મીઠાના આ અનોખા ઉપાય, રાતો રાત બદલી શકે છે તમારી કિસ્મત
માનવીના જીવનમાં મીઠાનું ખુબ જ મહત્વ રહેલું છે. મીઠાનો સંબંધ માત્ર સ્વાદ કે સ્વાસ્થ્ય પુરતો નથી. પરંતુ તમારા સૌભાગ્ય સાથે પણ નજીકનો સંબંધ ધરાવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માઠું ચંદ્ર અને શુક્ર ગ્રહનું પ્રતિનિધિ છે. મીઠા સાથે જોડાયેલ એવી જ્યોતિષીય વસ્તુ અને ઉપાય છે જેનો પ્રયોગ કરવાથી માનવીની કિસ્મત ચમકે છે.
1. નજર દુર કરવા
મીઠાનો પ્રયોગ માત્ર ખાવામાં જ નહીં પરંતુ નજર દોષને દુર કરવામાં પણ કરી શકાય છે. જો તમને લાગે કે ઘરના કોઇ સભ્યને નજર લાગી છે તો તમે એક ચપટી માઠું લઇને 3 વખત તેના પરથી ઉતારીને ફેંકી દો. માન્યતા છે કે તેનાથી નજર દોષ દુર થશે.
2. વાસ્તુદોષ દુર કરવા
વાસ્તુ વિજ્ઞાન અનુસાર કાચના ગ્લાસમાં મીઠું ભરીને શૌચાલય અને બાથરૂમમાં રાખવાથી વાસ્તુદોષ દુર થાય છે. આ ઉપાય પાછળનું તાર્કિક કારણ પણ છે. ઉલ્લેખનીય છે કે, મીઠું અને કાચનો સીધો સંબંધ રાહુ ગ્રહ સાથે છે. જે તેની સાથે જોડાયેલ પ્રભાવને દુર કરવા માટે મદદરૂપ સાબિત થાય છે.
3. મીઠાવાળા પાણીથી સ્નાન કરવાથી
નાહવાના પાણી માં મીઠું નાખીને સ્નાન કરવાથી કે પછી હાથ પગ ધોવાથી ઘણો બધો ફાયદો થાય છે. મીઠાથી આપણું શરીર એકદમ ફ્રેશ થઇ જાય છે અને શરીરની અંદર સકારાત્મક એનર્જી પણ આવે છે અને ઊંઘ પણ સારી આવે છે. અઠવાડિયામાં ઓછાંમાં ઓછી એકવાર તમારા બાળકને થોડું મીઠું નાખેલ પાણીથી નહવડાવશો તો તેને કોઇને ખરાબ નજર લાગશે નહીં અને બીમાર પણ નહીં પડે.
4. કારોબારની પ્રગતિમાં
ઘર અથવા કારોબારને ખરાબ નજરની તાકાતથી બચાવવા માટે મીઠાંનો પ્રયોગ અસરકારક નીવડે છે. ગાંઠાવાળું મીઠું લાલ કલરના કપડાંમાં બાંધીને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લટકાવવાથી ઘરમાં કોઇપણ પ્રકારની નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી.