આપણા ધાર્મિક ગ્રંથો વિશે દરેક લોકો જાણતા હોય છે. પરંતુ એવી ઘણી બધી બાબતો છે. જે આપણે ક્યારેય જાણતા નથી હોતા. રામાયણનું લેખન ઘણા બધા અલગ અલગ લેખકો દ્વારા રામાયણ લખવામાં આવી છે. રામાયણમાં સીતા માતા ને જાનકી કે વૈદેહી તરીકે ઓળખવામાં આવી છે. જનક રાજાની પુત્રી હોવાને કારણે તેને જાનકી કહેવામાં આવે છે. દરેક લોકો ને આ માહિતી જાણતા હોય છે.
અદભુત રામાયણમાં રાવણ અને સીતા નો સંબંધ પિતા અને પુત્ર તરીકે દર્શાવવામાં આવ્યો છે. પરંતુ જ્યારે વાલ્મિકી રામાયણમાં આ પ્રકારના સંબંધનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઘણાને આ પ્રશ્ન થાય કે શું માતા સીતા લંકા પતિ રાવણ ના પુત્રી હશે તો તેની પાછળ એક કથા છે. તો ચાલો જાણીએ તેના વિશે.
એક કથા પ્રમાણે એવું કહેવાય છે કે, એકવાર એક બ્રાહ્મણ લક્ષ્મી માતાને પોતાની પુત્રી તરીકે જોવા માગતા હતા. એટલે લક્ષ્મી માતાની રોજ પૂજા અર્ચના કરતા હતા. અને પૂજા-અર્ચના કર્યા પછી ચાર-પાંચ જેટલા દૂધ ના થોડાક ટીપા એક નાનકડા લોટામાં નાખતા હતા. આ રોજનો ક્રમ હતો. રોજ માતાની પૂજા કરીને દૂધ લોટમાં નાખતા હતા. એક વાર બ્રાહ્મણ ઋષિ ત્યાં હાજર ન હતા. અને તે જ સમયે ત્યાં અચાનક જ રાવણ આવી જાય છે. ત્યાર બાદ રાવણે તે ઋષિ નો વધ કરી નાખી અને તે લોટામાં તેનું લોહી નાખીને લંકા લઈ જાય છે.
ત્યારબાદ લંકા જઇને રાવણ મંદોદરી ને કહે છે કે, આ લોટામાં ખૂબ જ ભયાનક ઝેર છે. એટલે તેને ખોલતા નહિ. થોડા સમય પછી રાવણ લંકાની બહાર વિહાર કરવા માટે જાય છે. અને મંદોદરી ખૂબ જ દુઃખી થઈ જાય છે. તેને પોતાની આત્મહત્યા કરવા કરવાનો વિચાર આવે છે. અને આત્મહત્યા કરવા માટે તે આ લોટામાંથી ઝેર પીવે છે. પરંતુ આ ઝેરની અસર મરવાને બદલે મંદોદરી ગર્ભવતી બનાવી દે છે.
આ સમાચાર જાહેર થાય તો રાવણ ખુબજ ગુસ્સે થઇ જશે એવું વિચાર્યું. રાવણ ની ગેરહાજરીમાં કેવી રીતે ગર્ભ ગર્ભવતી થયા. એમ વિચારીને મંદોદરી તીર્થ યાત્રા ના બહાને કુરુક્ષેત્રમાં જાય છે. ત્યારબાદ કુરુક્ષેત્રમાં જઈને પોતાનો ગર્ભ કાઢીને ધરતીમાં દફનાવી દે છે. અને પછી લંકામાં પરત આવી જાય છે. થોડા સમય બાદ જ્યારે ગર્ભ પરિપક્વ થાય છે.
એક વખત મિથિલા નરેશ જનક જમીનમાં હળ ચલાવી રહ્યા હતા. ત્યારે તેને જમીનમાંથી આ પુત્રી મળે છે. એટલે જ તેને જનક નંદિની તરીકે ઓળખવામાં આવે છે. અને જાનકી પણ કહે છે. એટલે આ પ્રમાણે સીતા માતા એટલે રાવણ ની પત્ની મંદોદરી ની પુત્રી થઈ પરંતુ મુખ્ય ગ્રંથ જે છે તે આ વાતને સાચી માનતા નથી. એટલે જ લગભગ રાવણ સીતા માતાને ક્યારેય સ્પર્શ પણ ન કરી શક્યા હતા.