શ્રીનગર હાઈ-વે પર કારમાં બ્લાસ્ટઃ CRPF જવાનોનો કાફલો માંડ બચ્યો

થોડા સમય પેહલા દેશમાં એક હુમલો થયો હતો પુલાવામાં જેમાં આપના દેશના 40 જેટલા જવાનો શાહિદ થયા હતા. ત્યારબાદ આપણે પાકિસ્તાન ઉપર એર સર્જીકલ સ્ટ્રાયક કરી અને જવાબ આપ્યો હતો.

પણ જેમ આપણે જાણીએ છે કે પાકિસ્તાન એની ના પાક હરકતોથી ક્યારેય બહાર નથી આવતું તેમ આજે એક ફરી વાર એવીજ મોડ્સ ઓપરેન્ડી વાપરી ને હુમલા નો પ્રયાસ થયો હતો. જાણો એ વિશે

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર હાઇવે પર કારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની માહિતી મળી રહી છે. જવાહર ટનલ પાસે બનિહાલ હાઇવે પાસે કારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે જવાનોનો કાફલો ત્યાંથી જ પસાર થઇ રહ્યો હતો ત્યારે શંકાસ્પદ બ્લાસ્ટ બાદ હાઇવે પર અફરા-તફરીનો માહોલ સર્જાયો.

પ્રાથમિક તપાસમાં પોલીસનું કહેવું છે કે કારમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા છે. જો કે આ દરમ્યાન કારનો ડ્રાઈવર ગાયબ છે. હાલમાં પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

ઉલ્લેખીનીય છે કે ગત 14 ફેબ્રુઆરીએ પુલવામામાં પણ આ જ પ્રકારનો આતંકી હુમલો થયો હતો જેમાં RDX ભરેલી કાર સેનાના કાફલા સાથે ટકરાઈ હતી. આ હુમલામાં 40 CRPF જવાન ઘાયલ થઈ ગયા હતાં.

જમ્મુ-કાશ્મીરના બનિહાલમાં જમ્મુ-શ્રીનગર હાઈવે પર એક કારમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ જવાહર ટનલ પાસે થયો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, બ્લાસ્ટ કારમાં રાખેલા સિલિન્ડરમાં થયો હતો. જવાનોનો કાફલો પસાર થઈ રહ્યો હતો તે જ સમયે આ બ્લાસટ થયો હતો. જવાનોના કાફલા પાસે બ્લાસ્ટ થયો હોવાથી વિવિધ અટકળોએ જોર પકડ્યું છે.

દુર્ઘટના બાદ હાઈવે પર અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો છે. જો કે, આ દુર્ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની થઈ હોવાની માહિતી મળી નથી. બ્લાસ્ટ થવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ પહેલા ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં પસાર થઈ રહેલ સીઆરપીએફના કાફલા પર સંદિગ્ધ કાર દ્વારા વિસ્ફોટ કરાયો હતો જેમાં ૪૦ જવાનો શહિદ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here