હવે એક્શનમાં આવ્યા રાજનાથ- ઉઠાવ્યું કાશ્મીરમાં આ મોટું પગલું..ખુબજ સારું કર્યું આ કામ

ટીમ મોદીના સૌથી વધુ મહેનતુ વ્યક્તિ અને સમજદાર જો કોઈ હોઈ તો એ છે રાજનાથસિંહ, એમની વિશે વિપક્ષપણ ક્યારેય ખરાબ નથી બોલ્યો, હાલ દેશમાં આક્રોશ જોઈ એમને એક કાંકરે 2 પક્ષી માર્યા હોઈ એમ કામ કાશ્મીરમાં કર્યું એ છે અલગાવવાદી સંગઠનોના નેતાની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચવામાં આવી છે અને તેમની ઉપર ગુપ્ત નઝર રાખવામાં આવી છે

જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફના જવાનો પર આતંકી હુમલા પછી સરકારે એક મોટુ પગલું લીધું છે. ગૃહમંત્રાલયના આદેશ પછી જમ્મુ-કાશ્મીર સરકારે હુર્રિયતના ભાગલાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારુક, અબ્દુલ ગની બટ્ટ, બિલાલ લોન, હાશ્મી કુરૈશી, શબ્બીર શાહની સરકારી સુરક્ષા પરત લઈ લીધી છે.

આ સિવાય તેમને મળી બધી જ સરકારી સુવિધાઓ પણ પરત લઈ લેવામાં આવી છે. મીરવાઈઝ ઉમર ફારુખ હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન છે.

જોકે જમ્મુ-કાશ્મીર પ્રશાસનના આ આદેશમાં ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું નામ સામેલ નથી. પ્રશાસનના આ નિર્ણય પછી આજે સાંજ સુધીમાં ભાગલાવાદી નેતાઓને આપવામાં આવેલી દરેક સુરક્ષા અને સુવિધાઓ પરત લઈ લેવામાં આવશે. સરકારના આ નિર્ણય પછી કોઈ પણ ભાગલાવાદી નેતાઓને સરકારી ખર્ચે કોઈ જ સુવિધા આપવામાં આવશે નહીં.

રિપોર્ટ પ્રમાણે હુર્રિયતના આ ભાગલાવાદી નેતાઓ જ્યારથી ખીણમાં કથિત રીતે આતંકીઓના નિશાના પર આવ્યા હતા ત્યારથી રાજ્ય સરકાર તેમને સુરક્ષા આપતી હતી. રિપોર્ટ પ્રમાણે અંદાજે 10 વર્ષથી રાજ્ય સરકાર આ નેતાઓને સુરક્ષા આપતી હતી.

નોંધનીય છે કે, પુલવામામાં 44 જવાનો શહીદ થયા પછી સમગ્ર દેશમાં ભાગલાવાદી નેતાઓની સુરક્ષા પાછી ખેંચવાની માંગણી કરવામાં આવી હતી. ભારત સરકાર આ ભાગલાવાદી નેતાઓની સુરક્ષા અને સુવિધામાં વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.

ગૃહમંત્રી રાજનાથ સિંહે 15 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, આ નેતાઓની સુરક્ષા અને સુવિધાઓ પાછી ખેંચવામાં આવે. આજે આ નિર્ણયનો અમલ કરીને સરકારે તેમની સુરક્ષા પરત ખેંચી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here