આજકાલ લોકો આ વલણમાં સફેદ વાળની સમસ્યા વધુ ધરાવે છે. બગડેલી જીવનશૈલી અને ભાગદોડ વાળી જીંદગીના લીધે વય પેહલા જ વાળ ખરવા અને વાળનું સફેદ હોવું એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.
હાલમાં, લગભગ 70 ટકાથી વધુ લોકો તેમની વય પહેલા જ સફેદ વાળની સમસ્યાથી પીડાય છે. વૃદ્ધાવસ્થા પહેલા જ સફેદ વાળ થઈ જવા એના માટે ખાલી પ્રદુષણ જ જવાબદાર નથી, પરંતુ તેની પાછળનું એક મોટું કારણ એ લોકોના આહાર છે.
અખરોટ અને બદામ
સફેદ વાળની સમસ્યાઓવાળા લોકોને અખરોટ અને બદામ ખાવી જોઈએ.કારણ કે તે વાળને સફેદ થતા અટકાવે છે. દરરોજ સવારમાં પાણીમાં પલાળેલી ચાર બદામ ખાવાથી સફેદ વાળની સમસ્યામાં ઘટાડો થાય છે. બદામના તેલથી મસાજ કરવાથી ખૂબ આરામ મળે છે. બદામમાં કોપર અને વિટામિન-ઇ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે વાળને પૂરતા પ્રમાણમાં પોષણ આપે છે.
લીલા પાંદડાવાળા શાકભાજી
વ્યસ્ત જીવન અને બધી જ ભેળસેળને લીધે સંતુલિત અને પોષ્ટિક આહાર લેવાનું એક પડકાર બની ગયું છે. કેટલાક લોકો ઓફિસની ભાગમભાગના લીધે સવારનો નાસ્તો પણ કરી શકતા નથી અને બપોરે પણ તેઓ બહારનો ખોરાક ખાઈ લે છે.જેના કારણે તેઓ ઘરનો પોષ્ટિક આહાર પણ લઇ શકતા નથી.
આ વસ્તુઓ એમને ઘણી રીતે નુકશાન કરે છે તેમજ સફેદ વાળ પણ એના લીધે જ થાય છે. સફેદ વાળને ટાળવા માટેનો શ્રેષ્ઠ અને સરળ રસ્તોએ લીલા શાકભાજી છે. લીલા શાકભાજીમાં વિટામિન બી 6, વિટામિન બી 12 અને અન્ય પોષક તત્વો જોવા મળે છે. જે લાલ રક્ત કોશિકાઓને ઉત્પન્ન કરે છે અને વાળને સફેદ થવાથી પણ અટકાવે છે.
માછલીનું સેવન
ઓમેગા -3 ફેટી એસિડ્નો શ્રેષ્ઠ સ્ત્રોત એ માછલી છે. માછલી પોતે સંપૂર્ણ આહાર સમાન છે. જે લોકો માછલી ખાય છે તે લોકોને કોઈ પણ રોગ સરળતાથી થતો નથી. જો વાળને સફેદ ના કરવા હોય તો, દરિયાઈ માછલીઓ ખાવી જોઈએ. સૅલ્મોન જેવા ખારા પાણીમાં સૅલ્મોન હોય છે. આ ગુણધર્મ વાળને સફેદ કરવાવાળા હોર્મોન્સને અટકાવે છે. જે લોકોને સફેદ વાળની સમસ્યાઓ હોય, તેઓએ અઠવાડિયામાં એકવાર માછલી જરૂર ખાવી જોઈએ.
આમળા એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે
આમળા માત્ર આંખો માટે જ નહી પરંતુ વાળ માટે પણ શ્રેષ્ઠ ઉપાય છે. જેમને સફેદ વાળ, વાળનું ખરવું જેવી સમસ્યાઓં હોય, તે લોકો માટે આમળા લેવાનું ખૂબ જ ફાયદાકારક છે. આમળા વાળ માટે ટૉનિકની રીતે કામ કરે છે. દરરોજ સવારે ઓછામાં ઓછુ એક આમળું લેવું જ જોઈએ જે તમારા શરીરને અને તમારા વાળને તંદુરસ્ત રાખે છે.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ We Gujjus ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.