સામાન્ય રીતે દરેક ખેડૂતને ખેતી માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. અને ઘણી વખત તો મહેનત કરવા છતાં પણ તેને કોઈ વળતર મળતું નથી. આ ઉપરાંત જમીન ના કાગળ કઢાવવા માટે પણ ઘણી વખત ખૂબ જ કચેરીમાં ખૂબ જ જવું પડે છે. અને ઘણી બધી મહેનત કરવી પડે છે. આમ છતાં પણ ઘણીવાર 7/12 નીકળતું નથી. 7/12 એટલે ગુજરાત રાજ્ય સરકાર 225 તાલુકાઓ અને ૨૬ જિલ્લાઓના જમીન ના રેકોર્ડ આપે છે. 7/12 એટલે રેકોર્ડ માટે નક્કી કરેલ 18 પત્રકોમાં નું સાત નંબરનું અને બાર નું પત્રક.
આ પત્રકમાં જમીન ખેડનાર ના ખેડૂત નું નામ અને જમીન પ્રમાણે કયા કયા પાક ની વિગત થાય છે. તે વિગત લખેલી હોય છે. ક્ષેત્રફળ કપાત છે કે નહીં વગેરે ઉપયોગી માહિતી આમાં દર્શાવવામાં આવે છે. જો તમે તમારો 7/12 નો દાખલો ઓનલાઈન મેળવવો હોય તો http://anyror.gujarat.gov.in/ પર જોઈ શકો છો.
આ વેબસાઈટ ઉપર તમે દરેક માહિતી મેળવી શકો છો. જેમ કે, જૂની સ્કેન કરેલી VF6, પ્રવેશ વિગતો, VF7 સર્વે નંબર નું વર્ણન, VF પ્રવેશ વિગતો, કોર્ટ કેસની વિગતો, માલિકના નામે એકાઉન્ટ નંબર, સરવે નંબર વગેરે માહિતી આ વેબસાઈટ પરથી મળી શકે છે. જો તમારે 7/12 ની વિગતો ઓનલાઇન જોવી હોય તો જોઈ શકો છો.
જેમ જેમ વારસદાર બદલાતા જાય છે, તેમ તેમ જમીનના ટૂકડા થતા જાય છે. અને જમીન ના અલગ અલગ નામ પડતાં જાય છે. જેમ કે, 50 નંબર નું ખેતર હોય તો તેના વારસદાર માટે 50/1, 50/2, 50/૩ વગેરે લખીને ઓળખ મળે છે.
સરવે નંબર એટલે જે તે ગામના મૂળ સર્વે કર્યો હોય તે ખેડૂતના અનુક્રમ નંબર. આ ઉપરાંત જમીનનો સત્તા નંબર દર્શાવવામાં આવે છે. જમીનના સત્તાના પ્રકારમાં જુની શરત, નવી શરતની જમીન, ખેતી વગેરે દર્શાવાય છે.
આ ઉપરાંત ખેતરનું નામ દર્શાવવામાં આવે છે કે તેમના નામમાં ઘણી વખત ડેરી વાળું ખેતર, છેવાડાનું ખેતર, આંબા વાળું ખેતર, રામવાળો, જાંબાવાળું વગેરે ખેતરના નામ હોય છે. જો જમીન ખેડવા લાયક હોય તો તેમાં પણ મૈસુર, ટેક્સ, ઉઘરાણી, ખેતીની ઉપજ, આવક વગેરે માહિતી દર્શાવવામાં આવે છે. જમીનના મુખ્ય ત્રણ ભાગ હોય છે, જરાયત જમીન,બાગાયત, ક્યારી જમીન.
જરાયત જમીન એટલે આ પ્રકારની જમીનમાં કોઈ પણ પ્રકારની ખેતી થતી નથી. એટલે કે પડતર જમીન છે. આવી જમીનમાં ચોમાસું જાય એટલે આપોઆપ ઘાસ નીકળે છે. ત્યારબાદ બાગાયત જમીનમાં અલગ-અલગ વૃક્ષો અને વાવવામાં આવે છે. અને આ આની ઉપજ ઘણી સારી થાય છે. ત્યારબાદ ક્યારી જમીન એટલે જે જમીનમાં ઘઉં, મકાઈ, જુવાર, ડાંગર વગેરે થતી હોય તેને ક્યારી જમીન કરી છે.
આ ઉપરાંત તેમાં ગણાતીયાના નામ પણ લખવામાં આવે છે.ગણાતીયાના નામ એટલે ભાડું વસૂલીને મકાન જે વ્યક્તિ ભાડું આપે છે તે વ્યક્તિ ભાડુંઆત કહેવાય છે. આ ઉપરાંત તેમા મોજ જે તે ગામનું નામ, તાલુકા નું નામ અને જિલ્લાનું નામ દર્શાવવામાં આવે છે. આ વેબસાઈટ પરથી જે તે માહિતી મળે તે ફક્ત માહિતી માટે જ હોય છે. તેને કોઈ સત્તાવાર કોપી તરીકે ઉપયોગ કરી શકતા નથી. અને જો આ માહિતીની ખૂબ જરૂરી હોય તો સબ રજીસ્ટર ઓફિસ નો સંપર્ક કરવો પડે છે.