પૃથ્વી પરનું સ્વર્ગ એટલેજ કાશ્મીર કાશ્મીર વિશે કહેવામાં આવે છે કે જો પૃથ્વી પર સ્વર્ગ છે તો તે અહીં છે. કાશ્મીરની સુંદર ખીણો હંમેશા લોકોને પોતાની તરફ આકર્ષિત કરતી આવી છે. કાશ્મીરની દરેક વસ્તુ અનોખી છે જેમાંથી એક અહીંની છોકરીઓની સુંદરતા છે. મિત્રો કાશ્મીર જેટલું સુંદર છે તેટલાંજ અહીં ના લોકો સુંદર છે.
કાશ્મીરની છોકરીઓ એટલી સુંદર છે કે તેમની સુંદરતા જોઈને કોઈ પણ મોહિત થઈ જાય છે. તેઓ ની સુંદરતા ના ચર્ચા ચારે કોર છે. મિત્રો આજે આપણે એ વિશે વાત કરવાનાં છે કે કાશ્મીરી યુવતીઓ ની સુંદરતાનો રાજ શું છે. કાશ્મીરી છોકરીઓની સુંદરતા પાછળ પાંચ રહસ્યો છુપાયેલા છે. જે તેમને વિશ્વની સૌથી સુંદર છોકરીઓની યાદીમાં શામેલ કરાવે છે.
અને આ પાંચ રહસ્યો વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો આવો આપણે જાણી લઈએ. કાશ્મીરી છોકરીઓ દેખાવમાં જ ખુબજ આકર્ષક લાગે છે. મિત્રો અહીંની સુંદરતાનું સૌથી પહેલું રહસ્ય છે અહીંનું વાતાવરણ વાતાવરણએ અહીં ની યુવતીઓની સુંદરતામાં વધારો કરે છે.
કાશ્મીરનું વાતાવરણ આખા વર્ષ દરમિયાન ખૂબ જ સારું રહે છે. અહીંનું વાતાવરણ આખું વર્ષ ઠંડુ રહે છે. જેના કારણે અહીં રહેતા લોકો અન્ય રાજ્યો કરતા વધુ સફેદ અને આકર્ષક છે. જેનાં કારણે કોઈપણ વ્યક્તિ જ્યારે અહીંની યુવતીને જુએ છે ત્યારે તે આકર્ષાય જાય છે.
મિત્રો આગળની વાત કરીએતો બીજી વસ્તુ છે કેસર મિત્રો એવું કહેવાય છેકે કેસર એ કાશ્મીરની શાન છે. કાશ્મીરમાં સારી ગુણવત્તાવાળૂ કેસરની ઉપજે છે. કેહવાય છે કે સ્પેન પછી કાશ્મીરમાં કેસરની શ્રેષ્ઠ જાત જોવા મળે છે. કેસર ત્વચાની ગ્લોને જ વધારતો નથી.
પરંતુ તે ત્વચાનાં સ્તરમાં પણ સતત સુધારો કરે છે. એવું કહેવામાં આવે છે કે અહીંની યુવતીઓ દૂધમાં કેસર અને ચંદનનો પાવડર ઉમેરી તેને ચહેરા પર લગાવે છે. જેથી કરીને અહીંની યુવતીઓ નાં મોડા પર હંમેશા ગ્લો જોવા મળે છે.
મિત્રો આગળ વાત કરીએ તો અહીં જ લોકો અખરોટ નું સેવન કરતાં હોય છે. તમને જણાવી દઈએ કે અખરોટમાં ઓમેગા 9, ઓમેગા 6,ઓમેગા 3 અને ઘણા અન્ય પ્રકારના ફેટી એસિડ્સ હોય છે. જે તમારી ત્વચા ને સ્વસ્થ તેમજ સુંદર બનાવવામાં મદદ કરે છે.
કાશ્મીરમાં અખરોટ વધારે માત્રામાં જોવા મળે છે. અહીંના લોકો તેનો ઉપયોગ ખાવા પીવા માટે કરે છે, પરંતુ અખરોટનું તેલ અહીંની છોકરીઓ તેમના વાળની સુંદરતા વધારવા માટે વાપરે છે. જેથી કરીને તેઓનાં વાળ ખુબજ સુંદર લાગે છે. અને તેમનાં વાળ તેમની સુંદરતા ને પૂર્ણ કરવામાં ચાર ચાંદ લગાવે છે.
મિત્રો આગળ વધારે વાત કરીએતો અહીંના લોકો બદામ નો પણ ખુબજ વધારે ઉપયોગ કરે છે. કાશ્મીરી યુવતીઓ તેમની સુંદરતા વધારવા બદામનો ઉપયોગ કરે છે. આવો જાણી લઈએ કે તેઓએ કેવી રીતે તેનો ઉપયોગ કરે છે.
આ માટે તેઓ 8 થી 9 બદામને આખી રાત પાણીમાં પલાળી રાખે છે અને સવારે પીસી ને દૂધમાં ઉમેરીને પેસ્ટ બનાવે છે. પછી ચહેરા પર સ્ક્રબ તરીકે ઉપયોગ કરે છે. જો તમે પણ આ રીતે તેનો ઉપયોગ કરશોતો તમને પણ આ ઉપાય ના ઘણાં લાભ થશે.
મિત્રો આગળની વસ્તુ ની વાત કરીએ તો આ વસ્તુ છે દૂધ કાશ્મીરી લોકો ખાવા પીવા ઉપરાંત બીજા ઘણી જગ્યાએ પણ દૂધનો ઉપયોગ કરે છે. અહીંની છોકરીઓ તેમની સુંદરતા વધારવા માટે મિલ્ક ક્રીમ ઉપયોગ કરે છે. કાશ્મીરમાં આખો વર્ષ શિયાળો હોય છે. જેના કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે.
તેથી અહીંની છોકરીઓ ખોરાકની સાથે ચહેરા પર લગાડવા માટે મિલ્ક ક્રીમ અને ક્રીમનો ઉપયોગ કરે છે. જેનાં કારણે અહીંના લોકોની ત્વચા ખુબજ સાઈની અને સોફ્ટ બની જાય. મિત્રો આ બધું તો ખરુજ પરંતુ તેમ છતાં પણ અહીં કેહવાય છે કે અહીંના લોકોની સુંદરતા પ્રકૃતિ પરથીજ મળી છે.