ મિશ્રણ માં જરુરી પ્રમાણ માં પાણી અને હળદર મિક્સ કરો.
અને પછી તમે આ તૈયાર થયેલ મિશ્રણ ને તમારા ચહેરા પર લગાવીદો અને એને થોડા સમય સુધી સુકાવા દો, અને પછી સ્ક્રબ કરીને ચહેરાને હળવા હાથે મસાજ કરો. પછી ચહેરો પાણીથી સાફ કરી લો.
લીંબુ અને ખાંડ
આ ક્રીમ બનાવવા માટે તમે 2 ચમચી ખાંડ સાથે 2 ટીસ્પૂન લીંબુનો રસ એક વાડકી માં મિક્સ કરો. અને ત્યાર બાદ આ પેસ્ટ માં પાણી ઉમેરી એને થોડા સમય સુધી હલાવો, અને આ મિશ્રણ તમારા ચહેરા ત્યાં સુધી રાખો જ્યાં સુધી તમારો ચહેરો સુકાઈ ના જાય. અને તમે થોડા સમય બાદ એને ધોઈ લો.
લીંબુ અને મધ
તમે આ પેસ્ટ ને બનાવવા માટે 2 ચમચી ખાંડ, 2 ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરો. પછી તમે એમાં મેંદો મિક્સ કરો. અને પછી આ પેસ્ટ ને તમારા ચહેરા પર લગાવી દો, અને થોડા સમય માટે સુકાવા દો, પછી સ્ક્રબ કરી ને તમારા ચહેરા ને સાફ કરી લો, જો તમે પણ તમારા ચહેરા ના વાળ થી હેરાન પરેશાન હોય તો તમારે પણ આ ઉપાય જરૂર કરવા જોઈએ.