શનિવારે ક્યારેય ના ખરીદો આ વસ્તુઓ નહીં તો ક્યારે નહીં આવે ઘર માં બરકત

આમ તો કોઈ પણ વસ્તુના લાવવાનો સમય નક્કી હોતો નથી પરંતુ તે જરૂરિયાત પર આધાર રાખે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રના નિયમ પ્રમાણે કેટલીક વસ્તુઓ શનિવારે ન લાવવી જોઈએ. આજે એવી કેટલીક વસ્તુઓ વિશે માહિતી મેળવીએ તો આવો આજે આપણે જાણીએ કંઈ વસ્તુઓ એવી છે જે શનિવારે ઘરે ન લાવવી જોઈએ કે આ દિવસે ન ખરીદવી જોઈએ.

લોખંડની વસ્તુ.

શનિવારના દિવસે લોખંડની કોઈપણ વસ્તુ ન ખરીદવી જોઈએ કારણ કે આવું કરવાથી શનિદેવ ક્રોધિત થાય છે અને ભારતીય સમાજમાં આ પરંપરા લાંબા સમય સુધી ચાલી રહી છે અને મોટા પ્રમાણમાં લોકો આ પરંપરાને સાચવી રહ્યા છે.

શનિવારે લોખંડનો સામાન ન ખરીદવો જોઈએ પણ આ દિવસે લોખંડનું દાન કરવાથી શનિદેવ ખુશ થઈ જાય છે અને શનિવારે લોખંડનો સામાન દાન કરવાથી દ્રષ્ટિ નિર્મલ થાય છે અને નુકસાનમાં ચાલી રહેલો વેપાર લાભમાં પરિવર્તિત થાય છે અને આવા ઘણા ફાયદા મળે છે. પરિવારના સદસ્યો વચ્ચે તણાવની સ્થિતિ ઉદ્ભવે છે. આ ઉપરાંત શનિદેવ વાહનોથી ચાલતી દુર્ઘટનાથી પણ બચાવે છે.

મીઠુ

મીઠા વિનાનું ભોજન બેસ્વાદ લાગે છે, પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે શનિવારે મીઠું ખરીદવાથી દુર રહેવું જોઈએ. મીઠું આપણા જીવનનો મહત્વનો હિસ્સો છે અને મીઠું ખરીદવું હોય તો શનિવારેને બદલે બીજા દિવસે ખરીદો કારણ કે શનિવારે મીઠું ખરીદવાથી ઘરમાં દેવું વધવા લાગે છે અને ઘરના લોકો રોગનો ભોગ બનવા લાગે છે. મીઠું ખરીદવાથી એ ઘરમાં રોગ અને કરજનો પ્રવેશ થઇ જાય છે.

કાતર

શનિવારના દિવસે કાતર બલકુલ ના ખરીદવી જોઈએ કારણ કે તેનાથી શનિદેવ ક્રોધિત થાય છે અને કાતર એવી વસ્તુ છે કે જેને કપડા, કાગળ વગેરે કાપવામાં ઉપયોગ કરવામાં આવે છે અને જૂના સમયમાં કપડાના વેપારીઓ, દરજીઓ વગેરે શનિવારે નવી કાતર ખરીદતા નથી અને તે ખાસ ધ્યાન રાખે છે અને શનિવાર સિવાય બીજા દિવસે તેઓ કાતર ખરીદતા હોય છે. આ દિવસોમાં ખરીદેલી કાતર તણાવ લાવે છે.

કાળા તલ.

શિયાળાના સમયમાં કાળા તલ શરીરને માટે ફાયદાકારક હોય છે. અને શિયાળામાં શરીરની ગરમીને વધારે છે. તેમજ પૂજનમાં પણ કાલા તલનો ઉપયોગ કરવામાં આવી છે. શનિ દેવની ખરાબ દશાને ઓછી કરવા કાળા તલનું દાન કરવું જોઈએ. અને પીપળાના વૃક્ષ પર કાળા તલ ચઢાવવા જોઈએ. પરંતુ શનિવારે કાળા તલવ ન ખરીદવા જોઈએ.

સાવરણી.

એ વાત સાચી છે કે સાવરણી ઘરમાંથી કચરો બહાર કાઢે છે.પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે ઘરને નિર્મળ બનાવે છે અને કચરો બહાર કાઢવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને આથી જ શનિવારે સાવરણી ન ખરીદવી જોઈએ અને આમ કરવાથી ઘરમાં દ્રરિદ્રતા આવે છે માટે શનિવારના દિવસે કાતર બિલકુલ ન ખરીદવી જોઈએ.

શાહી.

શાહી એ આપણા જીવનમાં જરૂરિયાત વસ્તુ છે પણ વિદ્યા મનુષ્યને યશ અને નાણા અપાવે છે અને કહેવામાં આવે છે કે વિદ્યાને અભિવ્યક્ત કરવા માટેનું સૌથી મોટુ માધ્યમ છે પણ તમારે શનિવારના દિવસે શાહી બિલકુલ ન ખરીદવી જોઈએ કલમ અથવા તો પેનની ઉર્જા શાહીમાં રહેલી છે.

કાગળ, કલમ અને શાહીનો ખડિયો કે રીફિલ ખરીદવા માટે સારો દિવસ ગુરૂવાર છે જો તમે ગુરુવારે શાહી ખરીદશો તો અતિ ઉત્તમ ગણવામાં આવે છે અને શનિવારે શાહી ન જ ખરીદવી જોઈએ અને એ મનુષ્યને અપયશ આપે છે.

કાળા જૂતા.

શરીર માટે જેટલા જરૂરી વસ્ત્રો છે તેટલા જ જરૂરી પગરખા પણ છે અને કહેવામાં આવે છે કે ખાસ કરીને કાળા રંગના જૂતા પસંદ કરનારા આજે ઘણ લોકો છે. તો તે લોકોએ આવા જૂતા બિલકુલ ન પહેરવા જોઈએ અને જો તમે કાળા રંગના જૂતા ખરીદશો તો શનિવારે ન ખરીદો અને કોઈ બીજા વારે તમે જૂતા ખીરીદો અને એવી પણ માન્યતા છે કે શનિવારે ખરીદવામાં આવેલા જૂતા કાર્યમાં અસફળતા અપાવે છે અને જો તમે આ સિવાય બીજા કોઈ વારે જૂતા ખરીદશો તો તે તમારા માટે સારું રહેશે.

જ્વલનશીલ પદાર્થ.

જ્વલનશીલ પદાર્થ એ જીવન જરૂરિયાત વસ્તુ છે અને રસોઈના ઇંધણ માટે માચિસ, કેરોસીન વગેરે જ્વલનશીલ પદાર્થ જરૂરી છે તેવું કહેવાય છે પણ ભારતીય સંસ્કૃતિમાં અગ્નિને દેવ માનવામાં આવે છે. અને ઇંધણની પવિત્રતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તો જ્વલનશીલ પદાર્થ એ તમારે શનિવારે બિલકુલ ન ખરીદવો જોઈએ અને શનિવારે ઇંધણ એટલે કે તેલ પણ ન ખરીદવું જોઈએ અને તેનાથી પરિવારમાં ઘણી મુશ્કેલી આવે છે માટે તમારે આ દિવસે જ્વલનશીલ પદાર્થ બિલકુલ ન ખરીદવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here