નિર્માતા ને નિર્દેશક રામાનંદ સાગર ‘રામાયણ’ થીજ ઓળખાય છે 25 જાન્યુઆરી 1987 થી 31 જુલાઈ 1988 સુધી પ્રસારિત થયેલી રામાયણ ની વાતો આજે પણ લોકોના મોઢે સાંભળવાની મળે છે રામાયણ નો રસ એટલો હતો કે લોકો ખાવાનું ભૂલી જતા કામ કર વાનું ભૂલી જતા પૈસા કમાવાનું ભૂલી જતા પણ રામાયણ જોવાનું ભૂલતા નઈ.
આ સિરિયલ માં કામ કરતા કલાકારો કે પાત્રો ને ખાલી પ્રસિદ્ધિ જ નઈ પણ એક નવું ના મ પણ મળ્યું અને એ નામ થી દુનિયા આજે પણ એમને ઓળખે છે લોકો ના દિલો માં રામાયણ માં કામ કરતા કલાકારો જૂની તસ્વીર આજે પણ છે પણ આજે આ કલાકરોના ચેહરા બદલાઈ ગયા છે રિયલ લાઈફ માં આજે એ કઈક અલગ છે તો જાણીએ એ અમર કલાકારો વિશે.
અરુણ ગોવિલ
રામ નું પાત્ર ભજવવા વાળા અરુણ ગોવિલ તો તમે ઓળખતા હશો ટીવી પર એમને જોવા માટે નાના મોટા બધાજ રાહ જોઇને બેસી રહેતા કોક ઘરોમાં તો એમની પૂજા પણ થતી એમના ટીવી પર ફૂલ ની માળાઓ ચઢાવતા.
રામનગર માં જન્મ્યા ટીવી ના રામ
ટીવી ના એટલે કે અરુણ ગોવિલ નો જન્મ 12 જાન્યુઆરી 1958 માં રામ નગર મેરઠ ઉત્તર પ્રદેશ માં થયો હતો જ્યારે એ મેરઠ ની યુનિવર્સિટી માં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે થોડા નાટકોમાં કામ કર્યું હતું એમનાં પિતા ઇચ્છતા હતા કે તે સરકારી નોકરી કરે પણ ખુદ અરુણ એવું ઇચ્છતા હતા કે એ એવું કામ કરે કે જે સદાને માટે યાદગાર બની જાય એમાં આ બિઝનેસ કરવા મુંબઈ આવ્યા ને પછી એક્ટિંગ નો રસ્તો પકડી લીધો.
અરુણ ગોવિલ નો પરિવાર
અરુણ એમના પિતાના 8 સનતાન માંથી ચોથા નંબરે હતા એમની પત્ની નું નામ શ્રીલે ખા ગોવિલ હતું.અરુણ અને એમની પત્ની ના બે સનતાન હતા. પુત્ર નું નામ અમલ ને પુત્રી નામ સોનિકા ગોવિલ હતું.
સિરિયલ ધરતી ની ગોદમાં કામ કર્યું
થોડાક વર્ષો પહેલા ડિડી કિસાન ચેનલ પર પ્રસારિત થવા વાળી સિરિયલ ધરતી ની ગોદમાં પાત્ર ભજવતા નજરે આયા હતા.
સીતા-દીપિકા ચીખલીયા
પતિવ્રતા સ્ત્રીને કેવી રીતે પોતાના પતિને સાથ આપવો જોઈએ પછી આ ખોટો હોય કે સા ચો સીતા ના આ અઘરા રોલ ને દીપિકા ચીખલીયા ને પરદા પર સરસ રીતે નિભાવ્યો અને માતા સીતા ની જેમજ પૂજાઈ.
સીતા બન્યા પેહલા દીપિકાએ ફિલ્મો માં કામ કર્યું
29 એપ્રિલ 1965 માં જન્મેલી દીપિકાએ સીતા નું પાત્ર કર્યું એ પહેલા કઈ ફિલ્મો માં કામ કર્યું હતું એમણે 1985 માં સુન મેરી લૈલા, 1986 માં ચીખ, ભગવાન દાદા,1987 માં, રાત કે અંધેરે મેં 1994 માં, ખુદાઈ 1989 માં બંગાળી, આશા ઓ ભાલોબાશા ને 1992 માં તમિ લ નાગલ માં સાઈડ એક્ટર નું કામ કર્યું હતું જેમાં ઘણી ફિલ્મો બી ગ્રેડ ની હતી.
હવે કોસ્મેટિક કમ્પની ના માર્કેટીંગ ટિમ ના વડા છે દીપિકા.
દીપિકા એ હેમંત ટોપીવાલા જોડે લગ્ન કર્યું જે સૃગાર બિંદી ને ટિપ્સ એડ ટોઝ નિલપોલી સ ના ઓનર છે. દીપિકા અને હેમંત ની બે પુત્રીઓ એક નિધિ ટોપીવાલા ને બીજી જુહી ટોપીવાલા છે મીડિયા રિપોર્ટ ના આધારે દીપિકાએ લગ્ન પછી પોતાની સરનેમ બદલી હતી ને તે હવે પતિની કમ્પની માં માર્કેટીંગ ના વડા છે.
લક્ષ્મણ સુનિલ લહેરી
એકટર સુનિલ લેહરિએ રામાયણ માં રામ ના નાના ભાઈ લક્ષ્મણ નું પાત્ર ભજવ્યું હતું એમણે રામાયણ ના દ્વારા સમાજને નાના ભાઈ નું મોટા ભાઈ પ્રત્યે કેવું કર્તવ્ય હોય તે સમજાવ્યું.
વિક્રમ ઔર વેતાલ જેવા શોમાં કામ કર્યું
સુનીલ રામાયણ પેહલા ટીવી શો જેવા કે વિક્રમ ઑર વેતાલ અને દાદા દાદી ની કહા નિયા માં કામ કર્યું સાલ 1991માં આવેલી મ્યુઝીકલ ફિલ્મ બહારો કઈ મંજિલ માં લીડ એક્ટર નું કામ કર્યું હતું.
રાવણ-અરવિંદ ત્રિવેદી
રાવણ ની ભૂમિકા કરવા વાળા અરવિંદ ત્રિવેદી એ રાવણ ના પાત્ર ની જે જીણી જીણી વાતો પોતાના અભિનય દ્વારા પરદા પર ઉતારી છે તે ભાગ્યેજ કોઈ કરી શકશે અરવિંદ નું 4 જાન્યુઆરી 2015 માં અવસાન થયું છે.
હનુમાન દારા સિંહ
દરાસિંહે રમાનંદ સાગર ના રામાયણ માં હનુમાન નું પાત્ર ભજવ્યું છે દરાસિંહે એ પછી ઘણી ફિલ્મો માં વિલન નું કામ કર્યું હતું ને 50 ની ઉંમર પછી તેમણે ટીવી સિરિયલો માં સિનિયર સીટીઝન નું કામ કરતા નજરે પડ્યા હતા.
દારસિંહ નો પરિવાર
દારસિંહ તો હવે નથી પણ તેમના પુત્ર વિન્દુ દારસિંહ આજકાલ ફિલ્મો માં કામ કરી રહ્યા છે.
જયશ્રી ગડકર- કૌશલ્યા
અભિનેત્રી જયશ્રી ગડકર રે રામાયણ માં કૌશલ્યા નું પાત્ર કર્યું હતું તે હવે રહ્યા નથી.
લલિતા પવાર- મંથરા
રામાયણ માં મંથરા નું પાત્ર એક્ટર લલિતા પવારે ભજવ્યું હતું લલિતા પવાર પણ 24 ફેબ્રુઆરી1958 ના રોજ દુનિયા ને અલવિદા કહી ચુકી છે આજે પણ તે તેના પાત્ર ના લી ધે યાદગાર છે.
પ્રભા મીશ્રા-મંદોદરી
રામાયણ માં મંદોદરી ની ભૂમિકા પ્રભા મીશ્રા નિભાવી હતી આ સિરિયલ માં મળેલા પાત્ર થી અમને ખુબજ નામના મળી હતી મંદોદરી ના પાત્ર એ તેમને આધ્યાત્મિક રસ્તો બતા વ્યો જેનાથી રાજયોગ લીધે તેઓ ગ્લેમર જીવન છોડી આધ્યાત્મિક બની ગયા. રામાનંદ સાગર નું રામાયણ આજે પણ લોકો જુવે છે અને આગળ પણ જોતા રહેશે અને આ સીરી યલ માં કામ કરવા વાળા પાત્રો ને સદા અમર રાખશે.