શું તમે જાણો છો રખડતાં પશુઓ તમારી પર હુમલો કરે તો તમને નુકશાનનું વળતર મળે છે, જાણીલો કેવી રીતે

મિત્રો આજે અમે તમને એક એવી માહિતી આપવા જઈ રહયા છે જે ખુબજ કામની છે. કોઈનું પાલતુ જાનવર તમને કરડે તો તમેં તેના માલિક સામે અવાજ કરો છો પરંતુ રખડતાં જાનવર તમને કશું કરે તો મિત્રો રખડતી ગાય અથવા તો શેરીઓમાં કોઈ પશુના હુમલાનો ભોગ બનો છો તો તમે સ્થાનિક વહીવટ અને સરકાર વિરુદ્ધ કેસ કરી તેનું સારું વળતર મેળવી શકો છો.

એટલે કે હવે જો તમેને રાહ ચાલતા કોઈ રખડતાં પ્રાણી થી કાઈ નુકશાન થાય છે તો તમને તેનું પૂરે પૂરું વળતર મળે છે. સુપ્રીમ કોર્ટમાંથી મળતી માહિતી મુજબ જો હુમલો કરનાર જાનવરનું કોઈ માલિક છે તો સામે વાળો વ્યકતિ તેની વિરુદ્ધ ફોજદારી અથવા સિવિલ કેસ દાખલ કરી શકે છે જેના ચલતે માલિકે તેને રાહત પેટે વળતર ચૂકવુ પડશે.

આમ જો ગાય કૂતરો અથવા અન્ય કોઈ પશુના માલિક વિરુદ્ધ સિવિલ કેસ કરવામાં આવે છે તો પછી કોર્ટ પીડિતપક્ષને વળતર આપે છે. તે જ સમયે ફોજદારી કેસમાં જો આરોપી દોષી સાબિત થાય છે તો તેની સુનાવણી કરવામાં આવે છે અને દંડ પણ  ફટકારવામાં આવે છે.

ત્યારે હવે તમારે આ જાણકારી રાખવી જરૂરી છે મિત્રો આ માહિતી ખુબજ કામની છે ઘણી એવી સરકારી યોજનાઓ અને ઘણાં એવા કાયદાઓ વિશે હજુ પણ આપણે અજાણ્યાં છીએ જે ખરેખર આપણાં માટે ઘણા ઉપયોગ છે.

વાત કરીએ દિલ્હી ની તો ત્યાંથી એક આવોજ કિસ્સો સામે આવ્યો હતો દિલ્હી સરકાર અને અન્યના કેસમાં દિલ્હી હાઈકોર્ટે એમસીડીમાંથી 10 લાખનું વળતર એક વ્યક્તિના પરિવારને આપ્યું હતું જેણે રખડતાં પશુના હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ કેસમાં એવું બન્યું હતું કે સીતારામ નામના વ્યક્તિનું કોઈ રખડતા પશુના હુમલાથી મોત નીપજ્યુ હતું. ત્યારે કાયદા ની માહિતી રાખનાર તેની પત્નીએ કલમ 226 હેઠળ હાઇકોર્ટમાં અરજી કરી હતી અને 10 લાખ ના વળતરની માંગ કરી હતી.

ત્યારે તેને આ યોગ્ય વળતર મળ્યું ઓણ હતું. આવા તો અનેક કિસ્સાઓ છે. આ કેશમાં મૃતકની પત્નિ એ કહ્યું હતું કે દિલ્હી સરકાર અને એમસીડીની જવાબદારી છે કે તે શેરીઓ અને જાહેર સ્થળો પર રખડતા પશુઓને એક જગ્યા પર રાખે. ત્યારે સરકાર એ પોતાની આ ભૂલને કબૂલી અને પોતાના બેદરકારી બદલ મૃતક ની પત્ની ને વળતર પણ ચૂકવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here