કોરોનાકાળ માં દરેકને પોતાના સ્વાસ્થ્ય ની સંભાળ રાખવી ખુબજ જરૂરી છે. તેના માટે ઘરેલું ઘણા બધા ઉપચાર છે. જેના લીધે આપણે કોરોના સામે લડી શકીએ છીએ અને તેનો સામનો કરી શકીએ છીએ. જો ઓક્સિજન લેવલ ઓછુ થાય તો તરત જ આ એક સામાન્ય પોટલી નો ઉપયોગ કરવાથી ઓક્સીજન ઓછુ થશે નહિ. હવાને શુદ્ધ કરે તેવા છોડ ઘર ના આંગણા માં વાવો. જેવા કે , તુલસી, પીપળો, બામ્બુ જેવા છોડ સૌથી વધારે ઓક્સીજન આપે છે. અને ક્યારેય ઓક્સિજન ઓછુ નહિ થાય.
એક કપૂર ની ગોળી અને એક ચમચી અજમો અને ૨-૩ લવિંગને રૂમાલ માં પોટલી બનાવી ૧૦ થી ૧૫ વાર ઊંડા શ્વાસ સાથે સૂંઘવાની અને દર બે કલાકે સુંઘવાની. આનાથી ર૪કલાક માં ઓક્સિજન લેવલ ૯૮-૯૯ થઈ થાય છે.થોડા થોડા દિવસે પોટલી ફેરવતા રહેવું.
ફેફસાની સફાઇ માટે રોજીંદા ખોરાક માં પણ ધ્યાન દેવું જરૂરી છે. જેમ કે હળદર, ચેરી, બ્રોકલી, અખરોટ, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી- આ એવી કેટલીક ચીજો છે જે ખાવાથી ફેફસાં કુદરતી રીતે સાફ થઈ જાય છે. ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય છે. એન્ટી ઓકિસડન્ટોથી ભરપૂર ગ્રીન ટી ફેફસામાં બળતરા અને ખંજવાળને દૂર કરીને ફેફસાની નાજુક પેશીનું રક્ષણ કરવાનું કામ કરે છે. અને ફેફસા ના ઇન્ફેશનથી પણ બચી શકાય છે.
ગરમ પાણી માં ૧૦-૧૨ ફુદીના ના પાંદ,અજમાના પાંદડા, હળદર, રાઈ, સુંઠ અને લવિંગ, મીઠું નાખી વરાળ નીકળે ત્યારે એક કપડું ઓઢી ને તે વરાળને મો અને નાક વડે લો. જેનાથી ગળામાંથી અને નાકમાંથી અડચણ રૂપ કફ બહાર નીકળી જાય છે અને શ્વાસ સરળતાથી લઈ શકીએ છીએ જેથી ઓક્સિજન લેવલ વધે છે.અઠવાડિયા માં ૩-૪ વખત આવો નાસ લેવો. જુના માં જુનો કફ પણ તરત જ બહાર નીકળી જશે.
ફેફસાને સાફ રાખવા માટે પાણી ગરમ કરીને તેમાં કલહાર ના પાંદડા પલાળી ને પછી તેમાં સૂકો ફૂદીનો નાખીને ૧૫ મિનિટ પલાળી રાખવું, ત્યાર પછી તેમાં મધ નાખી ને ચા બનાવી લેવી. આ ચા નું નિયમિત સેવન કરવાથી ફેફસા સ્વસ્થ રહે છે અને ફેફસા ને લગતી કોઈ બીમારી થતી નથી.
હળદર, આદું અને લસણ દ્વારા ફેફસાને સ્વસ્થ રાખી શકાય છે. ૧ લીટર પાણી, ૨ ચમચી હળદર, ૧ આદુનો ટૂકડો, થોડું લસણ , થોડો ગોળ. ગેસ પર ૧ લીટર પાણી ગરમ થવા મૂકો. હવે તેમાં ગોળ નાખી દો. અને ત્યાર બાદ તેમાં આદૂ અને લસણના ટૂકડા અને હળદર ઉમેરી દો. થોડો સમય ઉકાળો. પછી ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ રોજ સવારે બે ચમચી અને સાંજે બે ચમચી એમ સેવન કરવાનું છે જેનાથી ફેફસા સાફ રહેશે.
શ્વાસ લેવાની કસરત એ ફેફસાંની સફાઈનો એક સારો માર્ગ છે. ખાસ કરીને જો તમે ધૂમ્રપાન કરો છો અથવા જો ફેફસાના સંબંધિત કાઈ રોગ છે. તેથી આ શ્વાસ લેવાની કસરત ફેફસાના કચરાને સાફ કરીને ચોક્કસપણે ફેફસાંનું કાર્ય સુધારશે અને તેને સાફ રાખવામાં પણ મદદ કરશે. દરરોજ 2 કપ ગ્રીન ટી પીતા હોય તેઓમાં ગ્રીન ટી ન પીનારા લોકો કરતા ફેફસાંનું કાર્ય વધુ સારું જોવા મળ્યું હતું. એટલે રોજ ગ્રીન ટી પીવાની ટેવ રાખો. જે આપણી ફેફસા માં હવા પસાર કરી અને શ્વાસની તકલીફ દૂર કરી શકે છે.
મધ, જે એન્ટી ઓકિસડન્ટ અને બળતરા ઓછી કરે છે છે, તે ફેફસાની બળતરા અને ફેફસા નો કચરો દૂર કરવામાં પણ ખુબ જ મદદગાર સાબિત થાય છે. મધ અસ્થમા, ક્ષય રોગ, ગળાના ચેપ અને ફેફસાંને રાહત સહિતના ઘણા શ્વસન રોગોને મટાડવામાં મદદરૂપ થઈ શકે છે. દરરોજ 1 ચમચી મધનું સેવન ફેફસાં માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
લીંબુ ફેફસાની સફાઈ માટે ખુબ ઉપયોગી છે. લીંબુમાં વિટામીન-સી ના લીધે લીંબુમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ હોય છે. જે શરીરમાં મેટાબોલીઝમને મજબુત કરે છે. આપણે વ્યસન અને બીડીના ધુમાડાની સફાઈ પણ આ લીંબુથી થાય છે. માટે સફાઈ લીંબુનો રસ પીવો જોઈએ. જેના લીધે ફેફસાની સફાઈ થતા ઓક્સીજન લેવલ વધે છે.