ઘરે બેઠા મળશે શિરડી સાંઇ બાબાનો સાક્ષાત્કાર, કરી જુઓ આ રીત એકવાર..

સાંઈ બાબાનો સાક્ષાત્કારઃ

સાંઈબાબાના પ્રખર ભક્તોને ખ્યાલ જ છે કે ભક્તો માટે સાંઈબાબા હાજરાહાજૂર છે. આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છે જેનાથી તમે સીધા જ સાંઈબાબા સાથે જોડાઈ શકશો. આ માટે તમારે શિરડી પણ જવાની જરૂર નથી, ઘેર બેઠા તમને સાંઈબાબાનો સાક્ષાત્કાર થશે અને સારા  પરિણામ મળશે.

સ્ટેપ 1

પહેલા શાંતિ અને એકાંતમાં થોડો સમય વીતાવો. પ્રાણાયામ કરો, જેથી મગજ શાંત થાય. પછી આંખો બંધ કરી કલ્પના કરો કે તમે દ્વારકામાઈના ઘંટ, ચૂલો, ભાતનું તપેલુ વગેરેની પણ કલ્પના કરો.

સ્ટેપ 2

કલ્પના કરો કે તમે બાબાની સામે બેઠા છો, તમારી સમસ્યા કે પછી જે પણ વાત તમારે બાબા સાથે કરવી છે તેની ચર્ચા કરી રહ્યા છો. કલ્પના કરો કે બાબા તમારી સાથે વાત કરી રહ્યા છે. વાતચીતના અંતે તમે બાબને નમસ્કાર કરી રહ્યા છો અને બાબા તમને ઉદી આપી રહ્યા છે.

અનુભવઃ આ મેડિટેશનની એક રીત છે. આમ કરવાથી તમે બાબા સાથે ઘેરબેઠા જોડાયા હોવાની લાગણી થશે. તમે અગાઉ કરતા વધુ ગહેરાઈથી બાબા સાથે જોડાઈ શકશો. ઘણીવાર બાબા સાથેની વાતચીત કે સવાલ જવામાં તમને જીવનની સાચી  દિશા મળી જશે. આ પ્રેક્ટિસ કરનારાઓના  અનુભવ છે કે બાબા એવી ચીજો કહે છે જે ભવિષ્યમાં તમારા ભલાઈ માટે હોય છે. સાંઈ બાબાના ભક્તોએ બાબા સાથે વાતચીતથી જોડાવાની કોશિશ જરૂર કરવી જોઈએ

મૂંઝવણમાં હોવ તો સાંઈબાબાને આ રીતે પૂછો સવાલ, બાબા ચોક્કસ આપશે સાચો જવાબ

બાબા દૂર કરશે મૂંઝવણઃ

જીવનમાં અનેક વાર આપણે એવી મૂંઝવણમાં ફસાઈ જઈએ છીએ કે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી મળતો. આપણી બુદ્ધિ આપણને કશું  કરવા કહે છે અને આપણું મન કંઈક બીજું જ. આવામાં શું કરવું, શું ન કરવું, કોનું માર્ગદર્શન માંગવું જો એમાં તમે મૂંઝાતા હોવ તો અમારી પાસે તેનો ઉકેલ છો. જો તમે સાંઈ બાબાના ભક્ત હોવ તો બાબા તમને સવાલનો જવાબ આપશે, તમારા માટે જે સારુ હશે તે દિશામાં તમને દોરશે. જાણો બાબાને કેવી રીતે સવાલ પૂછી શકાય.

આત્મા અને મનઃ

કહેવાય છે કે માણસનું મન માકડા જેવું હોય છે એક જગ્યાએ સ્થિર નથી રહેતું. મગજથી ભૂલ થઈ શકે કારણ કે તેમાં અજ્ઞાન ભરેલુ છે. જ્યારે આત્મા ઈશ્વર સાથે જોડાયેલી છે અને તેને ખબર છે કે શું સાચું છે અને શું ખોટું. આત્માનો અવાજ નિષ્પક્ષ અને સાચો હોય છે. કારણ કે આત્મા પર માયાનો પરદો નથી હોતો.

પ્રશ્ન પૂછવાની રીતઃ

તમે મૂંઝવણમાં સાંઈ બાબાને પ્રશ્ન પૂછી શકો છો. તમારો જે પ્રશ્ન હોય તેને અનુસાર બે ચિઠ્ઠી બનાવો. દાખલા તરીકે, ત્રણ મહિનામાં જોબ મળી જશે? આ વર્ષે લગ્ન થઈ જશે? સાથે હા અને નાનો જવાબ લખીને બે ચિઠ્ઠી બનાવો. હવે આ ચિઠ્ઠી બાબાની પ્રતિમા કે તસવીર સામે વાળીને મૂકો. બે હાથ જોડીને મનથી બાબાનું ધ્યાન ધરો, તેમનું સ્તવન કરો અને બાબાને તમને સાચું માર્ગદર્શન આપવા પ્રાર્થના કરો. હવે એક ચિઠ્ઠી ઉપાડો. તમારા માટે જે સારુ હશે, તે ચિઠ્ઠીના જવાબ રૂપે બાબા તમને કહી દેશે.

આટલું ધ્યાન રાખોઃ

પ્રશ્ન ફક્ત એક જ વાર પૂછાવો જોઈએ અને તેનો જે જવાબ આવે તેને માની લો. સવાલ અયોગ્ય કે માત્ર કૂતુહલતાથી પૂછાયેલો ન હોવો જોઈએ. જીવનમાં તમે ખરેખર જ્યારે મોટી મૂંઝવણમાં મૂકાયા હોવ ત્યારે જ બાબાનું માર્ગદર્શન માંગો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here