થાઇલેન્ડનાં કંચનબુરીનાં ટાઇગર ટેમ્પલમાં એક બૌદ્ધ સાધુ વાઘ સાથે રમતો જોવા મળ્યો.

ગાઝા પટ્ટી અને ઇઝરાયલ વચ્ચે એક પેલેસ્ટાઇન શરણાર્થી આફ્રિકન બાળ સિંહને વ્હાલ કરતો નજર આવ્યો. આ સિંહ બાળને ગાઝાથી લઇ જવામાં આવતો હતો તે સમયે છૂટા પડવા વેળાએ એકબીજા પર વ્હાલ દર્શાવતા મિત્રો

પેલેસ્ટાઇનનો એક શર્ણાર્થી બે આફ્રિકન બાળ સિંહ સાથે તેનાં ઘરની બહાર નજર આવ્યો. અલ જમાલ નામનાં આ વ્યક્તિની દિલી ખ્વાઇશ હતી કે તે સિંહ બાળને તેનાં ઘરમાં ઉછેરે જે પૂર્ણ થઇ છે. અને તે તેમની સાથે આ મજાની લાઇફ જીવવાનું પસંદ પણ કરે છે. તેનાં સિંહ બાળમાં એક મહિલા છે જેનું નામ મોના છે અને એક પુરૂષ છે જેનું નામ એલેક્સ છે.

પોર્ટુગલનાં બેનફિટામાં લિસા તેનાં પાળતુ ઘેટાંને ગળે મળતી વેળાની તસવીર લીસા પાસે 14 ઘેટા છે જે વર્ષે 50 કિલો (110 પાઉન્ડ) ઉન પેદા કરે છે.

ન્યૂયોર્કનાં મેનહેટનનાં ડેકે બ્રુયેર તેનાં શ્વાન ચહલુપાને જમાડતા સમયની ખાસ તસવીર

છેલ્લા નવ વર્ષથી ડેન મેકમેનુસ તેનાં શ્વાન ‘શેડો’ સાથે પેરા ગ્લાઇડિંગની મઝા માણે છે. આ માટે તેણે શેડો માટે ખાસ હારનેસ પણ બનાવડાવી છે.

મુંબઇનાં રસ્તા પર એક વ્યક્તિ તેની સાયકલ પર તેનાં પાળતું શ્વાન સાથે નજર આવ્યો.

સ્લેવિસ્કમાં એક માણસ ગાર્ડનમાં તેનાં બાળ ઘોડા સાથે નજર આવ્યો. તે તેની પુસ્તક વાંચતો હતો અને બાળ ઘોડો તેની સાથે ઉભો છે.

સેન્ટ્રલ ઇંગ્લેન્ડનાં બર્મિંગહમમાં યોજાયેલાં ડોગ શોમાં માલિક તેનાં ડોગ સાથે

કેલિફોર્નિયાનાં મિડલટનમાં તેના શ્વાન ડોબી સાથે હળવાશની પળ માણતો રોબર્ટ હૂપર

યુરોપમાં એક પર્વતીય સ્પર્ધામાં ભાગ લેતા સમયે શ્વાન તેનાં મિત્ર સાથે..

સાઉદીમાં અબદૂલ રહેમાનનામનો આ વ્યક્તિ દરરજો 500થી વધુ પક્ષીઓને દાણા ખવડાવે છે. આ તેનો શોખ છે.