એર સ્ટ્રાઈક વખતે એક આર્મી પરિવારમાં થયો બાળકનો જન્મ, નામ રાખ્યું – મિરાજ સિંહ
આ પરિવારના મોટા ભાગના સભ્યો છે સૈન્યમાં.
ગઈકાલે આપણા દેશની વાયુસેનાએ જે કરી બતાડયું તે અધભૂત છે. જેના લીધે આખો દેશ ખુશીમાં હતો ત્યારે એક સૈનિક પરિવારની ખુશી આપણા કરતા વધુ હતી કેમ કે સૈનિક પરિવાર વાયુસેના એ લીધેલ બદલા થી ખુબજ ખુશ હતો અને સાથે સાથે તેમના ત્યાં પુત્રનો જન્મ થયો જેના લીધે એમની ખુશી ડબલ થઈ ગઈ.
ત્યારે તેમને એનું નામ અલગ પડવાનું કૈક વિચાર્યું અને દેશની વાયુસેના એ સર્જીકલ સ્ટારઈક માં જે વિમાનો વપરાયા તેનું નામ મીરાજ હતું તેથી તેનું નામ પણ મીરાજ પાડવાનું નક્કી કર્યું.
પુલવામા હુમલા બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકીના ઠેકાણાં પર બોમ્બમારો કરીને બદલો લીધો છે. ત્યારબાદ આખા ભારતમાં ખુશીનો માહોલા પ્રસરી ગયો છે. ઠેકઠેકાણે લોકો ઝંડા લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે અને મીઠાઈઓ આપીને ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગે રાજસ્થાનમાં સૈનિકના પરિવારમાં એક બાળકનો જન્મ થયો તો તેનું નામ મિરાજ સિંહ રાખવામાં આવ્યું.
કહેવાય છે કે, નાગૌર જિલ્લાના ડાબડા ગામમાં રહેતા મહાવીર સિંહની પત્ની સોનમને પ્રસવ પીડા બાદ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અહીંયા તેણે એક છોકરાને જન્મ આપ્યો. તેનો જન્મ એ જ સમયે થયો જ્યારે ભારતીય વાયુસેનાના મિરાજ વિમાન પાકિસ્તાની જમીન પર તબાહી મચાવી રહ્યા હતા.
પુલવામા શહીદોના બદલાના રૂપમાં થયેલી આ કાર્યવાહીથી અભિભૂત પરિવાર બાળકનું નામ મિરાજ સિંહ રાઠોડ રાખી દીધું. મિરાજના પરિવારના મોટાભાગના સભ્યો સૈન્યમાં છે. મોટા પપ્પા ભૂપેન્દ્ર સિંહ એરફોર્સમાં છે અને નૈનીતાલ એરફોર્સ સ્ટેશન પર તહેનાત છે. જ્યારે મિરાજના એક અન્ય મોટા પપ્પા એસએસ રાઠોડ પણ ભારતીય સૈન્યના રિટાયર્ડ જવાન છે.
મિરાજે વરસાવ્યો પાકિસ્તાનમાં કહેર
ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારે બોમ્બમારો કર્યો. આ એરસ્ટ્રાઈકમાં 300 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. આ આખા હુમલામાં વાયુસેનાના 12 મિરાજ 2000 વિમાનોએ પાકિસ્તાનની જમીન પર તબાહી મચાવી દીધી અને લેઝર ગાઈડેડ બોમ્બ નાખ્યા. આ હુમલાએ આતંકવાદી સંગઠનની કમર તોડી નાંખી છે.
આવી દેશપ્રેમની ભાવના ને સલામ. જય હિંદ.