પ્લેયર અનનોન બૈટલગ્રાઉન્ડ(PUBG) દુનિયાભરમાં ખુબ તેજીમાં લોકપ્રિય થયો છે. કોમ્પ્યુટર પછી હવે મોબાઈલ માં પણ તે આવી ચૂક્યું છે અને ભારતમાં પણ તેના યુઝર્સ ખુબ વધી રહ્યા છે. કંપની આ મોબાઈલ ગેમ ની ચોથી સીઝન
લાવવવાની તૈયારીમાં છે. પબજી ના બૈટલ ગેમ ની ત્રીજી સીઝન 18 નવેમ્બર ના રોજ પૂરી થઇ ચુકી છે.
પબજી ના ચોથા સીઝનમાં ઘણા નવા ફીચર્સ જોડાશે. સ્માર્ટફોન યુઝર્સ ની પાસે 20 નવેમ્બર ના PUBG ના નવા સીઝન ની અપડેટ મળશે. 21 નવેમ્બર ના રોજ તેના માટે ગ્લોબલ સર્વર્સ કનેક્ટ કરી શકાશે એટલે કે 21 ના રોજ દરેક ડિવાઇસ માં તેને ઍક્સેસ કરવામાં આવી શકાશે. ગેમર્સ માટે સારી ખબર એ છે કે અપડેટ હોવાના દરમિયાન ગેમ ઓફલાઈન નહીં થાય.
ધ્યાન દેનારી વાત એ છે કે લેટેસ્ટ વર્જન ના PUBG માં સીઝન 3 ની રૈકિંગ અને સ્કોર્સ નહિ ગણવામાં આવે. નવા જુના દરેક યુઝર્સ ને બિલકુલ નવા તરીકાથી શરૂઆત કરવાની રહેશે.
નવા અપડેટ પછી આ ગેમમાં હોલીવુડ ફિલ્મ સુસાઇડ સ્કોયડ ના કેરેકટર્સ હાર્લી કવિન અને જોકર પણ જોવા મળશે. તેના સિવાય હવે અસોલ્ટ રાઇફલ M762 પણ મળશે. વેપન્સ ને રિવૈંપ કરવામાં આવ્યું છે. નવા બૈકપૈકસ, વ્હીકલ્સ, એરોપ્લેન અને પૈરાશૂટ પણ મળશે.
આ અપડેટ માં સૈનહૉક મૈમ્સ માં પણ અમુક બદલાવ જોવા મળશે અને સાથે જ અહીં સ્કૂટર્સ પણ જોવા મળશે.
રિપોર્ટ અનુસાર આ વખતે એકેર્ડ માં હાર્ડકોર મોડ પણ આપવામાં આવશે. જો કે તે કોમ્યુટર માટે છે. તેમાં મૈમ્સ પર દુશ્મન ના ફૂટપ્રિન્ટ્સ નહિ જોવા મળે. એ પણ નહિ ખબર પડે કે ફાયરિંગ ક્યાંથી થઇ રહી છે.