પોખરણના છોકરાને વરરાજો બનાવી આ અંદાજમાં લીધા સાત ફેરા. કહેવાય છે કે, પ્રેમમાં અંતરનું એટલું મહત્વ નથી હોતું. કંઈક આવું જ પોખરણના શશિ કુમાર અને રશિયાની સ્વેતલાના સાથે જોવા મળ્યું છે.
રશિયામાં ભણેલી-ગણેલી સ્વેતલાનાએ તેના જીવન સાથી તરીકે જેસલમેર જિલ્લાના પોખરણ ગામના યુવકને પસંદ કર્યો. વર્ષ 2012 માં મિસ્ટર ડેઝર્ટ બની ચૂકેલા પોખરણના શશિ કુમાર વ્યાસની જીવન સંગિની બનવા માટે સ્વેતલાનાએ સાત સમંદર પાર કર્યા.
પરિવારજનો સાથે પોખરણ આવેલી સ્વેતલાનાએ પૂરા હિન્દુ રીતિ-રિવાજો સાથે શશિ કુમાર સાથે સાત ફેરા લઈને પોતાના પ્રેમને પૂરો કર્યો. ઉલ્લેખનીય છે કે, જેસલમેરમાં વર્ષ 2012 માં આયોજિત થયેલા મરુ મહોત્સવ દરમિયાન મિસ્ટર ડેઝર્ટ બનેલા શશિ કુમાર વ્યાસ દર વર્ષે મરુ મહોત્સવ જાય છે.
આ દરમિયાન વર્ષ 2017 માં તેની મુલાકાત રશિયાના મોસ્કો રહેવાસી સ્વેતલાના સાથે થઈ. આ મુલાકાત દોસ્તીમાં પરિણમી અને ઈન્ટરનેટના માધ્યમથી મોબાઈલ પર વાતો થવા લાગી.
થોડા જ દિવસોમાં આ દોસ્તી પ્રેમમાં પરિણમી અને લગ્નના મંડપ સુધી પહોંચી ગઈ. મોસ્કોથી પરિવાર સહિત સ્વેતલાના પોખરણ પહોંચી. મંગળવારે ગણેશ સ્થાપના સાથે પીઠીની વિધિ થઈ. બુધવારે બન્નેએ સાત જનમ માટે લગ્નના અતૂટ બંધનમાં બંધાઈ ગયા.
મંગળવારે થઈ ગણેશ સ્થાપના અને બુધવારે લગ્ન
સ્થાનિક રહેવાસી શશિ કુમાર વ્યાસ તથા સ્વેતલાના બુધવારે હિન્દુ રીતિ રિવાજ સાથે લગ્ન થયા. મંગળવારે બપોરે 12 વાગ્યા બાદ ગણેશ સ્થાપના તથા પીઠીની વિધિ સાથે વૈવાહિક કાર્યક્રમ થયો.
ત્યારબાદ વરરાજા તથા કન્યાના હાથમાં મહેંદી મુકવામાં આવી. રાતે મહિલા સંગીત કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો, ત્યારે બુધવારે વિદેશી દુલ્હન સ્થાનિક રહેવાસી યુવક સાથે સાત ફેરા લઈને સાત જનમ સુધી સાથ રહેવાનો વાયદો કર્યો.
લગ્નની સાક્ષી બની પરમાણુ નગરી
મોસ્કોથી દુલ્હન સ્વેતલાના તેના પિતા, ભાઈ, ભાભી, ભત્રીજા તથા આઠ-દસ ફ્રેન્ડ્સ સાથે અહીંયા પહોંચી. દુલ્હન તથા તેના પરિવારજનોને વિસ્તારના બાલાગઢ ફોર્ટ તથા જોધપુર રોડ સ્થિત એક ખાનગી હોટલમાં રખાયા હતા, જ્યારે લગ્નનો કાર્યક્રમ વિસ્તારના ફલસૂંડ રોડ સ્થિત વ્યાસોની વાડીમાં પૂરા થયા.
એવામાં ફોર્ટ, હોટલ તથા વ્યાસોની વાડમાં ચહલ પહલ જોવા મળી છે. ત્યારે બુધવારે થયેલા આ લગ્નની સાક્ષી પરમાણુ નગરી રહી.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.