ફેમસ કૉમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તાજેતરમાં જ 10 વર્ષ પૂર્ણ કર્યા છે. જો કે આ જશ્નને મનાવવામાં નહતું આવ્યું જેનું કારણ આ સીરિયલમાં ડૉ. હાથીનું પાત્ર નિભાવનાર કવિ કુમાર આઝાદનું અચાનક મૃત્યુ નિપજવુ છે. આ દરમિયાન શોમાં મુખ્ય પાત્ર નિભાવનારા નટ્ટુ કાકાએ એવુ રહસ્ય ખોલ્યું છે જે જાણીને તમે ચોંકી જશો.
શૉમાં નટ્ટુ કાકાનું પાત્ર નિભાવનારા ઘનશ્યામ નાયકે તાજેતરમાં જ કહ્યું, “તારક મહેતા કા ઉલ્ટા શૉએ ડિપ્રેશનથી પરેશાન લોકોને બચાવ્યા છે. હું એક એવા માણસને ઓળખું છું જે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો. તારક મહેતાનાં એક એપિસોડે તેને આવુ કરતા રોક્યો અને જીવવા માટે નવું કિરણ આપ્યું. એટલા સુધી કે એ વ્યક્તિએ શૉનો આભાર પણ માન્યો.” ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉની શરૂઆત 2008માં થઇ હતી. આ શૉ દરેક ટીવી પર આવે છે અને સતત ટૉપ-10માં રહે છે.
ઉલ્લેખનીય છે કે ડૉ.હાથીનાં નિધનનાં સમાચારથી સીરિયલની પૂરી સ્ટારકાસ્ટ હતપ્રભ થઇ ગઇ હતી. જો કે ડૉ. હાથીનાં નિધન બાદ શૉની ટીઆરપીમાં જોરદાર વધારો થયો છે.