રાજકોટમાં રહેતા એક નિવૃત્ત બેન્ક કર્મચારી મનુભાઈ મેરજાએ અબોલ જીવ ભૂખ્યું ન રહે તે માટે મનુભાઇ મેરજા રોજ 50 થી વધુ ઘરે જઈને રોટલા, રોટલી અને ચણ એકત્રિત કરે છે.
રાજકોટના મુકેશભાઈ મેરજા પહેલા દર અગિયારસે અબોલ જીવ માટે લોકો પાસેથી પૈસા એકઠા કરતા હતા અને આ રકમમાંથી તેઓ ગાયો માટે લીલું ખરીદતા અને તે શહેરમાં કે પોતાના ઘરની નજીકની ગાયોને ખવડાવતા હતા.
મનુભાઇ જે કાંઈ કામગીરી કરે છે તેના માટે પરિવારજનોનો સાથ સહકાર ખૂબ જ મળે છે અને તેના વગર કાંઈ કરી શકે તેમ નથી, સાથે તેઓ માનવકલ્યાણ મંડળ સાથે પણ જોડાયેલા છે. 15 વરસમાં તેઓએ એક પણ વખત આ ક્રમ તોડ્યો નથી.
આ દરમિયાન તેઓ સંતોના સંપર્કમાં આવ્યા અને તેના વિચારોમાં પરિવર્તન આવ્યું અને નક્કી કર્યું કે, તેઓ રોજ અબોલ જીવોને ખોરાક આપશે અને ત્યારથી રોજે રોજ ગાયો માટે લીલું એકત્રિત કરવાનું શરૂ કર્યું અને જે પરંપરા આજે પણ ચાલુ છે. દૂરના છેવાડા સુધીના અબોલ જીવ ભૂખ્યા ન રહે તે માટે તેઓ 25 કિમી દૂર જઈને કૂતરાં, ગાયને ખવડાવે છે અને આ કામગીરી પત્યા બાદ જ તેઓ પોતે ભોજન લે છે.
મનુભાઈ રોજ ના 100 થી વધારે રોટલી અને 60 થી વધારે રોટલા એકત્રિત કરે છે અને કાલાવડ રોડ, ન્યારી ડેમ આગળ જઇને પોતાના હાથે જ કૂતરાને અને ગાયોને ખવડાવે છે.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.