13- સપ્ટેમ્બર, ગુરૂવારના રોજ ગણેશ ચતુર્થી છે. શ્રીગણેશ આપણા પ્રથમ પૂજ્ય દેવ છે. એટલે જ ગણેશ ચતુર્થીને દેશભરમાં અને ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગમાં ખૂબજ ધામધુમથી ઉજવવામાં આવે છે. ગણેશજીનું નામ હિંદુ ધર્મના 5 પ્રમુખ દેવોમાં એક છે. શાસ્ત્રોમાં ગણેશજીનાં 12 નામ વિશે જણાવવામાં આવ્યું છે, જેનો જાપ કરવાથી જીવનનાં દરેક સંકટ દૂર થાય છે.
શ્રીગણેશનાં 12 સિદ્ધ નામ
- સુમુખ
- એકદંત
- કપિલ
- ગજકર્ણ
- લંબોદર
- વિકટ
- વિઘ્નવિનાશક
- વિનાયક
- ધૂમકેતુ
- ગણાધ્યક્ષ
- ભાલચંદ્ર
- ગજાનન