આવા કિસ્સા આપણી સામે વારંવાર જોવા મળતા જ હોય છે પણ અહીંયા જે વાત કરવામાં આવી છે જે ધારીના હીરાવાની પ્રાથમિક શાળાની વાત કરવામાં આવી છે પણ અહીંયા આ 14 વર્ષની વિદ્યાર્થીનીને બિભત્સ અડપલા કરવાની ઘટનામાં શાળાના આચાર્યની સામે FIR ફાળવામાં આવી છે અને આવું થયા બાદ પણ પોલીસની ધરપકડથી બચવા માટે આ શિક્ષક ભૂગર્ભમાં ઊતરી ગયો છે.
તે પોલીસને ના મળે તે માટે ઘણી કોશિશ કરી રહ્યો છે અને શિક્ષણ વિભાગ દ્વારા પણ આ શાળાના આચાર્યની સામે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.આટલું જ નહીં પણ આ પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો અને તમામ વિધાર્થીઓ પણ આ કિસ્સાને લઈને વિચારમાં પડી ગયા છે અને તે પણ આચાર્યની શોધમાં નીકળ્યા છે.
કહેવામાં આવ્યું છે કે આ ધારીના કંડાવ ગામે આ એક પ્રાથમિક શાળા આવેલી છે અને આ પ્રાથમિક શાળામાં ખૂબ સંખ્યા પણ નથી અને અહીંયા આવેલી આ સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રમેશ સોજીત્રાએ શાળામાં જ ધોરણ 8 માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીની સાથે એકલતાનો લાભ લઈને બિભત્સ અડપલા કર્યાં હતાં અને તેની સાથે અવાર નવાર છેડછાડ કરી હતી તેવું જણાવ્યું છે.
આ ઘટનામાં આ શાળાના આચાર્ય સામે બાળકીના પિતાએ ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસથી બચવા માટે આ શિક્ષક ભૂગર્ભમાં ઊતરી ગયો છે અને આ આચાર્ય કઈ પણ વિચાર્યા વગર આ પગલું ભર્યું છે જેની જાણ શાળાના વિદ્યાર્થીઓને ખબર પડી હતી અને તેમ કરતા જ બધા દિક્ષકોને પણ જાણ થઈ ગઈ હતી આમ કરતા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
પણ જ્યારે પોલીસને જાણ થઈ હતી ત્યારે આ અંગે કંડાવના પી.એસ.આઈ ઝાલાએ જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ માટે પોલીસ દ્વારા જુદા જુદા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફોટોઝ પણ ચેક કર્યા હતા પણ આ આચાર્ય ત્યાંથી ફરાર થઈ ગયો હોવાથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી અને તેને શોધવાની ખૂબ જ કોશિશ ચાલી રહી છે.
જ્યારે આ અંગે અમરેલીના જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી જાદવે જણાવ્યું હતું કે આ ઘટના અંગે તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો અને તેના આધારે તપાસ કરનારા અધિકારી દ્વારા જુદા જુદા વ્યક્તિઓના નિવેદનો લઈને અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે. માત્ર બાળકીના વાલીનું નિવેદન નોંધવાનું બાકી છે. હાલ યુદ્ધના ધોરણે આ શિક્ષકની બદલી કરી દેવાશે અને બાદમાં ધરપકડ થયા પછી 48 કલાક જેલમાં રહે તો નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની પણ જોગવાઈ છે અને તેની ખાસ વાત એ પણ હતી કે આ આચાર્યને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.