આપણે સૌ આપણા ધાર્મિક ગ્રંથો જેવાકે, રામાયણ અને મહાભારત વિશે ઘણું બધું સાંભળ્યું અને જોયું હશે. રામાયણની રચના ત્રેતા યુગમાં થઈ હતી. એવી ઘણી બધી વાત હોય છે કે, જે આપણે ક્યારેય સાંભળી કે જોઈ નથી. રામાયણ માં ઘણીબધી એવી ઘણીબધી વાતો હોય છે કે જેના વિશે આપણે ક્યારેય સાંભળી ના હોય. રામાયણમાં જ્યારે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારે યુદ્ધને જીતવા માટે રાવણે ભગવાન શિવને ખૂબ જ તપસ્યા કરી હતી. અને શંકર ભગવાન પ્રસન્ન થઈને શિવલિંગના આકારમાં દેખાયા હતા.
રાવણ શિવલિંગને કૈલાસમાંથી લંકા જવા લઈ જવા માટે જતો હતો, અત્યારે શિવ શંકર ભગવાને તેની સામે એક શરત રાખી કે, તું જ્યારે લંકા લઈ જા ત્યારે શિવલિંગની ક્યારેય નીચે મુકતો નહીં. રાવણને આ શરત મંજુર હતી. રાવણ શિવલિંગ લઈને જ્યારે લંકા તરફ જવા લાગ્યો ત્યારે, બધા જ દેવતાઓ ખૂબ જ ડરી ગયા. દરેકને ચિંતા થવા લાગી કે જો શિવજી લંકામાં રહેવા લાગશે તો ક્યારેય કોઈપણ લંકાને જીતી નહિ શકે અને રાવણ અમર થઈ જશે. રાવણ શિવલિંગ ને લઈને લંકા જવા રવાના થયા.
ત્યારબાદ ગણેશજીએ એક યુક્તિ વિચારી. જયારે રાવણ શિવલિંગ ને લઈને જતો હતો ત્યારે માર્ગમાં ગણેશજીએ ગોવાળનું રૂપ લીધું. અને તેઓ એવું ઇચ્છતા હતા કે, આ શિવલિંગનું લંકા સુધી પહોંચી નહિ. ત્યારબાદ રાવણ જયારે લંકા જતો હતો ત્યારે તેને લઘુશંકા આવી. એટલે તેને સામે ગોવાળ ને જોયો અને તે કહ્યું કે આ શિવલિંગની થોડા સમય માટે સાચવો, હું લઘુશંકા કરીને પાછો આવું છુ.
ત્યારબાદ તે લઘુશંકા કરવા ગયો અને ભરવાડ શિવલિંગને ઉચકી રાખી. ત્યારબાદ શિવજીનું અચાનક જ વજન વધવા લાગ્યું અને ભરવાડ વજન ન ઉઠાવી શકવાને કારણે તેને શિવલિંગ નીચે મૂકવું પડ્યું. ત્યારબાદ રાવણ સમજી ગયો કે શિવ લંકા જવા માગતા નથી. અને રાવણ આ યુદ્ધ જીતી શકશે નહીં. ત્યારબાદ રાવણ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને શિવલિંગને અંગૂઠાથી નીચે દબાવ્યો અને ગાયના કાન જેવું નિશાન બન્યું. ત્યારબાદ રાવણ ભરવાડ ને મારવા પાછળ પાછળ ગયો અને ભરવાડ પોતાનો જીવ બચાવવા માટે એક કૂવામાં પડી ગયો અને તેનો તેનું મોત થઈ ગયું.